CII લુધિયાણા ઝોન દ્વારા ZED પર વર્કશોપનું આયોજન કરાયું

લુધિયાણા ખાતે CII લુધિયાણા ઝોનની ZED (ઝીરો ડીફેક્ટ ઝીરો ઈફેક્ટ) વર્કશોપનું આયોજન થયું. આ વર્કશોપનું આયોજન MSME વિભાગ અને સિટી નીડ્સ ઈનોવેશન્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા થયું હતું. એવોન સાયકલ્સ લિમિટેડ ખાતે યોજાયેલા વર્કશોપમાં આશરે 40થી વધારે CII સભ્યોએ હાજરી આપી હતી.  CII લુધિયાણા ઝોનની અનોખી પહેલ CII લુધિયાણા ઝોનના ચેરમેન અને એવોલ સાયકલ્સ લિમિટેડના JMD […]

Share:

લુધિયાણા ખાતે CII લુધિયાણા ઝોનની ZED (ઝીરો ડીફેક્ટ ઝીરો ઈફેક્ટ) વર્કશોપનું આયોજન થયું. આ વર્કશોપનું આયોજન MSME વિભાગ અને સિટી નીડ્સ ઈનોવેશન્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા થયું હતું. એવોન સાયકલ્સ લિમિટેડ ખાતે યોજાયેલા વર્કશોપમાં આશરે 40થી વધારે CII સભ્યોએ હાજરી આપી હતી. 

CII લુધિયાણા ઝોનની અનોખી પહેલ

CII લુધિયાણા ઝોનના ચેરમેન અને એવોલ સાયકલ્સ લિમિટેડના JMD ઋષિ પાહવાએ જણાવ્યું કે, ZED સર્ટિફિકેશન MSMEમાં ઝીરો ડિફેક્ટ ઝીરે ઈફેક્ટની પ્રેક્ટિસ માટે જાગૃતિ લાવશે અને તેમને પ્રોત્સાહન મળશે.  આ સર્ટિફિકેશનથી તેમને ઈન્સેટિવ તો મળશે સાથે જ MSMEના ચેમ્પિયન બનવાનું પ્રોત્સાહન પણ મળશે.

વધુમાં તેમણે જણાવ્યું કે, CII લુધિયાણા ઝોન CII સભ્યોને ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ બનાવવા માટે આધુનિક ટેક્નોલોજી, ટૂલ્સ અને સલાહ માટે પ્રોત્સાહન પૂરુ પાડે છે.  આ તમામ થકી ઉચ્ચ ગુણવત્તાવાળી અને પર્યાવરણ પર નહિવત અસર કરે તેવા ઉત્પાદનો કરી શકાય છે.

કાર્યક્રમમાં MSMEના ડાયરેક્ટરે હાજરી આપી

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત MSMEના ડાયરેક્ટર વિરેન્દ્ર શર્માએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન પૂરી પાડી રહી છે ખાસ કરીને MSME (માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ)ને. ‘ઝીરો ડીફેક્ટ્સ’ સાથેના ઉત્પાદનો બનાવવા  અને પર્યાવરણ માટે ‘ઝીરો ઈફેક્ટ’ પૂરવાર થાય તેવા ઉત્પાદનો બનાવવા માટે સરકારની યોજના લાભદાયી બને છે.

સિટી નીડ્સ ઈનોવેશન પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર મનીત દેવને આ વર્કશોપમાં ZED સ્કીમ અંગે ઉપસ્થિત લોકોને માહિતી આપી. તેમાં રજીસ્ટ્રેશન પ્રોસેસ અને મળતા લાભોથી લોકોને અવગત કર્યા. એટલું જ નહિ MSME સભ્યોને મળતા બ્રોન્ઝ, સિલ્વર અને ગોલ્ડ સર્ટિફિકેટનું મહત્ત્વ પણ સમજાવ્યું.

આ વર્કશોપમાં CIIના પ્રસિદ્ધ સભ્ચો  MSMEના આસિસ્ટન્ટ ડાયરેક્ટ કુંદલ લાલ, સિટી નીડ્સ ઈનોવેશનના CEO પરમજીત સિંઘ, એવોન સાયકલ્સ લિમિટેડના ડૉ, દીપક જૈન સહિત અનેશ્વર નાગપાલ, શુભમ રાણા, હરિજેન્દ્ર સિંઘ, પ્રવીણ કુમાર, જસ્દીપ સિંઘ, અક્ષય અગ્રવાલ, ગુરપાલ સિંઘ, લક્ષદીપ સિંઘ, ડૉ. ધરમવીર અપ્પલે પણ પ્રખર હાજરી આપી હતી.