દાઉદી બોહરા ઉત્તરાધિકારીનો કેસ : બોમ્બે હાઈકોર્ટે 2014ના દાવા પર આદેશ અનામત રાખ્યો

મુંબઈની હાઇકોર્ટે 2014 માં દાઉદી બોહરા સમુદાયનાં નેતા તરીકે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના પદ અને નિમણૂકને પડકારતી એક અરજી પર તાજેતરમાં સુનાવણી હાથ ધરી હતી અને તેનાં ચુકાદાને અનામત રાખ્યો હતો. આ કેસ શરૂઆતમાં ખુઝૈમા કુતુબુદ્દીન દ્વારા તેમના ભાઈ  અને તત્કાલીન સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીનનું 102 વર્ષની વયે જાન્યુઆરી 2014માં અવસાન થયુ ત્યારબાદ દાખલ કરવામાં આવ્યો હતો. […]

Share:

મુંબઈની હાઇકોર્ટે 2014 માં દાઉદી બોહરા સમુદાયનાં નેતા તરીકે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના પદ અને નિમણૂકને પડકારતી એક અરજી પર તાજેતરમાં સુનાવણી હાથ ધરી હતી અને તેનાં ચુકાદાને અનામત રાખ્યો હતો. આ કેસ શરૂઆતમાં ખુઝૈમા કુતુબુદ્દીન દ્વારા તેમના ભાઈ  અને તત્કાલીન સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીનનું 102 વર્ષની વયે જાન્યુઆરી 2014માં અવસાન થયુ ત્યારબાદ દાખલ કરવામાં આવ્યો હતો. બુરહાનુદ્દીનના બીજા પુત્ર મુફદ્દલ સૈફુદ્દીને સૈયદનાનું પદ સંભાળ્યું હતું.  દાવામાં તેમણે કોર્ટને તેમના ભત્રીજા સૈફુદ્દીનને સૈયદના તરીકેની ફરજો નિભાવવાથી રોકવાની માંગ કરી હતી.

તેમણે અરજીમાં જણાવ્યું કે તેમના ભાઈ બુરહાનુદ્દીનને ખાનગી રીતે તેમને ‘મઝૂન’ (સેકન્ડ ઇન કમાન્ડ) તરીકે નિયુક્ત કર્યા હતા અને 10 ડિસેમ્બર, 1965ના રોજ મઝૂનની જાહેરાત પહેલા ગુપ્ત “નાસ” (ઉત્તરધિકાર) દ્વારા ખાનગી રીતે તેમને તેમના અનુગામી તરીકેની જાહેરાત કરી હતી. 

જો કે, જ્યારે 2016 માં 102  વર્ષની વયે જ્યારે કુતુબુદ્દીનનું મૃત્યુ થયું ત્યારે તેમના પુત્ર તાહેરે તેમની કામગીરી સંભાળી લીધી હતી અને એવો દાવો કર્યો કે, તેમના મૃત્યુ પહેલા તેમણે આ પદ માટે તેમની નિયુક્તિ કરી હતી. જજ ગૌતમ પટેલે  આ કેસની સુનવણી હાથ ધરી હતી અને તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. 

PM મોદીએ અનેક વાર તેમના ભાષણમાં બોહરા સમુદાયના વખાણ કર્યા હતા. તેમણે બોહરા સમુદાયની દેશભક્તિ, વ્યવસાયમાં ઈમાનદારીની પ્રશંસા કરી છે. તેઓ એમ પણ જણાવે છે કે, મારો અને બોહરા સમુદાયનો સંબંધ ઘણો જૂનો છે. ગુજરાતનું ભાગ્યે જ એવું કોઈ ગામ મળશે જ્યાં તમને બોહરા સમુદાયના વેપારીઓ નહીં મળે. નરેન્દ્ર મોદી જ્યારે  ગુજરાતના CM હતા ત્યારે તેમણે બોહરા સમુદાય માટે વ્યાપાર નિયમો અને નિયમો હળવા કર્યા હતા. તેમની પહેલ પછી જ બોહરા સમુદાય મોદીની નજીક આવ્યો.

અત્રે ઉલ્લેખનીય છે કે બોહરા સમુદાયના મૂળ ઇજિપ્ત અને યમન હોવાનું માનવામાં આ બોહરા સમુદાય 450 વર્ષ પહેલા ગુજરાતમાં સ્થાયી થયા હતા. બોહરા સમુદાયના ઘણા લોકો અસ્ખલિત ગુજરાતી બોલે છે. વળી,  બોહરા સમાજના ધર્મગુરુ ખાસ ફરમાન પણ કરે છે કે તમે ક્યારેય કોઈ પણ ગુનાહિત પ્રવૃતિ ન કરતા. તમે જે દેશમાં રહો છો તેની જ સરકારના નિયમોનું પાલન કરો. ગેરપ્રવૃતિ ના કરો અને ખોટી રીતે હલાલ ના કરો. કોઈ પણ એવું કામ ન કરો કે જેનાથી કાનૂનના નિયમોનો ભંગ થાય.