છત્રપતિ શિવાજી મહારાજની 393મી પુણ્યતિથી

મરાઠી સામ્રાજ્યના પાયા રાખનારા છત્રપતિ શિવાજી મહારાજની આજે પુણ્યતીથિ છે.વર્ષ 1680ના રોજ આજના દિવસે જ છત્રપતિ શિવાજીનું મૃત્યું થયું હતું. તેમણે રાયગઢના કિલ્લામાં છેલ્લા શ્વાસ લીધા હતા. શિવાજી માત્ર યૌદ્ધા જ નહી, પરંતુ એક કુશળ રાજનૈતિકાર પણ હતા.  વર્ષ 1674માં શિવાજી મહારાજે પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યના પાયા નાખ્યા હતા. તેમણે ઘણા વર્ષો સુધી મુગલ સામ્રાજ્ય […]

Share:

મરાઠી સામ્રાજ્યના પાયા રાખનારા છત્રપતિ શિવાજી મહારાજની આજે પુણ્યતીથિ છે.વર્ષ 1680ના રોજ આજના દિવસે જ છત્રપતિ શિવાજીનું મૃત્યું થયું હતું. તેમણે રાયગઢના કિલ્લામાં છેલ્લા શ્વાસ લીધા હતા. શિવાજી માત્ર યૌદ્ધા જ નહી, પરંતુ એક કુશળ રાજનૈતિકાર પણ હતા. 

વર્ષ 1674માં શિવાજી મહારાજે પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યના પાયા નાખ્યા હતા. તેમણે ઘણા વર્ષો સુધી મુગલ સામ્રાજ્ય સામે લડત કરી હતી. તેમાં પણ ઔરંગજેબ સામેની તેમની લડાઈને લોકો આજે પણ યાદ કરે છે. વર્ષ 1674ના માત્ર 44 વર્ષની ઉંમરે તેમનું રાજ્યાભિષેક કરવામાં આવ્યું અને તેઓ છત્રપતિ બન્યા.મહત્વનું છેકે, શિવાજીના રાજ્યાભિષેકમાં દેશના અલગ-અલગ ખુણેથી 50 હજાર લોકો જોડાયા હતા.

શિવાજી મહારાજની બહાદુરીના અનેક કિસ્સાઓ છે. જેમાં તેમની યુદ્ધ કલાએ નવા આયામો બનાવ્યા. શિવાજીએ છાયાયુદ્ધની નવી શૈલીઓ વિકસાવી. આ સાથે જ પ્રાચીન હિન્દુ રાજનૈતિક પ્રથાઓ ને દરબારી શિષ્ટાચારને પુનઃજીવિત કર્યા. છત્રપતિએ ફારસીની જગ્યાએ મરાઠી અને સંસ્કૃત ભાષાને રાજકાજની ભાષા બનાવી. મહત્વનું છે કે, શિવાજીએ રાજગાદી સંભાળ્યા પહેલા વિરાસતમાં મળેલા માત્ર 2 હજાર સૈનિકોની મરાઠી સેનાને 10 હજારમાં બદલી નાખી હતી.

એવું માનવામાં આવે છેકે ગુરિલ્લા યુદ્ધની નવી ટેકનીકની શરૂઆત પણ શિવાજી મહારાજે કરી હતી. તેની મદદથી છત્રપતિએ મુગલોને ટક્કર આપી હતી. છત્રપતિએ પોતાની એક સ્થાયી સેના બનાવી હતી. તેમના મૃત્યુ સમયે તેમની સેનામાં 30થી 40 હજાર નિયમિત અને સ્થાયી રૂપથી નિયુક્ત ઘોડેસવાર, એક લાખ પૈદલ સૈનિકો અને 1260 હાથીઓ હતા. તેમની સૈના દારૂગોળાઓથી ભરેલી હતી.

છત્રપતિના રાજમાં મહિલાઓને ખાસ માન આપવામાં આવતું હતું. તેઓ મહિલાના અધિકારોને લઈને હંમેશા આગળ રહ્યા હતા. તેમના રાજમાં મહિલાઓને જેલમાં રાખવાની અનુમતિ નહોતી.

મહત્વનું છેકે, 1674માં રાયગઢની ગાદી સંભાળ્યા પહેલા શિવાજી એક સ્વતંત્ર શાસક હતા. જ્યારે તેનું રાજ્યાભિષેક કરવામાં આવ્યું એ બાદ તેઓ છત્રપતિ તરીકે ઓળખાણ મેળવી.છ મંત્રીઓની પરિષદની સાથે તમણે 6 વર્ષ સુધી શાસન કર્યું. જેમાં તેમણે તટીય સુરક્ષાને લઈને ઘણા મોટા પગલા લીધા હતા. છત્રપતિએ તેમના શાસનમાં મરાઠાઓની તાકતવર નૌ-સેના તૈયાર કરી હતી. મઘ્યયુગી ભારતના પહેલા ભારતીય રાજા હતા. જેમની પાસે પોતાની નૌસેના હોય. આ સેનામાં દૌલત ખાન અને ઈબ્રાહીમ ખાન જેવા વીર સૈનિકો હતો.

શિવાજી પ્રાથમિક શિક્ષણ મેળવી શક્યા નહોતા. તેમ છતાં તેઓ રામાયણ અને મહાભારતની સારી જાણકારી ધરાવતા હતા. તેઓ હંમેશા કંઈને કંઈ નવું શિખતા રહેતા હતા. આ ઉપરાંત તેમણે જે નવું શિખ્યું છે. એ બીજા લોકો સુધી પહોંચે તેનું પણ પૂરું ધ્યાન રાખતા હતા. મહારાજ ધાર્મિક ભેદભાવની સખત વિરોધી હતા.