સ્થળાંતરમાં ચિત્તાનાં મૃત્યુ અપેક્ષિત હોવાનું જણાવતું દક્ષિણ આફ્રિકા

તાજેતરમાં મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં થયેલા બે ચિત્તાનાં મૃત્યુ અંગે દક્ષિણ આફ્રિકાના ફોરેસ્ટ્રી, ફિશરીઝ અને એન્વાયર્મેન્ટ વિભાગે (DFFE) જણાવ્યું કે, આ પ્રકારના સ્થળાંતરમાં ચિત્તાના મૃત્યુ આવા જોખમી પ્રોજેક્ટ હેઠળ અપેક્ષિત મૃત્યુ દરની મર્યાદામાં છે.  અત્રે ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2022 માં નામીબિયાથી ભારતમાં લવાયેલા આઠ  સસ્તન પ્રાણીઓમાં આ બે ચિત્તા લાવવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલા […]

Share:

તાજેતરમાં મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં થયેલા બે ચિત્તાનાં મૃત્યુ અંગે દક્ષિણ આફ્રિકાના ફોરેસ્ટ્રી, ફિશરીઝ અને એન્વાયર્મેન્ટ વિભાગે (DFFE) જણાવ્યું કે, આ પ્રકારના સ્થળાંતરમાં ચિત્તાના મૃત્યુ આવા જોખમી પ્રોજેક્ટ હેઠળ અપેક્ષિત મૃત્યુ દરની મર્યાદામાં છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2022 માં નામીબિયાથી ભારતમાં લવાયેલા આઠ  સસ્તન પ્રાણીઓમાં આ બે ચિત્તા લાવવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલા બે ચિત્તા પૈકી એક નામીબિયા જ્યારે બીજાને દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવ્યો હતો. 

મહત્વનું છે કે ભારતમાં ચિત્તાની પ્રજાતિના વિસ્તરણનાં ભાગરૂપે મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં ચિત્તા લાવવામાં આવ્યા હતા. 

દક્ષિણ આફ્રિકાના ફોરેસ્ટ્રી, ફિશરીઝ અને એન્વાયર્મેન્ટ વિભાગે વધુમાં જણાવ્યું કે, માંસાહારી મોટા પ્રાણીઓને ફરીથી વસાવવા એ હંમેશા જટિલ અને જોખમી હોય છે, જેમાં ચિત્તાને વધુ વિશાળ વાતાવરણમાં છોડવામાં આવે છે અને ત્યાં તેમની શારીરિક સુખાકારીનું  નિયમિત ધ્યાન ઓછું રાખી શકાય છે.  ચિત્તાને પુન; સ્થાપિત કરવાના આ પ્રોજેક્ટમાં વધતાં જતાં મૃત્યુના જોખમને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે. 

ત્યાંનાં DFFE દ્વારા ચિત્તાના પોસ્ટમૉર્ટમની રાહ જોવાઈ રહી છે અને તેઓને  કોઈ ચેપી રોગ હોય અથવા તેવા પ્રકારની કોઈ બીમારીને લીધે અન્ય ચિત્તાઑ માટે પણ જોખમ હોય તેવું જણાતું નથી. 

સાશાનો ઈલાજ કરતાં મેડિકલ સ્ટાફ પ્રમાણે તે કૂનો આવ્યો ત્યારથી જ તેની તબિયત થોડી ખરાબ રહેતી અહતી. કારણકે કદાચ નામીબિયામાં જ તેની કિડનીમાં ચેપ લાગી ગયો હતો. આથી તેને `બોમા’ અલાયદા વિસ્તારમાં જ વધુ રાખવામાં આવ્યો હતો. પરંતુ વધુ એક ચિત્તાનું મૃત્યુ થતાં થતાં મૃત્યુના કારણ ચકાસવા જરૂરી છે. 22 અપ્રિલે વધુ એક ચિત્તા ઉદયનું મૃત્યુ થઈ ગયું હતું. 

મધ્યપ્રદેશનાં મુખ્ય વાઇલ્ડ લાઈફ વોર્ડન જે. એસ. ચૌહાણે જણાવ્યું કે, અમે ચિત્તાની દરરોજ તપાસ કરી છીએ અને શનિવારે ઉદય સંપૂર્ણ સ્વસ્થ જણાયો હતો. રવિવારે જ્યારે અમારી ટીમ  તપાસ માટે ગઈ ત્યારે તે થોડો ઢીલો લાગતાં તેને ટ્રેન્કવાલાઇઝ કરીને સારવાર માટે લવાયો હતો પરંતુ તે દરમ્યાન જ તેનું મૃત્યુ થઈ ગયું. પ્રારંભિક પોસ્ટમોર્ટમ હાર્ટ એટેક તરફ ઈશારો કરે છે.  

તમામ આફ્રિકન ચિત્તાઓ મોટા વિસ્તારની અંદર હોય છે અને તેમની બે વાર નજીકથી દેખરેખ રખાય છે. પરંતુ તે જંગલી હોવાથી તેમની વર્તણૂક અને શારીરિક સ્થિતિ અંગે દૂરથી જ મૂલ્યાંકન કરી શકાય છે. આથી તેમના સ્વાસ્થ્ય અંગે ચોક્કસ માહિતી મળવી મુશ્કેલ છે. 

દક્ષિણ આફ્રિકાથી લવાયેલા બાકી 11 ચિત્તાઓને થોડા સમય  બાદ કૂણોના  ખુલ્લા એવા વાતાવરણમાં મૂકવામાં આવશે જ્યાં ચિત્તા, વરુ, રીંછ, હાયના જેવા શિકાર કરનારા પ્રાણીઓની વસ્તી ઘણી છે.