CJIએ વકીલોને કરી અપીલ, કહ્યું- સુપ્રીમ કોર્ટને ‘તારીખ પે તારીખ’ વાળી કોર્ટ ન બનવા દઈએ

CJI: સુપ્રીમ કોર્ટમાં કેસોને મુલતવી રાખવા અંગે CJI ડીવાય ચંદ્રચૂડે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટને તારીખ પે તારીખ વાળી કોર્ટ ન બનવા દઈ શકીએ. આ સાથે જ CJIએ વકીલોને એ પણ અપીલ કરી હતી કે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી કેસની સુનાવણી મુલતવી રાખવાની વિનંતી ન કરો. અત્યંત જરૂરી […]

Share:

CJI: સુપ્રીમ કોર્ટમાં કેસોને મુલતવી રાખવા અંગે CJI ડીવાય ચંદ્રચૂડે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટને તારીખ પે તારીખ વાળી કોર્ટ ન બનવા દઈ શકીએ. આ સાથે જ CJIએ વકીલોને એ પણ અપીલ કરી હતી કે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી કેસની સુનાવણી મુલતવી રાખવાની વિનંતી ન કરો.

અત્યંત જરૂરી હોય તો જ કેસને મુલતવી રાખવાની માંગ કરો: CJI

3 નવેમ્બર, શુક્રવારના રોજ એ કેસોની સુનાવણી થવાની હતી જે વકીલોની વિનંતી પર તરત જ સૂચિબદ્ધ કરવામાં આવી હતી. જો કે, સુનાવણી શરૂ થાય તે પહેલા જ વકીલોએ તે કેસોને સ્થગિત કરવાની માંગ કરી હતી, જેના પર CJI ડીવાય ચંદ્રચૂડે વાંધો ઉઠાવ્યો હતો. 

તેમણે બારના સભ્યોને વિનંતી કરી હતી કે તેઓ કેસોમાં જ્યારે અત્યંત જરૂરી હોય ત્યારે જ મુલતવી રાખવાની માંગ કરે. તેમણે વધુમાં કહ્યું કે આટલી મોટી સંખ્યામાં કેસ પેન્ડિંગ છે કે તેની સુનાવણી કરવામાં ઘણો સમય લાગશે.

CJI ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે માત્ર બે મહિનામાં 3,688 કેસોને મુલતવી રાખવાની માંગ કરવામાં આવી છે. જ્યારે મોટાભાગના કેસો તાત્કાલિક સુનાવણી માટે હતા. ચીફ જસ્ટિસે કહ્યું કે, અમે આને તારીખ પે તારીખ વાળી કોર્ટ ન બનવા દઈ શકીએ. જો આટલા મામલા સ્થગિત રહે તો તે કોર્ટની છબી માટે સારું નથી. નોંધનીય છે કે,‘તારીખ પે તારીખ’ એક્ટર સની દેઓલની ફિલ્મ ‘દામિની’નો એક ડાયલોગ છે.

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે એવી આશંકા વ્યક્ત કરી હતી કે કેસોને વારંવાર મુલતવી રાખવાથી નાગરિકોમાં અદાલતો પરનો વિશ્વાસ ઘટી જશે. તેમણે કહ્યું, “એક તરફ, કેસોને તાકીદની સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવે છે અને પછી તેને મુલતવી રાખવામાં આવે છે. આનાથી કોર્ટમાં જનતાનો વિશ્વાસ ઘટે છે.”

CJI ડીવાય ચંદ્રચૂડે કહ્યું, “હું કોર્ટમાં કેસ દાખલ થવાથી લઈને તે પ્રથમ સુનાવણી માટે આવે ત્યાં સુધીની પ્રક્રિયા પર દેખરેખ રાખી રહ્યો છું. જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તેમાં ઓછામાં ઓછો સમય લાગે. જો આપણે આને મારી પાસેના ડેટા સાથે સરખાવીએ તો તે દર્શાવે છે કે આજે 178 એડજર્નમેન્ટ સ્લિપ ફાઈલ કરવામાં આવી છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે સરેરાશ રોજ 154 એડજર્નમેન્ટ થાય છે. છેલ્લા બે મહીનામાં કુલ 3,688 એડજર્નમેન્ટ છે. તે કેસ દાખલ કરવા અને સુનાવણી માટે સુચિબદ્ધ કરવાના પ્રયત્નને અસફળ બનાવે છે. 

CJIએ કહ્યું કે આ સમયગાળા દરમિયાન મુલતવી રાખવામાં આવેલા કેસોની સંખ્યા લિસ્ટેડ કેસ કરતાં ત્રણ ગણી વધારે હતી. તેથી તેમણે કહ્યું કે હું બારના સભ્યોને અનુરોધ કરું છું કે જ્યાં સુધી વધુ જરૂરી ન હોય ત્યાં સુધી એડજર્નમેન્ટ ન માંગે.

Tags :