Dediyapada: વન વિભાગના કર્મીઓ સાથે મારપીટ મામલે ચૈતર વસાવા સામે ફરિયાદ, પત્ની-PAની ધરપકડ

Dediyapada: વન વિભાગ દ્વારા દાખલ કરવામાં આવેલ ફરિયાદના આધારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા (Dediyapada)થી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીને ઘરે બોલાવીને તેમને ધાકધમકી આપીને મારપીટ કરવાનો આરોપ છે. એફઆઈઆર દાખલ થયા બાદ પોલીસે ચૈતર વસાવાના પત્ની, PA અને અન્ય એક વ્યક્તિની […]

Share:

Dediyapada: વન વિભાગ દ્વારા દાખલ કરવામાં આવેલ ફરિયાદના આધારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા (Dediyapada)થી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીને ઘરે બોલાવીને તેમને ધાકધમકી આપીને મારપીટ કરવાનો આરોપ છે. એફઆઈઆર દાખલ થયા બાદ પોલીસે ચૈતર વસાવાના પત્ની, PA અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી છે. જ્યારે ચૈતર વસાવા હાલ ફરાર છે અને તેમનો ફોન પણ સ્વિચ ઑફ આવી રહ્યો છે.

Dediyapadaનો વિવાદ શું છે?

હકીકતે ડેડીયાપાડાની ફુલસર રેન્જમાં કોલિવાડા ગામ ખાતે આવેલા સંરક્ષિત જંગલમાં કેટલાક ખેડૂતોએ ખેતી કરી હતી. આ કારણે વન વિભાગના કર્મચારીઓએ ખેડૂતોને ગેરકાયદેસર રીતે ખેતી ન કરવા માટે સમજાવ્યા હતા અને વન વિભાગની જમીનો પરનું દબાણ હટાવી લીધું હતું. 

વધુ વાંચો: એક વર્ષ બાદ ઓરેવા કંપનીના મેનેજરને મળ્યા શરતી જામીન

આ મામલે ખેડૂતોની રજૂઆત બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava)એ વન વિભાગના કર્મચારીઓને પોતાના નિવાસ સ્થાને વાતચીત માટે બોલાવ્યા હતા. જ્યાં ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને ખેડૂતોને ન રોકવા માટે ધમકી આપી હતી, પોતાની પાસે રહેલા હથિયાર વડે હવામાં ફાયરિંગ કર્યું હતું અને ખેડૂતોને રોકડ રકમ ચુકવવા ફરમાન કર્યું હતું.

નોંધનીય છે કે, વન વિભાગની જમીન પર સરકારી મંજૂરી વગર ખેતી ન કરી શકાય અને આ અંગે અગાઉ સૂચનાઓ આપવા છતા કેટલાક ખેડૂતોએ ખેતી કરી હતી માટે વન વિભાગના કર્મચારીઓને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. જોકે આ સમગ્ર ઘટના બાદ ચૈતર વસાવાના સમર્થકોએ ડેડીયાપાડા બંધનું એલાન આપ્યું હતું જેનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.

વધુ વાંચો: Andhra Pradeshમાં જાતિ આધારિત વસ્તી ગણતરીના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી મળી

વન વિભાગના કર્મચારીઓની ફરિયાદ

વન વિભાગના કર્મચારીઓએ આ મામલે ડેડીયાપાડા (Dediyapada) પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય સહિત 4 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરીને ધારાસભ્યના પીએ જીતેન્દ્ર વસાવા, ધારાસભ્યના પત્ની અને જિલ્લા પંચાયતના સભ્ય શકુંતલાબેન અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જોકે આ મામલે ફરિયાદ દાખલ થયા બાદ ચૈતર વસાવા ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને તેમની શોધખોળ ચાલુ છે. 

ધારાસભ્ય દ્વારા સત્તાનો દુરૂપયોગ

ધારાસભ્ય ચૈતર વસાવાએ (Chaitar Vasava) વન વિભાગના કર્મચારીઓને 30 ઓક્ટોબરના રોજ પોતાના નિવાસ સ્થાને બોલાવીને તેમના સાથે મારપીટ કરી હતી અને ધાકધમકીથી ખેડૂતોને પૈસા આપવા દબાણ કર્યું હતું. સાથે જ પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

બીજા દિવસે ચૈતર વસાવાના પીએ જીતેન્દ્ર વસાવાએ ફરી વન વિભાગના કર્મચારીઓનો સંપર્ક કર્યો હતો અને ખેડૂતોને પૈસા આપવા માગણી કરી હતી જેથી વન વિભાગના કર્મચારીઓએ એક ખેડૂતને પૈસા પહોંચાડી પણ દીધા હતા. જોકે બાદમાં તેમણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને ચૈતર વસાવા સામે રાયોટિંગ, સરકારી કર્મચારી પર હુમલો, એક્સટોર્શન (ખંડણી) અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Tags :