અયોધ્યાના રામ મંદિરમાં અભિષેક સમારોહ આવતા વર્ષે 21 જાન્યુઆરીથી યોજાશે

રામ મંદિર ટ્રસ્ટે શુક્રવારે જાહેરાત કરી હતી કે અયોધ્યામાં રામ મંદિરમાં અભિષેક સમારોહ આવતા વર્ષે 21, 22 અને 23 જાન્યુઆરીના રોજ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે સત્તાવાર રીતે આમંત્રણ આપવામાં આવશે. રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું, “રામ જન્મભૂમિનો અભિષેક સમારોહ આવતા વર્ષે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં યોજાશે. અમે આ […]

Share:

રામ મંદિર ટ્રસ્ટે શુક્રવારે જાહેરાત કરી હતી કે અયોધ્યામાં રામ મંદિરમાં અભિષેક સમારોહ આવતા વર્ષે 21, 22 અને 23 જાન્યુઆરીના રોજ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે સત્તાવાર રીતે આમંત્રણ આપવામાં આવશે.

રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું, “રામ જન્મભૂમિનો અભિષેક સમારોહ આવતા વર્ષે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં યોજાશે. અમે આ સમારોહ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત કરીશું. અગ્રણી સાધુઓ અને અન્ય મહાનુભાવો પણ હાજરી આપશે.”  

તેમણે કહ્યું, “મુખ્ય કાર્યક્રમ બિન-રાજકીય રાખવામાં આવશે. વિવિધ રાજકીય પક્ષોના મહેમાનોને પણ આમંત્રિત કરવામાં આવશે, જો તેઓ આવવાનો ઈરાદો ધરાવતા હોય તો કાર્યક્રમમાં કોઈ મંચ કે કોઈ જાહેર સભા હશે નહીં.” 

રામ મંદિર ટ્રસ્ટ આ સમારોહ માટે 136 સનાતન પરંપરાઓના 25,000થી વધુ હિન્દુ ધર્મગુરુઓને આમંત્રિત કરવાની યોજના ધરાવે છે. તેમણે કહ્યું કે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા આવા સંતોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસના હસ્તાક્ષર સાથે તેમને આમંત્રણ પત્ર મોકલવામાં આવશે.

રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે કહ્યું કે તેઓ અયોધ્યાના મોટા મઠમાં તમામ અગ્રણી સંતોને સમાવવાની યોજના ધરાવે છે.

આ કાર્યક્રમમાં લગભગ 10,000 લોકો હાજરી આપે તેવી મંદિર ટ્રસ્ટની અપેક્ષા છે. જ્યારે અભિષેક સમારોહના દિવસે શ્રદ્ધાળુઓની સંખ્યા લાખોમાં જઈ શકે છે તેથી ભીડના સંચાલન માટે જિલ્લા વહીવટીતંત્રને શ્રદ્ધાળુઓની સરળ અવરજવર સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે.

આ 25,000 સંતો 10,000 “વિશેષ અતિથિઓ”થી અલગ હશે જેઓ રામ જન્મભૂમિના પરિસરમાં અભિષેક સમારોહમાં હાજરી આપશે.

રામ મંદિરનાં ગર્ભગૃહનું કામ પૂર્ણતાના આરે

રામ મંદિરના ભૂમિપૂજનનો કાર્યક્રમ 5 ઓગસ્ટ, 2020ના રોજ COVID-19 માર્ગદર્શિકાને કારણે ખૂબ જ મર્યાદિત ધોરણે હાથ ધરવામાં આવ્યો હતો.

રામ મંદિર ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, “રામલલાનું ગર્ભગૃહ પૂર્ણતાના આરે છે. હવે જાન્યુઆરી મહિનામાં ‘પ્રાણ પ્રતિષ્ઠા’ના ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.”

રામ મંદિર ટ્રસ્ટ અયોધ્યામાં અભિષેક સમારોહ માટે આવતા ભક્તોને લગભગ એક મહિના સુધી મફત ભોજન આપવાનું આયોજન કરી રહ્યું છે.

રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયના જણાવ્યા અનુસાર, ટ્રસ્ટ જાન્યુઆરીના આખા મહિના માટે દરરોજ 75,000-1,00,000 લોકોને ભોજન આપશે.  

રામ મંદિરની વિશેષતાઓ

રામ મંદિર, જે 2019માં ભારતના સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા પછી બાંધવામાં આવ્યું હતું. રામ મંદિરનું  આર્કિટેક્ચર એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે રામ નવમી દરમિયાન, સૂર્યના કિરણો ત્રણ-ચાર દિવસ સુધી સીધા રામલલ્લા પર પડે. આ મંદિર 7.0ની તીવ્રતાના ભૂકંપનો પણ સામનો કરી શકે છે.