Cyber scams: ગજબ!! શાકભાજી વેચનારાએ નોકરીની લાલચ આપી 6 મહિનામાં કરી 21 કરોડની ઠગાઈ

Cyber scams: ગુરૂગ્રામમાં એક 27 વર્ષીય વ્યક્તિની સાઈબર સ્કેમ્સ (Cyber scams)ના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. તેણે લોકોને વર્ક ફ્રોમ હોમ દ્વારા પૈસા કમાવવાની લાલચ આપીને આશરે 21 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. નવાઈની વાત એ છે કે, આ પ્રકારના સાઈબર સ્કેમ્સને અંજામ આપનારો યુવક પહેલા શાકભાજી વેચવાનું કામ કરતો હતો.  વધુ વાંચો… PM Modi: […]

Share:

Cyber scams: ગુરૂગ્રામમાં એક 27 વર્ષીય વ્યક્તિની સાઈબર સ્કેમ્સ (Cyber scams)ના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. તેણે લોકોને વર્ક ફ્રોમ હોમ દ્વારા પૈસા કમાવવાની લાલચ આપીને આશરે 21 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. નવાઈની વાત એ છે કે, આ પ્રકારના સાઈબર સ્કેમ્સને અંજામ આપનારો યુવક પહેલા શાકભાજી વેચવાનું કામ કરતો હતો. 

વધુ વાંચો… PM Modi: 80 કરોડ લોકોને દિવાળી ભેટ, વધુ 5 વર્ષ મળશે ફ્રી રાશન

કોવિડ મહામારી દરમિયાન ધંધો બંધ થઈ જવાના કારણે તેણે ગુનાખોરીની દુનિયામાં ઝંપલાવ્યુ હતું. આરોપીની ઓળખ સેક્ટર-9માં રહેતા ઋષભ શર્મા તરીકે સામે આવી છે. આરોપી સામે 10 રાજ્યોમાં છેતરપિંડીના 37 કેસ દાખલ છે અને તે સિવાય અન્ય 855 કેસમાં તે સહઆરોપી છે. 

6 મહિના પહેલા જ કરી હતી Cyber scamsની શરૂઆત

જાણવા મળ્યા મુજબ ઉત્તરાખંડની પોલીસ ટીમે ગત 28 ઓક્ટોબરના રોજ બેંક ખાતાઓની માહિતીના આધારે ઋષભ શર્માની ધરપકડ કરી હતી. આ ખાતાઓના નંબર તેણે પીડિતોને પૈસા ટ્રાન્સફર કરવા માટે આપેલા હતા. વધુ ચોંકાવનારી વાત એ છે કે, ઋષભ વિદેશ સ્થિત કાર્ટેલ માટે કામ કરતો હતો અને હવાલા, ક્રિપ્ટો કરન્સી દ્વારા ચીન, સિંગાપુર અને હોંગકોંગ જેવા દેશોમાં પૈસા મોકલતો હતો તે અંગે પણ તપાસ ચાલી રહી છે. 

ઋષભે માત્ર 6 મહિના પહેલા જ સાઈબર સ્કેમ્સ (Cyber scams)ની શરૂઆત કરી હતી અને માત્ર આટલા જ સમયમાં 21 કરોડ રૂપિયા એકઠા કરી લીધા હતા. આ પૈકીની મોટા ભાગની રકમ આંતરરાષ્ટ્રીય ટોળકીઓ પાસેથી કમિશન તરીકે કમાઈને મેળવી હતી. 

કોરોના દરમિયાન શાકભાજીના ધંધાને નુકસાન

પોલીસ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે કેટલાક વર્ષો પહેલા ઋષભ શર્મા ફરીદાબાદમાં શાકભાજી અને ફળ વેચવાનું કામ કરતો હતો. કોરોના મહામારી વખતે અન્ય વ્યવસાયિકોની માફક તેને પણ ભારે નુકસાન થયું હતું અને તેણે પોતાનો કારોબાર બંધ કરવો પડ્યો હતો. ત્યાર બાદ પરિવારના ભરણ-પોષણ માટે તેણે વર્ક ફ્રોમ હોમ કર્યું હતું. આ દરમિયાન જ તેની મુલાકાત એક જૂના મિત્ર સાથે થઈ હતી જે પહેલેથી જ ઓનલાઈન છેતરપિંડીના કૌભાંડમાં સામેલ હતો. 

દહેરાદૂનના ડીસીપી અંકુશ મિશ્રાએ જણાવ્યું કે, આરોપીએ માત્ર 6 મહિનામાં સાઈબર સ્કેમ્સ (Cyber scams) દ્વારા 21 કરોડ રૂપિયા કમાઈ લીધા હતા. ઓનલાઈન છેતરપિંડી માટે ઋષભને તેના મિત્રે કોલ માટે ફોન નંબરોનો એક ડેટા બેઝ અને તેમને નોકરી માટે રાજી કરવાની ટિપ્સ પૂરી પાડી હતી. ઋષભનો છેલ્લો શિકાર દેહરાદૂનના એક બિઝનેસમેન હતા જેમના સાથે 20 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. 

27 વર્ષીય આરોપીએ સૌથી પહેલા મેરિયટ બોનવોયની એક નકલી વેબસાઈટ marrittwork.com બનાવી હતી. તે સ્ટાર હોટેલ શ્રેણીની સાચી વેબસાઈટ marritt.com જેવી જ હતી. બિઝનેસમેનને શરૂમાં હોટેલ માટે રિવ્યુ લખવાનું કામ સોંપવામાં આવ્યું હતું અને બાદમાં ઈન્વેસ્ટમેન્ટ માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.