Cyclone Tej: બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન આજ સાંજ સુધીમાં ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવના

Cyclone Tej: અરબી સમુદ્રમાં વાવાઝોડું ‘તેજ’ (Cyclone Tej) ધીમે ધીમે ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ રહ્યું છે. હાલમાં ચક્રવાત તેજ યમન-ઓમાનના દરિયાકાંઠે હાજર છે. આ ચક્રવાતી તોફાનના કારણે પવનની ઝડપ 115-125 કિમી પ્રતિ કલાકથી 140 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.   ભારતીય હવામાન વિભાગ (IMD) એ અહેવાલ આપ્યો છે કે ચક્રવાતી તોફાન (Cyclone Tej)  […]

Share:

Cyclone Tej: અરબી સમુદ્રમાં વાવાઝોડું ‘તેજ’ (Cyclone Tej) ધીમે ધીમે ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ રહ્યું છે. હાલમાં ચક્રવાત તેજ યમન-ઓમાનના દરિયાકાંઠે હાજર છે. આ ચક્રવાતી તોફાનના કારણે પવનની ઝડપ 115-125 કિમી પ્રતિ કલાકથી 140 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. 

 ભારતીય હવામાન વિભાગ (IMD) એ અહેવાલ આપ્યો છે કે ચક્રવાતી તોફાન (Cyclone Tej)  ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. તે 24 ઓક્ટોબરના રોજ બપોરના સુમારે અલ ગૈદાહ (યમન) અને સલાલાહ (ઓમાન) વચ્ચેના યમન-ઓમાન દરિયાકાંઠાને પાર કરે તેવી અપેક્ષા છે. પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી(Bay of Bengal)  પર દબાણ વધી રહ્યું છે. જે વધુ તીવ્ર બનીને આજે સાંજ સુધીમાં ચક્રવાતમાં ફેરવાઈ શકે છે.

વધુ વાંચો: હવે હોમ લોન પર મળશે રાહત, સરકાર લાવી રહી છે સબસિડીની યોજના

ભારતના દરિયાકાંઠાના રાજ્યોને પણ અસર

ચક્રવાતી તોફાન તેજ યમન અને ઓમાનના દરિયાકાંઠે દૂર નથી. ઝૂમ અર્થ અનુસાર ચક્રવાત તેજની ઝડપ 175 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે. તે હિંદ મહાસાગરમાં હાજર યમનના ટાપુઓને પાર કરી ચૂક્યો છે.હિંદ મહાસાગરમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન તેજની(Cyclone Tej) તીવ્રતાના કારણે એવું માનવામાં આવતું હતું કે તે ભારતના દરિયાકાંઠાના રાજ્યોને પણ અસર કરી શકે છે. ગુજરાતને સૌથી વધુ અસર થશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે વાવાઝોડાની ગુજરાતને અસર થવાની શક્યતા ઓછી છે.

Cyclone Tejની અસર યમન અને ઓમાન બંને દેશો પર થવાની

ચક્રવાતી તોફાન તેજ(Cyclone Tej) મંગળવારે 120 કિમીની ઝડપે દરિયાકાંઠે ટકરાઈ શકે છે. જેની અસર યમન અને ઓમાન બંને દેશો પર થવાની છે. આ સમયગાળા દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. IMDએ કહ્યું છે કે આવતા સપ્તાહ સુધીમાં બંગાળની ખાડીમાં(Bay of Bengal) પ્રથમ ઉત્તર-પૂર્વ ચોમાસુ ચક્રવાત તૈયાર થઈ જશે. તેનું નામ હમૂન રાખવામાં આવ્યું છે, જેનું નામ ઈરાન દ્વારા આપવામાં આવ્યું છે. હાલની હવામાન પરિસ્થિતિઓ સંકેત આપી રહી છે કે ચક્રવાતનું નિર્માણ નિશ્ચિત છે.

વધુ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગરબા રમતી વખતે હાર્ટ એટેકથી 10 લોકોનાં મોત

પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વરસાદ 

હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળની ખાડીમાં(Bay of Bengal)  સર્જાયેલું ડીપ ડિપ્રેશન સોમવાર સાંજ સુધીમાં ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા છે. ઝૂમ અર્થ અનુસાર, તેની વર્તમાન સ્પીડ 55 કિમી પ્રતિ કલાક છે અને તે ધીમે ધીમે આગળ વધી રહી છે. જેના કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વરસાદ પડી રહ્યો છે. IMDએ કહ્યું કે આ ડીપ પ્રેશર એરિયા રવિવાર રાતથી ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. જો આપણે હવે તેના સ્થાન વિશે વાત કરીએ, તો ચક્રવાતી તોફાન તેજ(Cyclone Tej) પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં, ઓડિશાના પારાદીપથી લગભગ 400 કિલોમીટર અને પશ્ચિમ બંગાળમાં દિઘાથી લગભગ 550 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં કેન્દ્રિત છે.

આગામી 12 કલાક ખૂબ મહત્વના

બંગાળની ખાડીમાં બનેલા આ ડીપ પ્રેશર (Cyclone Tej) એરિયા માટે આગામી 12 કલાક ખૂબ મહત્વના છે. આગામી 12 કલાકમાં તે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. IMDનું કહેવું છે કે તે 25 ઓક્ટોબરની સાંજ સુધીમાં ખેપુપારા અને ચિત્તાગોંગ વચ્ચે બાંગ્લાદેશના દરિયાકાંઠાને પાર કરી શકે છે. ચક્રવાતી તોફાનને જોતા ઓડિશા સરકાર સંપૂર્ણ રીતે એલર્ટ થઈ ગઈ છે. તમામ જિલ્લા કલેક્ટરને કોઈપણ કટોકટીનો સામનો કરવા તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. સરકારે પ્રશાસનને ભારે વરસાદના કિસ્સામાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવા પણ કહ્યું છે.