Cyber Fraud: ઘણી વખત આપણે કોઈ પણ વસ્તુ ન સમજાય તો ગૂગલની મદદ લેવાનું પસંદ કરતા હોઈએ છીએ. મહારાષ્ટ્રની એક 47 વર્ષીય વ્યક્તિને પોતાનું ફાસ્ટેગ (FASTag) એકાઉન્ટ રિચાર્જ કરવામાં મુશ્કેલી અનુભવાઈ રહી હતી. આ કારણે તેણે ગૂગલ પર ફાસ્ટેગની કસ્ટમર કેરનો નંબર સર્ચ કર્યો હતો. જોકે આ ભૂલ તેને સાઈબર ફ્રોડ (Cyber Fraud)નો શિકાર બનાવનારી સાબિત થઈ હતી અને તેણે 2.4 લાખ રૂપિયા ગુમાવ્યા હતા.
પહેલાની સરખામણીએ ડિજિટલ યુગમાં ઠગાઈ કરવાની સરળ બની ગઈ છે અને આ કારણે જ અનેક લોકો આ પ્રકારે ઠગાઈનો ભોગ બનતા હોય છે. તેમાં ઠગાઈ કરનારી વ્યક્તિએ પોતાના ઘરની બહાર પણ નથી નીકળવું પડતું અને લોકોના બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે. છેલ્લા કેટલાક સમયથી ફાસ્ટેગ સ્કેમની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે.
વધુ વાંચો: સોશિયલ મીડિયા જોબ ભારે પડી, ગુજરાતના એક વ્યક્તિએ ઓનલાઈન સ્કેમમાં ₹12 લાખ ગુમાવ્યા
તાજેતરમાં મહારાષ્ટ્રના નાલાસોપારા ખાતે એક 47 વર્ષીય વ્યક્તિએ પોતાનું ફાસ્ટેગ એકાઉન્ટ રિચાર્જ કરાવવા માટે ગૂગલ પર સર્ચ કરીને ફાસ્ટેગ (FASTag) કસ્ટમર કેરનો નંબર મેળવ્યો હતો. જોકે તેમને કોઈ બોગસ લિંક પરથી ડુપ્લિકેટ નંબર મળ્યો હતો અને તેમણે બેંક ખાતામાં રહેલા 2.4 લાખ રૂપિયાથી હાથ ધોવાનો વારો આવ્યો હતો.
ફોન પર વાત કરનારી વ્યક્તિએ પોતાની ફાસ્ટેગના કસ્ટમર એક્ઝિક્યુટિવ તરીકે ઓળખ આપીને મદદ કરવાની તત્પરતા દાખવી હતી.
પીડિત વ્યક્તિએ કસ્ટમર કેરની વાત પર વિશ્વાસ રાખીને ફોનમાં રિમોટ કંટ્રોલવાળી એક એપ ડાઉનલોડ કરી હતી. ત્યાર બાદ તે એપ દ્વારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ તરીકે વાત કરી રહેલા વ્યક્તિએ પીડિતના ખાતામાંથી 6 ટ્રાન્ઝેક્શનમાં 2.4 લાખ રૂપિયા ઉઠાવી લીધા હતા. બાદમાં તેણે ફોન કટ કરીને તે નંબર બંધ કરી દીધો હતો. આ મામલે પીડિતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સાઈબર ફ્રોડ (Cyber Fraud)ની ફરિયાદ દાખલ કરાવી છે.
વધુ વાંચો: જામનગરના યુગલે ડિજિટલ ફ્રોડમાં 1 કરોડ રૂપિયા ગુમાવ્યા
ગત તા. 17 જુલાઈના રોજ 47 વર્ષીય વ્યક્તિને પોતાનું ફાસ્ટેગ એકાઉન્ટ રિચાર્જ કરવામાં મુશ્કેલી નડી એટલે તેમણે મદદ માટે ઓનલાઈન ફાસ્ટેગ કસ્ટમર કેરનો નંબર સર્ચ કર્યો હતો. જોકે તેમને ફેક નંબર મળ્યો હતો અને સામે પક્ષે ફોન પર વાત કરનારી વ્યક્તિએ રિમોટ એક્સેસ એપ્લિકેશન ડાઉનલોડ કરવા જણાવ્યું હતું.
એપ્લિકેશન ડાઉનલોડ થયા બાદ ફ્રોડ પીડિતના બેંક એકાઉન્ટ સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો અને તેણે 2.4 લાખ રૂપિયા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને તરત જ નબંર બંધ કરી દીધો હતો.
ફાસ્ટેગ એ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત એક ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્ટિંગ સિસ્ટમ છે. ફાસ્ટેગને ગાડીઓની વિન્ડસ્ક્રીન પર લગાવવામાં આવે છે અને તે રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન ટેક્નોલોજી દ્વારા કામ કરે છે.