ચાંદોદમાં પૂરના પાણી ઓસરતાં સાફ-સફાઈ હાથ ધરવામાં આવી, કોંગ્રેસે પૂર માટે સરકારને જવાબદાર ઠેરવી

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા વડોદરા જિલ્લાના તીર્થધામ ચાંદોદમાં પાણી ઘૂસી ગયાં હતા. ગામના અનેક ઘરોમાં એક માળ સુધી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ચાંદોદમાં પૂરના પાણી ઓસરાઈ જતા ગંદકી જોવા મળી હતી. તંત્ર સફાઈ કામગીરીમાં જોડાયું હતું.  તીર્થધામ ચાંદોદ બેટમાં ફેરવાયું હતું ચાંદોદના મલ્હારરાવ ઘાટથી સેન્ટ્રલ કો ઓપરેટીવ […]

Share:

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા વડોદરા જિલ્લાના તીર્થધામ ચાંદોદમાં પાણી ઘૂસી ગયાં હતા. ગામના અનેક ઘરોમાં એક માળ સુધી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ચાંદોદમાં પૂરના પાણી ઓસરાઈ જતા ગંદકી જોવા મળી હતી. તંત્ર સફાઈ કામગીરીમાં જોડાયું હતું. 

તીર્થધામ ચાંદોદ બેટમાં ફેરવાયું હતું

ચાંદોદના મલ્હારરાવ ઘાટથી સેન્ટ્રલ કો ઓપરેટીવ બેન્ક સુધીનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. 

ચાંદોદનો દયારામ પૂરી વિસ્તાર, ચક્રતીર્થ ઘાટ વિસ્તાર, ચંડીકા ફળિયા, કોટ ફળિયા પણ બેટમાં ફેરવાયા હતા. પાણી ઘૂસી જવાને કારણે દુકાનદારો તેમજ રહીશોને મોટા પાયે માલ સામાન તેમજ ઘરવખરીને નુકસાન થયું હતું. 

ચાંદોદના બજારોમાં પણ પાણી ઘૂસી ગયાં હતા. ચાંદોદના મુખ્ય બજારની દુકાનોમાં પાણી ભરાઈ જતા વેપારીઓમાં ચિંતા વ્યાપી ગઈ હતી. ચાંદોદ નગરમાં પાણી ઘૂસી જતાં બચાવ કામગરી શરૂ કરવામાં આવી હતી. ​​​​​નર્મદા નદીના પાણી ગામમાં ઘૂસી જતા ઠેર ઠેર કાદવ અને ગંદકી થઈ ગઈ હતી. જો કે, પાણી ઉતરવા લાગતા દુકાનદારો સહિત રહેવાસીઓ સાફ સફાઈમાં લાગ્યા હતા. 

ચાંદોદને ચમકાવવા તંત્રએ સફાઈ અભિયાન હાથ ધર્યું

તંત્રએ બજારોમાં ગંદકીને ધ્યાનમાં લઈને સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. આરોગ્ય અને સફાઈ કામગીરી કરતી ટુકડી નગરમાં સફાઈની કામગીરીમાં જોડાઈ હતી. ભારે વરસાદને કારણે છેલ્લા ચાર દિવસથી સમગ્ર નગરમાં વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. પાણી ઉતરી ગયા બાદ પણ હજુ જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું હતું.

પૂર માટે કોંગ્રેસે સરકારને જવાબદાર ઠેરવી

ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે, જેઓ રાજ્યસભાના સભ્ય પણ છે, રવિવારે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમમાંથી જંગી માત્રામાં પાણી છોડવા પર ભરૂચ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિને જવાબદાર ગણાવી હતી. જો કે સરકારે આજે પત્રકાર પરિષદમાં કોંગ્રેસના આરોપોને નકારી કાઢ્યા છે.

શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, “ભરૂચના નર્મદા ડેમમાંથી એક દિવસમાં 17 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું તે ખૂબ જ દુઃખની વાત છે. જેના કારણે ભરૂચમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો.” પાણી ઈમારતોના બીજા માળે પહોંચ્યું, જેના કારણે વ્યાપક નુકસાન થયું. આ બધું એટલા માટે થયું કારણ કે 17 સપ્ટેમ્બરે ડેમ ભરાયો હતો અને મુખ્યમંત્રી ત્યાં પૂજા કરવા ગયા હતા. છેલ્લા અઠવાડીયાથી જે પાણી વધી રહ્યું હતું તે છોડવામાં આવ્યું ન હતું અને ટર્બાઈનો બંધ કરી દેવામાં આવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, વર્ષ 1970ના પૂર બાદ તું. આ પૂરે ચાંદોદ અને પંથકના ગામોમાં વિનાશ સર્જ્યો હતો. આ વખતે પૂરમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.