દેશનાં ચાર રાજ્યોમાં કોવિડ કેસમાં વધારો થયો

છેલ્લાં ઘણા સમયથી કોરાનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. તેમાં પણ ગુજરાત, કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં એમ ચાર રાજ્યોમાં કુલ કેસના 70 ટકા એટલે કે, 5915 જેટલા સક્રિય કેસ રવિવાર સુધીમાં નોંધાયા હોવાનું સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગનાં આકડાં દર્શાવે છે. ગુજરાતમાં કોવિડ કેસમાં વધારો જ નથી થયો પણ એકનું મૃત્યુ પણ નોંધાયું છે.  અગાઉની […]

Share:

છેલ્લાં ઘણા સમયથી કોરાનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. તેમાં પણ ગુજરાત, કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં એમ ચાર રાજ્યોમાં કુલ કેસના 70 ટકા એટલે કે, 5915 જેટલા સક્રિય કેસ રવિવાર સુધીમાં નોંધાયા હોવાનું સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગનાં આકડાં દર્શાવે છે. ગુજરાતમાં કોવિડ કેસમાં વધારો જ નથી થયો પણ એકનું મૃત્યુ પણ નોંધાયું છે. 

અગાઉની સરખામણીએ કોરોનાના આ વાયરસમાં થોડા ફેરફાર નોંધાયા છે તેમજ વધુ લોકો તેની ઝપેટમાં આવી રહ્યા છે. ધીરે ધીરે લોકો તેની સાથે જીવતા શીખી રહ્યા છે અને કેસીસમાં કામચલાઉ વધારો નોંધાઈ રહ્યો હોવાનું એમસના ભૂતપૂર્વ ડિરેક્ટર અને ગુરુગરાં સ્થિત મેન્ટલ હોસ્પિટલના અધ્યક્ષ ડૉ. રંદીપ ગુલરિયાએ જણાવ્યું હતું. 

તેમણે વધુમાં ઉમેર્યુ કે, જેમને કોરોના થવાની વધુ શક્યતા હોય તેઓએ વિશેષ કાળજી રાખવી જોઈએ. અને કોરોનાને રોકવા માટે માસ્કનો ઉપોયોગ, સમયાંતરે હાથને સાબુથી ધોવા તેમજ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. 

ગુજરાતમાં 12 માર્ચે 213 કેસ નોંધાયા હતા જેમાં 207 ટકાનો વધારો થઈ હાલમાં કેસ વધીને 655 પહોંચ્યા છે. અન્ય રાજ્યમાં આંકડા જોઈએ તો મહારાષ્ટ્રમાં 139 ટકા, કર્ણાટકમાં 19 ટકા અને કેરળમાં 15 ટકાનો વધારો નોંધાયો છે. 

ગુજરાતમાં 15 માર્ચે જે કોરોનાના કેસ 90 હતા તે 18 માર્ચે 179 પહોંચ્યા હતા. 13 માર્ચે કોરોનાના 45 કેસ હતા. જે બે દિવસમાં જ બમણા થયા છે. 

અન્ય એક નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે કોવિડ કેસમાં થોડા સમય માટે વૃધ્ધિ નોંધાઈ હોય તેમ બને કારણકે હાલમાં બહુ ઓછા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી રહી છે. તેમજ બહુ નજીવી માત્રામાં આઇસીયુમાં દાખલ કરવાની અને ઓક્સિજન સપોર્ટની જરૂર પડી રહી છે. 

આમ, હાલમાં જોવા જઇએ તો વધુ ને વધુ લોકોમાં કોરોના ફેલાઈ રહ્યો છે અને તકેદારી રાખવાની આવશ્યકતા છે.