ચીનની ZTEને વોડાફોન આઈડીયાને રૂ. 200 કરોડના સાધનો પૂરા પાડવાની મંજૂરી

ચીનની ZTE કંપનીને વોડાફોન આઈડીયાને રૂ. 200 કરોડના સાધનો પૂરા પાડવાની મંજૂરી સરકાર દ્વારા મળી છે. આ સાધનો કંપનીના હાલના નેટવર્ક અને આધુનિકરણ માટે કામ લાગશે. તે સ્પષ્ટ કરતાં દસ્તાવેજો રજૂ કરતાં આ રૂ. 200 કરોડનાં સાધનો પૂરા પાડવા માટેની   NSCSની મંજૂરી ZTEને મળી છે.  ZTEને નેટવર્ક અપગ્રેડેશન પ્રોજેક્ટ માટે વોડાફોન આઈડિયાને રૂ. 200 કરોડથી […]

Share:

ચીનની ZTE કંપનીને વોડાફોન આઈડીયાને રૂ. 200 કરોડના સાધનો પૂરા પાડવાની મંજૂરી સરકાર દ્વારા મળી છે.

આ સાધનો કંપનીના હાલના નેટવર્ક અને આધુનિકરણ માટે કામ લાગશે. તે સ્પષ્ટ કરતાં દસ્તાવેજો રજૂ કરતાં આ રૂ. 200 કરોડનાં સાધનો પૂરા પાડવા માટેની   NSCSની મંજૂરી ZTEને મળી છે. 

ZTEને નેટવર્ક અપગ્રેડેશન પ્રોજેક્ટ માટે વોડાફોન આઈડિયાને રૂ. 200 કરોડથી વધુના ઓપ્ટિકલ ટ્રાન્સમિશન ઈક્વિપમેન્ટ સપ્લાય કરવા માટે સરકારની મંજૂરી મળી છે.

અન્ય એક ચાઈનીઝ કંપની પણ સાધનો પૂરા પાડવા માટેના ‘વિશ્વાસપાત્ર સ્ત્રોત’ તરીકે મંજૂરી મેળવવા માટે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયને વધારાના દસ્તાવેજો ફાઈલ કર્યા છે. 

ટેલિકોમ કંપની દસ્તાવેજો રજૂ કરતાં પહેલા સ્પષ્ટતા કરી હતી કે આ નવો કોન્ટ્રાક્ટ નથી પરંતુ, હાલના નેટવર્કને અપગ્રેડ કરવા અંગેનો પ્રોજેક્ટ છે. 

તે પછી જ ZTE સાથેના રૂ. 200 કરોડના વોડાફોન આઈડિયાના કોન્ટ્રાક્ટને NSCSની મંજૂરી મળી. આયોજન હેઠળ આ અપગ્રેડેશન ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ – છત્તીસગઢ સર્કલ માટે છે. આ સર્કલમાં સાધનો તો હુવેઈનાં છે પરંતુ વિસ્તરણનું કામ ZTE દ્વારા જ કરવામાં આવશે.

આધિકારિક સૂત્રો એ જણાવ્યું કે,  “તે હાલના નેટવર્કનું અપગ્રેડેશન હોવાથી, વોડાફોન આઈડિયા માટે મુક્તિને પાત્ર હતું.

2020 માં ગલવાનમાં ભારત-ચીન સરહદ પરની સૌથી વધારે હિંસક અથડામણ પછી ચીનની ટેલિકોમ ગિયરમેકર અને વોડાફોન આઈડિયા માટે આ મોટો સોદો હતો.

વર્ષની શરૂઆતમાં વોડાફોન આઈડિયા દ્વારા તેના રૂ. 16,133 કરોડના બાકી વ્યાજ સામે કંપનીમાં ડેટ-ટુ-ઈક્વિટી કન્વર્ઝન પૂર્ણ કર્યા પછી મુશ્કેલીમાં મુકાયેલી ટેલિકોમ ઓપરેટરમાં ભારત સરકાર સૌથી મોટું શેરધારક છે.

જૂન 2021 માં, કેન્દ્રએ દેશમાં નેટવર્કની સુરક્ષા માટે જૂન 2021માં, ટ્રસ્ટેડ ટેલિકોમ પોર્ટલ બહાર પાડ્યું હતું જેના હેઠળ સુરક્ષા મંજૂરી લેવી આવશ્યક બનાવવામાં આવી હતી. એ નિર્દેશનનો એક ભાગ હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ઓપરેટરો ફક્ત વિશ્વસનીય સ્ત્રોતો અને “વિશ્વસનીય ઉત્પાદન” તરીકે માણી હોય તેમની પાસેથી જ સાધનો ખરીદી શકાશે. આ બાબત વાર્ષિક જાળવણી કરાર અથવા વર્તમાન નેટવર્કના અપડેટ્સને લાગુ પડતું નથી. અત્રે એ ઉલલખનીય છે કે, યુરોપિયન ટેલિકોમ કંપનીઓ નોકિયા અને એરિક્સને ક્રેડિટ પર 5G સાધનો સપ્લાય કરવાની VIની વિનંતીને નકારી કાઢી છે.