CM Arvind Kejriwal આજે ED સમક્ષ હાજર નહીં થાય, મધ્યપ્રદેશમાં પંજાબના CM સાથે રોડ શો કરશે

CM Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના સમન્સમાં હાજર રહેશે નહીં અને તેના બદલે પંજાબના સીએમ ભગવંત માનની સાથે મધ્યપ્રદેશમાં એક રોડ શો કરશે. અરવિંદ કેજરીવાલે EDને તેની નોટિસને ‘ગેરકાયદેસર’ અને ‘રાજકીય રીતે પ્રેરિત’ ગણાવતો પત્ર લખ્યો હતો. EDએ 30 ઓક્ટોબરે કેજરીવાલને સમન્સ જારી કરીને 2 નવેમ્બરે ED હેડક્વાર્ટરમાં હાજર રહેવા […]

Share:

CM Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના સમન્સમાં હાજર રહેશે નહીં અને તેના બદલે પંજાબના સીએમ ભગવંત માનની સાથે મધ્યપ્રદેશમાં એક રોડ શો કરશે. અરવિંદ કેજરીવાલે EDને તેની નોટિસને ‘ગેરકાયદેસર’ અને ‘રાજકીય રીતે પ્રેરિત’ ગણાવતો પત્ર લખ્યો હતો. EDએ 30 ઓક્ટોબરે કેજરીવાલને સમન્સ જારી કરીને 2 નવેમ્બરે ED હેડક્વાર્ટરમાં હાજર રહેવા જણાવ્યું હતું. 

આ સમન્સ રાજનીતિથી પ્રેરિત છે: CM Arvind Kejriwal

સીએમ અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) ED હેડક્વાર્ટરમાં હાજર થવાના કલાકો પહેલાં, એજન્સીને ED સમન્સની માન્યતા પર સવાલ ઉઠાવતો પત્ર લખ્યો હતો. અરવિદ કેજરીવાલે કહ્યું, “આ સમન્સ નોટિસ ગેરકાયદેસર અને રાજનીતિથી પ્રેરિત છે. આ નોટિસ ભાજપના આદેશ પર મોકલવામાં આવી છે. નોટિસ એ સુનિશ્ચિત કરવા માટે મોકલવામાં આવી છે કે હું ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે ન જઈ શકું. EDએ તાત્કાલિક નોટિસ પાછી ખેંચી લેવી જોઈએ.”

આમ આદમી પાર્ટીને સીએમ અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ની ધરપકડનો ડર હતો. AAPના નેતાઓ સતત આરોપ લગાવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર રાજનીતિથી પ્રેરિત મુખ્યમંત્રી વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.

દિલ્હી સરકારના મંત્રી આતિશીએ મંગળવારે દાવો કર્યો હતો કે ED 2 નવેમ્બરે સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી શકે છે. કેજરીવાલ બાદ ઈન્ડિયા ગઠબંધનના અન્ય નેતાઓની પણ ધરપકડ કરવામાં આવશે.

વધુ વાંચો: iPhone Hacking મામલે એકસૂર થયા વિપક્ષી નેતાઓ

EDએ કાયદા હેઠળ સમન્સ પાઠવ્યા: ભાજપ

અરવિદ કેજરીવાલના પત્રનો જવાબ આપતા, ભાજપે આમ આદમી પાર્ટી પર ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આરોપ મૂક્યો હતો. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે, “આ અરવિદ કેજરીવાલના નાટકનો સમય નથી પરંતુ અરવિંદ કેજરીવાલે EDની પૂછપરછનો સામનો કરવો જોઈએ. શું અદાલતો તમારી વિરુદ્ધ છે? શું સુપ્રીમ કોર્ટ તમારી સામે બદલો લેવાની કાર્યવાહી કરી રહી છે? અને જ્યારે કોંગ્રેસના નેતાઓ નિવેદન જારી કરે છે કે તમે દારૂના કૌભાંડ માટે વ્યક્તિગત રીતે જવાબદાર છો, તો શું તેઓ પણ તમારી સામે બદલો લે છે.”

વધુ વાંચો: Manish Sisodiaને જામીન આપવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો

તેમણે વધુમાં કહ્યું કે કાયદો તેનું કામ કરી રહ્યો છે. EDએ તેમને કાયદા હેઠળ સમન્સ પાઠવ્યા છે. સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને 338 કરોડ રૂપિયાની સંભવિત સ્થાપિત મની ટ્રેઈલને ટાંકીને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો. અરવિંદ કેજરીવાલને આનો જવાબ આપવો પડશે કારણ કે તે શક્ય નથી કે મની ટ્રેઈલ વિશે તેમને જાણ ન હોય.

આ વર્ષે એપ્રિલમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ની CBI દ્વારા તેની ઓફિસમાં દારૂ કૌભાંડ કેસમાં લગભગ 9.5 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને AAP સાંસદ સંજય સિંહ દારૂ કૌભાંડ કેસમાં જેલમાં છે.