શહીદ મહિપાલ સિંહને અંતિમ વિદાય અપાઈ, ગર્ભવતી પત્નીનાં આક્રંદથી કરુણ દ્રશ્યો સર્જાયા

શુક્રવારે જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે સાંજે થયેલી અથડામણમાં સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. તેમાંથી એક અમદાવાદના મહિપાલ સિંહનો પાર્થિવ દેહ રવિવારે સવારે તેમના નિવાસસ્થાને લવાયો હતો. તેઓ મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના અને હાલ અમદાવાદ ખાતે રહે છે. શહીદને અંતિમ વિદાય આપવા માટે વિશાળ જનમેદની એકત્રિત થઈ હતી. મુખ્યમંત્રીએ મહિપાલ સિંહને શ્રદ્ધાંજલિ આપી […]

Share:

શુક્રવારે જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે સાંજે થયેલી અથડામણમાં સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. તેમાંથી એક અમદાવાદના મહિપાલ સિંહનો પાર્થિવ દેહ રવિવારે સવારે તેમના નિવાસસ્થાને લવાયો હતો. તેઓ મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના અને હાલ અમદાવાદ ખાતે રહે છે. શહીદને અંતિમ વિદાય આપવા માટે વિશાળ જનમેદની એકત્રિત થઈ હતી.

મુખ્યમંત્રીએ મહિપાલ સિંહને શ્રદ્ધાંજલિ આપી

હવાઈ માર્ગથી શહીદ જવાનનો પાર્થિવ દેહ અમદાવાદ લવાયો હતો. સદાશિવ સોસાયટી વિરાટનગર રોડ, ઓઢવ ખાતેના નિવાસસ્થાને મુખ્યમંત્રી સહિત તમામ લોકોએ પુષ્પાજંલી અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદી વહોરનાર ઈન્ડિયન આર્મીના વીર જવાન અમદાવાદના મહિપાલસિંહ વાળાને તેમના નિવાસસ્થાને ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રીશ્રી વીર શહિદના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરીને શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર કિરીટભાઇ પરમાર, જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. સહિત ધારાસભ્યોઓએ ઉપસ્થિત રહીને વીર શહીદને શ્રદ્ધા સુમન અર્પણ કર્યાં હતા. જ્યાં શહીદ મહિપાલ સિંહને છેલ્લી સલામી આપવા તેમની ગર્ભવતી પત્ની પહોંચતા રડાવી મુકે તેવા દ્રશ્યો સર્જાયા હતા. 

દીકરાનું પારણુ ઝુલાવે તે પહેલાં જ શહીદ થઈ ગયા મહિપાલ સિંહ

શહીદ મહિપાલ સિંહના પાર્થિવ દેહને છેલ્લી સલામી આપવા માટે તેમના પત્ની પહોંચ્યા હતા ત્યારે કરૂણ દ્રશ્યોથી વાતાવરણ ગમગીન બન્યું હતું. તેમની પત્નીએ ચોધાર આસુંએ ધ્રૂસકે ધ્રૂસકે રડતા પતિ શહીદ મહિપાલ સિંહને પુષ્પાજંલિ અર્પીને અંતિમ સલામી આપી હતી. 

તેમની પત્ની સહિત પરિવારજનોની આંખોમાંથી આંસુઓ અવિરત વહી રહ્યા હતા. આવા કરુણ દૃશ્યો પાછળનું કારણ એ છે કે દેશની રક્ષા હેતુ શહીદ થનાર મહિપાલ સિંહના પત્ની ગર્ભવતી છે. મહિના પહેલા જ તેમના પત્નીનાં સીમંત સંસ્કાર યોજયા હતા. તેમના ઘરે પારણું બંધાવવાનું છે, પરંતુ આવનારા સંતાનનું પારણું ઝુલાવે તે પહેલા જ મહિપાલ સિંહ આતંકવાદીઓ સામે સામી છાતીએ લડતાં-લડતાં શહીદ થઈ ગયા.

છેલ્લા 8 વર્ષથી સેનામાં ફરજ બજાવે છે મહિપાલ સિંહ


મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના મોજીદડ ગામના વતની અને હાલ અમદાવાદના વિરાટનગરની સદાશિવ સોસાયટીમાં રહેતા મહિપાલસિંહ વાળા માત્ર 27 વર્ષના હતા. છેલ્લા 8 વર્ષથી તેઓ સુરક્ષા દળમાં ફરજ બજાવતા હતા. તેમની પહેલી પોસ્ટિંગ જબલપુરમાં થઈ હતી, જ્યાં તેમણે 4 વર્ષ ફરજ બજાવી હતી. જે બાદ ત્રણ વર્ષ સુધી ચંદીગઢમાં ફરજ બજાવી હતી. છેલ્લા 6 મહિનાથી તેમની પોસ્ટિંગ જમ્મુ-કાશ્મીર થઈ હતી. જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના હાલાન જંગલ વિસ્તારના ઊંચા વિસ્તારોમાં આતંકવાદીઓનો સામનો કરતાં મહિપાલસિંહ વાળા વીરગતિ પ્રાપ્ત કરી.