ભરૂચ, ચાંદોદમાં પૂરની સ્થિતિ બાદ સરદાર સરોવર નર્મદા નિગમની સ્પષ્ટતા

કોંગ્રેસના અનેક નેતાઓ દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે, વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર સરદાર સરોવર ડેમ સંપૂર્ણપણે ભરવા માટે પાણી રોકી રાખવામાં આવેલું અને બાદમાં એકસાથે પાણી છોડવાના કારણે ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પ્રવર્તી હતી અને લોકોની ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું હતું. વડોદરા જિલ્લાના તીર્થધામ ચાંદોદમાં પણ લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો […]

Share:

કોંગ્રેસના અનેક નેતાઓ દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે, વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર સરદાર સરોવર ડેમ સંપૂર્ણપણે ભરવા માટે પાણી રોકી રાખવામાં આવેલું અને બાદમાં એકસાથે પાણી છોડવાના કારણે ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પ્રવર્તી હતી અને લોકોની ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું હતું. વડોદરા જિલ્લાના તીર્થધામ ચાંદોદમાં પણ લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સરકારે પહેલેથી જ આ મામલે સ્પષ્ટતા કરી હતી. ત્યારે હવે સરદાર સરોવર નર્મદા નિગમ 

લિમિટેડ (SSNNL)એ પણ સત્તાવાર નિવેદન દ્વારા સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે. 

સરદાર સરોવર નર્મદા નિગમની સ્પષ્ટતા

SSNNLએ 16થી 18મી સપ્ટેમ્બર દરમિયાન શું બન્યું હતું અને કયા સંજોગોમાં પાણી છોડવું પડ્યું તેની સ્પષ્ટતા કરીને કોંગ્રેસના આરોપો પાયાવિહોણા છે અને સરદાર સરોવર ડેમમાંથી નિયમ પ્રમાણે પરિસ્થિતિને આધીન પાણી છોડવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. 

SSNNLએ જણાવ્યું હતું કે, સરદાર સરોવર ડેમ નર્મદા નદી પરનો અંતિમ ટર્મિનલ ડેમ છે માટે ઉપરવાસમાં રહેલા ઓમકારેશ્વર અને ઈન્દિરાસાગર જેવા ડેમમાંથી જ્યારે પણ પાણી છોડવામાં આવે ત્યારે તેનું નિયમન અને સંગ્રહ સરદાર સરોવર ડેમ દ્વારા જ થાય છે. ઓગસ્ટ 2023માં ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ ન નોંધાયો અને સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં નર્મદા બેસિનમાં તેનો હિસ્સો 7.72 MAF (મિલિયન એકર ફિટ) જેટલો હતો, જે ચોમાસામાં સામાન્ય રીતે 9 MAF જેટલો હોય છે. આથી 1 ઓગસ્ટના રોજ મળેલી નર્મદા કંટ્રોલ ઓથોરિટીની SSRRCની બેઠકમાં ડેમનું લેવલ 136.64 મીટર જાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે તે દિવસે 133.73 મીટર જેટલું હતું. 

બેઠક યોજાઈ ત્યારે રિવરબેડ પાવર હાઉસ ચાલુ હતું. ગુજરાત માટે ઊર્જાનિર્માણ કરતાં પણ વધુ મહત્વ પાણીના સંચયનું રહ્યું છે. તે સમયે ઉભેલા પાક બચાવવા જરૂરી હતા તેમજ આગામી 10 મહિના સુધી પીવાના અને સિંચાઈના પાણીની જરૂરિયાતોને પણ ધ્યાનમાં લેવાની હતી. માટે 6 સપ્ટેમ્બરના રોજ રિવરબેડ પાવર હાઉસ બંધ કરી દેવાયેલું.

ઉપરવાસમાં અતિભારે વરસાદને કારણે પૂર આવ્યું

સરદાર સરોવર ડેમના ઉપરવાસમાં 5થી 14 સપ્ટેમ્બર દરમિયાન ખૂબ ઓછો વરસાદ પડ્યો, 15 સપ્ટેમ્બરના રોજ મધ્યમ વરસાદ પડ્યો અને 16-17 સપ્ટેમ્બર દરમિયાન અતિભારે વરસાદ થયો. તે સમયે ઈન્દિરાસાગર ડેમ સંપૂર્ણ ભરાયેલો હતો માટે વધારાના પાણીનો સંપૂર્ણ જથ્થો સરદાર સરોવર ડેમ તરફ મોકલી આપવામાં આવ્યો. બીજી બાજુ ઈન્દિરાસાગર ડેમ અને સરદાર સરોવર ડેમ વચ્ચે અતિભારે વરસાદના કારણે પાણીનું પ્રમાણ વધ્યું અને પૂરની સ્થિતિ સર્જાઈ.

SSNNL અનુસાર 16 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11 વાગ્યે સરદાર સરોવર ડેમમાં મહત્તમ 21.75 લાખ ક્યુસેક પાણીની આવક થઈ હતી. 17 સપ્ટેમ્બર બાદ પાણી છોડવાના આરોપો મામલે નિગમે સ્પષ્ટ કર્યું હતું કે પાણી છોડવાની શરૂઆત 16 સપ્ટેમ્બરના સવારે 10 વાગ્યાથી જ કરી દેવામાં આવી હતી. ઓછામાં ઓછું નુકસાન થઈ શકે તે માટે 16થી 18મી સપ્ટેમ્બર દરમિયાન સિસ્ટમેટિક રીતે પાણી છોડવામાં આવ્યું હતું. 16 સપ્ટેમ્બર બાદ માત્ર દોઢ દિવસમાં સરદાર સરોવર ડેમની ક્ષમતાના 110 ટકા જેટલું પાણી આવ્યું માટે તેને છોડવું પડ્યું અને પૂરની સ્થિતિ નિર્માણ પામી.