ChatGPTમાં નિષ્ણાંત હોય તેવા ઉમેદવારોની માંગમાં વધારો 

નોકરીની ખાલી જગ્યાઓ ભરવા માટે 91 ટકા જેટલી કંપનીઓ ChatGPTમાં નિષ્ણાંત હોય તેવા ઉમેદવારો લેવા માંગે છે. આટલું જ નહીં તેમણે તેઓ રૂ. 1.5 કરોડ સુધીની પણ ઓફર કરી રહી છે. તેમને લાગે છે કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ ઉત્પાદનમાં વધારો કરી શકે છે, સમય બચાવી શકે છે તેમજ કંપનીની કામગીરીમાં સુધાર લાવી શકે છે.   2022માં ChatGPT […]

Share:

નોકરીની ખાલી જગ્યાઓ ભરવા માટે 91 ટકા જેટલી કંપનીઓ ChatGPTમાં નિષ્ણાંત હોય તેવા ઉમેદવારો લેવા માંગે છે. આટલું જ નહીં તેમણે તેઓ રૂ. 1.5 કરોડ સુધીની પણ ઓફર કરી રહી છે. તેમને લાગે છે કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ ઉત્પાદનમાં વધારો કરી શકે છે, સમય બચાવી શકે છે તેમજ કંપનીની કામગીરીમાં સુધાર લાવી શકે છે. 

 2022માં ChatGPT રજૂ કરવામાં આવ્યું હતું અને આટલા ટૂંકાગાળામાં તેને ઘણી પ્રસિધ્ધિ મેળવી છે. તેને લોન્ચ કર્યું ત્યારથી ટેકનોલોજીની દુનિયામાં તે ચર્ચામાં છે. AI ChatGPT એક માણસની જેમ જ પ્રતિસાદ આપે છે તેની આ ક્ષમતાના કારણે તે લોકપ્રિય થયું છે. લોકોએ ChatGPT દ્વારા કવિતાઓ, નિબંધો લખવા તેમજ AI ChatGPT નો ઉપયોગ કરીને સંગીતની ધૂનની રચના કરવા સુધીના માર્ગો વિકસાવ્યા છે.

ChatGPT ટેક સ્પેસમાં જરૂરી બની રહ્યું છે. અને તેનો ઉપયોગ કરી શકનારા નિષ્ણાંતોની ભારે ડિમાન્ડ છે. રિઝ્યુમે બિલ્ડર દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવ્યું છે  કે, જેમની પાસે નોકરી છે તેમાંથી 91 ટકા કંપનીઓ ChatGPT નિષ્ણાંતને લેવા માંગે છે. આ કંપનીને લાગે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે તેમની ઉત્પાદકતા વધે છે તેમજ કંપનીની કામગીરી સુધરે છે. 

બિઝનેસ ઈન્સાઈડરના અહેવાલ પ્રમાણે જોબ પૂરી પાડતા પોર્ટલ લિંક્ડિન પર કંપનીઓ ChatGPTના નિષ્ણાંતને વાર્ષિક 18,000 ડોલર એટલે કે રૂ. 1.5 કરોડ સુધીનો પગાર ચૂકવે છે. 

અમેરિકાની એચઆર કંપની સ્ક્રેચ તેણે ત્યાં સિનિયર મશીન લર્નિંગ એંજિનિયર, ઓડિયોની પોસ્ટ માટે ભરતી કરી રહી છે. આ નોકરી માટે જરૂરી કૌશલ્યમાં હાલના AI ટૂલ્સ અને  ChatGPTમાં આવડતની આવશ્યકતા છે.

કંપની આ નોકરી માટે 1,25,000 થી લઈને 1,85,000 ડોલર આપવા તૈયાર છે. 

અન્ય એક કંપની AI ટૂલ ઈન્ટરફેસ AI રિમોટ મશીન એન્જિનિયરને લેવા વિચારી રહી છે કે જેને ChatGPT દ્વારા નેચરલ લેંગ્વેજ પ્રોડ્યૂસ અને અલગ લેંગ્વેજ મોડેલનો અનુભવ હોય. આ માટે તે તેના ઉમેદવારને 1,70,000 અમેરિકી ડોલર આપવા તૈયાર છે. કંપનીના સીઈઓ શ્રીનિવાસે જણાવ્યું કે, LLMનો અનુભવ આ જોબ માટે મુખ્ય જરૂરીયાત છે. જે અમારા ગ્રાહકો, બેન્કો અને ક્રેડિટ યુનિયનોને તેમના ગ્રાહકો સાથે વધુ સારી રીતે જોડવામાં મદદ કરે છે.