Chhattisgarh Election 2023: રાહુલ ગાંધી 2 દિવસના પ્રવાસ દરમિયાન નવી જાહેરાતો કરે તેવી શક્યતા

Chhattisgarh Election 2023: કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) આગામી 28 અને 29મી ઓક્ટોબરના રોજ છત્તીસગઢની મુલાકાત લેશે. 2023ની છત્તીસગઢની ચૂંટણી (Chhattisgarh Election 2023)ને અનુલક્ષીને રાહુલ ગાંધી પોતાના પ્રવાસ દરમિયાન ફરસગાંવ, ભાનુપ્રતાપપુર અને કવર્ધામાં કોંગ્રેસની ચૂંટણી સભાઓ સંબોધિત કરશે. આ સાથે જ તેઓ ચૂંટણી માટે નવી જાહેરાતો કરે તેવી પણ શક્યતા […]

Share:

Chhattisgarh Election 2023: કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) આગામી 28 અને 29મી ઓક્ટોબરના રોજ છત્તીસગઢની મુલાકાત લેશે. 2023ની છત્તીસગઢની ચૂંટણી (Chhattisgarh Election 2023)ને અનુલક્ષીને રાહુલ ગાંધી પોતાના પ્રવાસ દરમિયાન ફરસગાંવ, ભાનુપ્રતાપપુર અને કવર્ધામાં કોંગ્રેસની ચૂંટણી સભાઓ સંબોધિત કરશે. આ સાથે જ તેઓ ચૂંટણી માટે નવી જાહેરાતો કરે તેવી પણ શક્યતા છે. 

Chhattisgarh Election 2023 યોજાશે બે તબક્કામાં 

છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) 28 અને 29 ઓક્ટોબરના રોજ છત્તીસગઢની મુલાકાત લેવાના છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ ચૂંટણી પ્રચાર કરવાના છે. નોંધનીય છે કે, 90 બેઠકો ધરાવતી છત્તીસગઢ વિધાનસભા માટે 7 અને 17 નવેમ્બરના રોજ 2 તબક્કામાં ચૂંટણી યોજાશે. 

વધુ વાંચો: 5 રાજ્યો માટે ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી

રાહુલ ગાંધીનો છત્તીસગઢ પ્રવાસ 

2023ની છત્તીસગઢની ચૂંટણી (Chhattisgarh Election 2023)ને અનુલક્ષીને રાહુલ ગાંધી 28મી ઓક્ટોબરના રોજ કાંકેર, રાજનાંદગાંવ અને ભાનુપ્રતાપપુરમાં રેલીઓ સંબોધિત કરશે. ત્યાર બાદ 29મી ઓક્ટોબરના રોજ તેઓ કવર્ધામાં એક રેલીને સંબોધિત કરશે. 

કોંગ્રેસે અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત કાંકેર બેઠક પરથી શંકર ધ્રુવ, રાજનાંદગાંવથી ગિરીશ દેવાંગન અને ભાનુપ્રતાપપુર (એસટી)ના આરક્ષિત ચૂંટણી વિસ્તારમાંથી સાવિત્રી મંડાવીને મેદાનમાં ઉતાર્યા છે. છત્તીસગઢમાં ભૂપેશ બઘેલની કેબિનેટના એકમાત્ર મુસ્લિમ મંત્રી મોહમ્મદ અકબર કવર્ધા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે. 

કવર્ધા બેઠક ચર્ચામાં

તાજેતરમાં કવર્ધા ખાતે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ એક વિવાદિત નિવેદન આપ્યું હતું. આ કારણે ચૂંટણી પંચે તેમને કારણ બતાવો નોટિસ પાઠવીને 30મી ઓક્ટોબરના રોજ સાંજના 5:00 વાગ્યા સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. 

કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આરોપ પ્રમાણે હિમંત બિસ્વા સરમાએ કવર્ધાના કોંગ્રેસ ઉમેદવાર મોહમ્મદ અકબર વિરૂદ્ધ સાંપ્રદાયિક ભાષણ આપ્યું હતું. હિમંત બિસ્વા સરમાએ કહ્યું હતું કે, “એક અકબર જો એક જગ્યાએ આવે તો તેઓ 100 અકબરને બોલાવી લાવે છે. માટે શક્ય તેટલી ઝડપથી અકબરને અલવિદા કહો. નહીં તો માતા કૌશલ્યાની આ ભૂમિ અપવિત્ર થઈ જશે.”

વધુ વાંચો: EVM માટેનું ચૂંટણી પંચનું ઝનૂન સમજાતું નથી, 2024ની ચૂંટણી બેલેટ પેપરથી જ થવી જોઈએ

2018ની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય

છત્તીસગઢમાં 2018ની વિધાનસભા ચૂંટણી વખતે કોંગ્રેસે 90 પૈકીની 68 બેઠકો જીતીને ભારે જનાદેશ નોંધાવ્યો હતો. જ્યારે માત્ર 15 બેઠકો સાથે ભાજપ બીજા સ્થાને રહ્યું હતું. 2023ની છત્તીસગઢની ચૂંટણી (Chhattisgarh Election 2023)માં ભાજપે લોકસભા સાંસદ વિજય બઘેલને દુર્ગ જિલ્લાના પાટનમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સામે મેદાનમાં ઉતાર્યા છે. 

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ 30મી ઓક્ટોબરે પાટન વિધાનસભા ક્ષેત્ર માટે નામાંકન પત્ર દાખલ કરશે ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ફરી એક વખત છત્તીસગઢની મુલાકાત લેશે.