ઓરિસ્સાના દરિયાકાંઠા નજીક ચીનના જાસૂસી જહાજની ભાળ મળી 

ચીન દ્વારા અનેકવાર ભારતનાં જુદાજુદા પ્રદેશોમાં જાસૂસી કાર્ય કરતાં હોવાનું સમાચારમાં આવતું રહે છે. ફરી એકવાર ચીન દ્વારા ભારતની સરહદમાં આવીને જાસૂસી કરતું હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં ઓરિસ્સાના દરિયાકિનારે મળી આવેલા ચીનનાં આ “સંશોધન જહાજ”ને બંગાળની ખાડીના ભાગોમાં ઊંડાઈ અને ખારાશ સહિતની વિગતો મેળવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ માહિતી ખાસ કરીને ભવિષ્યમાં સબમરીન […]

Share:

ચીન દ્વારા અનેકવાર ભારતનાં જુદાજુદા પ્રદેશોમાં જાસૂસી કાર્ય કરતાં હોવાનું સમાચારમાં આવતું રહે છે. ફરી એકવાર ચીન દ્વારા ભારતની સરહદમાં આવીને જાસૂસી કરતું હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં ઓરિસ્સાના દરિયાકિનારે મળી આવેલા ચીનનાં આ “સંશોધન જહાજ”ને બંગાળની ખાડીના ભાગોમાં ઊંડાઈ અને ખારાશ સહિતની વિગતો મેળવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ માહિતી ખાસ કરીને ભવિષ્યમાં સબમરીન પ્રવૃત્તિ માટે મદદરૂપ થઇ શકે છે.

‘હાઈ યાંગ શી યુ’, એક ચાઈનીઝ “જાસૂસ જહાજ”, રવિવારે ઓરિસ્સાના પારાદીપના કિનારે 161 નોટિકલ માઈલ દૂર ભારતીય દરિયાકાંઠાની નજીક જોવા મળ્યું હતું. 

આ જહાજ પારાદીપ બંદરની ઉત્તરપૂર્વમાં સ્થિત હતું અને હાલમાં બંગાળની ખાડીમાં છે. 

‘હાઈ યાંગ શી યુ’ એક આધુનિક જહાજ છે, જે 2015માં તિયાનજિનમાં બનાવવામાં આવ્યું હતું અને તેનું વજન લગભગ 2,000 ટન છે. ચીની નૌકાદળ દ્વારા આ જહાજો નિયમિતપણે હિંદ મહાસાગરમાં મોકલવામાં આવે છે અને હાલમાં આ વિસ્તારમાં અન્ય બે સંશોધન જહાજો છે. આ જહાજો વિશે અત્યાર સુધી જે જાણીતું છે તે અહીં છે.

ચીનના અન્ય જહાજોની વાત કરી તો ‘નાનિંગ’, એક ચાઈનીઝ ડિસ્ટ્રોયર, જે માત્ર બે વર્ષ પહેલા જ શરૂ કરવામાં આવ્યું હતું, તે હાલમાં  એડનના અખાતમાં છે. 7,500 ટનથી વધુ વજન ધરાવતું, તે આ ક્ષેત્રે સૌથી વધુ અદ્યતન, ભારે સશસ્ત્ર યુદ્ધ જહાજ છે.

અન્ય “સંશોધન જહાજ”, ‘ડા યાંગ હાઓ’ પણ હિંદ મહાસાગરમાં છે. ચાર વર્ષ જૂનું જહાજ, તે 27 માર્ચે દક્ષિણ આફ્રિકાના ડરબનથી દૂર હતું અને હમણાં જ મોરિશિયસથી નીકળ્યું હતું.

ત્રીજું “સંશોધન જહાજ”, ઝિયાન યાંગ હોંગ, 27 માર્ચના રોજ પોર્ટ એલિઝાબેથની સામે હતું અને કેપટાઉનથી સિંગાપોર જઈ રહ્યું છે. બીજું આધુનિક જહાજ 2016માં બાંધવામાં આવ્યું,  તેનું વજન લગભગ 1,600 ટન છે.

ચીની જહાજ ‘યુંગ વાંગ 5’ ગયા ઓગસ્ટમાં શ્રીલંકાના હમ્બનટોટા બંદરે લંગારવામાં આવ્યું હતું. હમ્બનટોટા બંદર ચીન દ્વારા ટાપુ રાષ્ટ્રમાં બનાવવામાં આવ્યું હતું. અહીં ચીની જહાજને લંગારવામાં આવતા ભારત અને શ્રીલંકા વચ્ચે રાજદ્વારી પ્રવૃત્તિમાં વધારો થયો હતો.

આમ, ચીન દ્વારા કોઈ ને કોઈ રીતે ભારતની સીમામાં વધતી જાસૂસીથી આ બંને દેશો વચ્ચેનાં સંબંધો પર વધુ અસર થાય તેવી શક્યતાઓને નકારી શકાય નહિ. હિન્દ મહાસાગરમાં ચીની જાસૂસી જહાજની હાજરીથી ભારતની સુરક્ષાને અસર થાય છે. ચીનનાં વધતાં પ્રભુત્વનો મુકાબલો કરવા ભારત પોતાની સમુદ્રી ક્ષમતાને વધારી રહ્યું છે.