કોરોના ઈફેક્ટ: વકીલોએ કોર્ટમાં હાજરી આપવી જરૂરી નહીં

દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે હવે સુપ્રીમ કોર્ટ એ મહત્વની વાત કહી છે કે, કોરોનાના વધતા કેસોને  ભારતના ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડે તાજેતરમાં કહ્યું કે દેશમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા કેસોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ વકીલોને વર્ચ્યુઅલ રીતે કોર્ટમાં હાજર રહેવાની મંજૂરી આપી છે અને વીડિયો કોન્ફરન્સ દ્વારા વકીલોની દલીલો સાંભળવા તૈયાર છે. […]

Share:

દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે હવે સુપ્રીમ કોર્ટ એ મહત્વની વાત કહી છે કે, કોરોનાના વધતા કેસોને  ભારતના ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડે તાજેતરમાં કહ્યું કે દેશમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા કેસોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ વકીલોને વર્ચ્યુઅલ રીતે કોર્ટમાં હાજર રહેવાની મંજૂરી આપી છે અને વીડિયો કોન્ફરન્સ દ્વારા વકીલોની દલીલો સાંભળવા તૈયાર છે. સીજેઆઈ એ કહ્યું, ‘સમાચાર પત્રના અહેવાલો દર્શાવે છે કે કોરોનાના કેસ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો વકીલો કોર્ટમાં વર્ચ્યુઅલ રીતે હાજર થવા માંગતા હોય, તો તેઓ આમ કરી શકે છે. તેઓ હાઇબ્રિડ મોડમાં પણ કામ કરી શકે છે.ચીફ જસ્ટિસ ચંદ્રચુડ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાએ જણાવ્યું હતું કે કોર્ટ વકીલોને ‘હાઇબ્રિડ મોડ’માં એટલે પરિસરમાં અથવા ઓનલાઈન મોડ દ્વારા હાજર થવા દેવા માટે તૈયાર છે. ચીફ જસ્ટિસે કહ્યું કે અમે તમારી દલીલો વીડિયો કોન્ફરન્સ દ્વારા સાંભળી શકીએ છીએ.

ઉલ્લેખનીય છે કે છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, પુડુચેરી અને રાજસ્થાનમાં એક-એક કોરોના સંક્રમિત વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. આજરોજ સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા છેલ્લા ડેટા અનુસાર, ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના સંક્રમણના 4,435 નવા કેસ સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં કોરોના વાયરસ ફરી માથું ઊંચકી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ડરામણા આંકડા સામે આવી રહ્યા છે. કોરોના સંક્રમણના કેસમાં 46 ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે. WHOના ટેકનિકલ લીડ વિભાગના ડો. મારિયા વેને કહ્યું કે કોવિડના નવા વેરિયન્ટ સમગ્ર વિશ્વમાં સતત આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 800થી વધુ વેરિઅન્ટ મળી ચુક્યા છે.દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા 4,435 કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૨૧,૧૭૯ થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે જ્યારે વધુ ૯ મોત નોંધવામાં આવતા કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૩૦,૯૦૧ થઇ ગયો છે. 

કોરોના દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. આ કારણે ઘણા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ કોવિડ પ્રોટોકોલના નિયમો પર આગ્રહ કરવાનું શરુ કર્યું છે. અલબત્ત, વૈશ્વિક મહામારી ફરી કોઈ તબાહી ન મચાવે એ માટે દેશના નાગરિકોએ પણ સરકારને સાથ આપવો રહ્યો.