Gujarat: CM ભૂપેન્દ્ર પટેલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓને ગુજરાતમાં ફિલ્મ શૂટિંગ માટે આવવા આપ્યું આમંત્રણ

Gujarat:ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગુજરાત (Gujarat)ની ક્ષમતાઓ અને સંભાવનાઓ શોધવા માટે સમર્પિત પ્રિ-ઈવેન્ટ સમિટને સંબોધતા, ભારપૂર્વક કહ્યું હતું કે રાજ્યની સર્વવ્યાપી પ્રગતિએ પ્રવાસન ક્ષેત્રમાં નવી વૃદ્ધિની તકો ઉભી કરી છે.  ગુજરાત (Gujarat) સરકારે 2022 માં ગુજરાતની શરૂઆતની સિનેમેટિક ટુરિઝમ પોલિસી રજૂ કરી, જેનો હેતુ રાજ્યમાં ફિલ્મ નિર્માણને પ્રોત્સાહન આપવાનો છે. આ […]

Share:

Gujarat:ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગુજરાત (Gujarat)ની ક્ષમતાઓ અને સંભાવનાઓ શોધવા માટે સમર્પિત પ્રિ-ઈવેન્ટ સમિટને સંબોધતા, ભારપૂર્વક કહ્યું હતું કે રાજ્યની સર્વવ્યાપી પ્રગતિએ પ્રવાસન ક્ષેત્રમાં નવી વૃદ્ધિની તકો ઉભી કરી છે. 

ગુજરાત (Gujarat) સરકારે 2022 માં ગુજરાતની શરૂઆતની સિનેમેટિક ટુરિઝમ પોલિસી રજૂ કરી, જેનો હેતુ રાજ્યમાં ફિલ્મ નિર્માણને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રિ-ઈવેન્ટ સમિટ દરમિયાન ઉપસ્થિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓને ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની સિનેમેટિક ટુરિઝમ પોલિસીનો મહત્તમ લાભ લેવા અને ગુજરાતમાં ફિલ્મ શૂટિંગ માટે આવવા આમંત્રણ પાઠવ્યું હતું.

ગુજરાત (Gujarat)માં આગામી 69મા ફિલ્મફેર એવોર્ડ માટે પ્રિ-ઈવેન્ટ સમિટ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)એ મુંબઈના ફિલ્મ નિર્માતાઓ, કલાકારો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓને સંબોધિત કર્યા હતા.

તેમના સંબોધન દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)એ ભારપૂર્વક જણાવ્યું હતું કે  ગુજરાતમાં યોજાનાર ફિલ્મ ફેર એવોર્ડ્સ જેવી આ ઇવેન્ટ્સ રાજ્યની સિનેમેટિક અને ટુરિઝમ કૉમ્યુનિટી માટે ઐતિહાસિક અવસર સાબિત થશે.  તદુપરાંત, આવી ઇવેન્ટ્સના માધ્યમથી રાજ્યમાં ટુરિઝમ અને કલ્ચરનું પ્રમોશન, ઇવેન્ટ મેનેજમેન્ટ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં રોજગારીની નવી તકો ઊભી થશે.

તેમણે ગુજરાત (Gujarat)માં 69મા ફિલ્મફેર એવોર્ડના આયોજન માટે રાજ્યના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને વર્લ્ડવાઈડ મીડિયા વચ્ચે થયેલા એમઓયુને ગુજરાત માટે મોટી સિદ્ધિ ગણાવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટુરિઝમ દ્વારા ગુજરાતે વડાપ્રધાનના એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કર્યું છે.

તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન અનેક સિદ્ધિ પર પ્રકાશ પાડયો હતો. જેનો ઉદ્દેશ્ય ગુજરાતમાં ટુરિઝમ અને ફિલ્મ નિર્માણને વેગ આપવાનો હતો. આ ઉપરાંત ખુશ્બુ ગુજરાત કી, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ઔર કુછ દિન તો ગુજારિએ ગુજરાત મેં જેવી પહેલો તેમના નેતૃત્વ દરમિયાન શરૂ કરવામાં આવી હતી. આ કારણે જ ગુજરાત ટુરીઝમની સાથે ફિલ્મ શૂટિંગ અને ફિલ્મ નિર્માણ બંને માટે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશનનું બિરુદ મેળવ્યું છે.

ગુજરાતમાં અનેક વિશ્વ કક્ષાના ટુરીસ્ટ ડેસ્ટિનેશન ઉપલબ્ધ છે જે ફિલ્મોના શૂટિંગ માટેની ઉત્તમ સુવિધાઓ ધરાવે છે. આ સંદર્ભમાં તેમણે બ્લુ ફ્લેગ દરજ્જો પ્રાપ્ત શિવરાજપુર બીચ, સાપુતારા, ગીરના જંગલો, કચ્છનું રણ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના પ્રવાસન આકર્ષણો સ્થળોની ચર્ચા કરી હતી. ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રી રાજ્યમાં પોતાની સ્થાપના કરે છે ત્યારે તે તેની આસપાસના સમગ્ર ઈકોસિસ્ટમના વિકાસને પ્રોત્સાહન આપે છે. 

ફિલ્મ પ્રોડક્શન સાથે જોડાયેલા અગ્રણીઓએ ગુજરાતના પ્રવાસન સ્થળો તેમજ શૂટિંગ લાયક આકર્ષક સ્થળો વિશે જાણવામાં ઊંડો રસ દાખવ્યો હતો. પર્યટન સચિવ હરિત શુક્લાએ ટુરિઝમને પ્રોત્સાહન આપવા અને ફિલ્મ નિર્માણને સમર્થન આપવાના હેતુથી રાજ્ય સરકારની પહેલોની જાણકારી પૂરી પાડી હતી.