DA Hike in UP: રાજ્યના સરકારી કર્મચારીઓને યોગી સરકારની દિવાળી ભેટ

DA Hike in UP: કેન્દ્ર અને અન્ય રાજ્યો દ્વારા પોતપોતાના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (7મા પગારપંચ)માં વધારો કરવામાં આવ્યો ત્યાર બાદ હવે ઉત્તર પ્રદેશ સરકારે પોતાના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની યોજના બનાવી છે. યોગી આદિત્યનાથની સરકાર રાજ્ય સરકારના કર્મચારીઓ માટે DAમાં 4%નો વધારો કરવાની યોજના બનાવી રહી છે.  વધુ વાંચો… PM Modiએ ‘ખલાસી’ […]

Share:

DA Hike in UP: કેન્દ્ર અને અન્ય રાજ્યો દ્વારા પોતપોતાના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (7મા પગારપંચ)માં વધારો કરવામાં આવ્યો ત્યાર બાદ હવે ઉત્તર પ્રદેશ સરકારે પોતાના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની યોજના બનાવી છે. યોગી આદિત્યનાથની સરકાર રાજ્ય સરકારના કર્મચારીઓ માટે DAમાં 4%નો વધારો કરવાની યોજના બનાવી રહી છે. 

વધુ વાંચો… PM Modiએ ‘ખલાસી’ ગીત માટે ગુજરાતી ગાયક આદિત્ય ગઢવીની પ્રશંશા કરી 

DA Hike in UPથી કોને મળશે લાભ? 

ઉત્તર પ્રદેશ સરકાર સમક્ષ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારા અંગેનો એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે અને તેને મુખ્યમંત્રી દ્વારા મંજૂરી આપવામાં આવે તેની રાહ જોવાઈ રહી છે. આ પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ રાજ્ય સરકારના કર્મચારીઓને DAમાં 4%નો વધારો મળશે. 

ઉત્તર પ્રદેશમાં મોંઘવારી ભથ્થામાં વધારા (DA Hike in UP)ની જાહેરાતથી યુપી સરકારના 12 લાખથી વધારે અધિક શિક્ષક/કર્મચારી અને 7 લાખ પેન્શનર્સને લાભ થશે. 

વધુ વાંચો… Dediyapada: વન વિભાગના કર્મીઓ સાથે મારપીટ મામલે ચૈતર વસાવા સામે ફરિયાદ, પત્ની-PAની ધરપકડ

ક્યારથી લાગુ થશે?

આ પ્રસ્તાવને રાજ્ય કેબિનેટની મંજૂરી મળ્યા બાદ વધેલો DA 1લી જુલાઈથી લાગુ ગણાશે, મતલબ કે યુપી સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને પાછલી અવધિનું બાકી પણ મળશે. જાણવા મળ્યા મુજબ યુપીમાં કેન્દ્રને અનુરૂપ DA વધારવા પ્રસ્તાવ કરાયો છે. 

ગત વખતે 15 મેના રોજ યોગી આદિત્યનાથની સરકારે પણ DAમાં વધારાને મંજૂરી આપી હતી. તે સમયે તેમણે જાન્યુઆરી 2023થી DAમાં વધારાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.  

કેન્દ્ર દ્વારા સરકારી કર્મીઓના DAમાં વધારો

ગત 18મી ઓક્ટોબરના રોજ કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરીને મૂળ વેતનના 46% કરવાના અને નોન ગેઝેટેડ રેલવે કર્મચારીઓ માટે 78 દિવસમાં વેતનને બોનસ રૂપે આપવાનો નિર્ણય લીધો હતો. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત (DR)માં વધારાથી ક્રમશઃ 48.67 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 67.95 લાખ પેન્શનર્સને લાભ મળશે.  

મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના વધારાના હપ્તા 1 જુલાઈ, 2023થી જાહેર કરાશે. કર્મચારીઓ અને પેન્શનર્સને મૂલ્ય વૃદ્ધિની ભરપાઈ માટે ક્રમશઃ ડીએ અને ડીઆર વર્ષમાં 2 વખત આપવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, ડીએ અને ડીઆર આ બંનેના કારણે સરકારી ખજાના પર 12,857 કરોડ રૂપિયા પ્રતિ વર્ષનો સંયુક્ત પ્રભાવ પડશે. આ વર્ષે માર્ચ અને ગત વર્ષે સપ્ટેમ્બરમાં પણ ડીએ અને ડીઆરમાં 4 ટકાનો વધારો થયો હતો. ડીએ અને ડીઆરમાં વધારો 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી લાગુ છે. 

ઠાકુરે એમ પણ જણાવ્યું હતું કે, રેલવે કર્મચારીઓને તેમના 78 દિવસના વેતન જેટલું બોનસ મળશે જેથી રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરના 11.07 લાખથી વધુ નોન ગેઝેટેડ કર્મચારીઓને લાભ મળશે.