Deep Fake Video Case: રશ્મિકા મંદાના સાથેના બનાવ બાદ સોનાલી સેગલે પણ વર્ણવી આપવીતી

Deep Fake Video Case: અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક ડીપ ફેક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. અભિનેત્રી રશ્મિકા મંદાનાએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને અન્ય મહિલાના શરીર પર પોતાનો ચહેરો ચોંટાડીને દર્શાવતી વાયરલ ક્લિપથી દુઃખ થયું હોવાનું જણાવ્યું હતું. ત્યારે રશ્મિકાના ડીપ ફેક વીડિયો કેસ (Deep Fake Video Case) બાદ અભિનેત્રી સોનાલી સેગલે પણ […]

Share:

Deep Fake Video Case: અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક ડીપ ફેક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. અભિનેત્રી રશ્મિકા મંદાનાએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને અન્ય મહિલાના શરીર પર પોતાનો ચહેરો ચોંટાડીને દર્શાવતી વાયરલ ક્લિપથી દુઃખ થયું હોવાનું જણાવ્યું હતું. ત્યારે રશ્મિકાના ડીપ ફેક વીડિયો કેસ (Deep Fake Video Case) બાદ અભિનેત્રી સોનાલી સેગલે પણ પોતાની સાથેનો આ પ્રકારનો અનુભવ શેર કર્યો છે. 

વધુ વાંચો: રશ્મિકા મંદાના બાદ હવે Katrina Kaif  ડીપફેકનો શિકાર બની

Deep Fake Video Case બાદ અન્ય અભિનેત્રીએ વર્ણવી આપવીતી

પ્યાર કા પંચનામા ફેમ અભિનેત્રી સોનાલી સેગલે પણ રશ્મિકા મંદાનાના ડીપ ફેક વીડિયો કેસ મામલે રિએક્શન આપ્યું છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન સોનાલીએ જણાવ્યું હતું કે, તે પોતે પણ આનો ભોગ બની ચુકી છે. તેની સાથે આ પ્રકારની હરકત તસવીરો રૂપે કરવામાં આવી હતી. 

સોનાલીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં તેના સાથે પણ આ પ્રકારની ઘટના બની હતી અને તેના મોર્ફ્ડ ફોટો વાયરલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેના મમ્મીના ધ્યાનમાં આ વાત આવી હતી અને તેમણે આ કેવા ફોટો છે તેમ સવાલ કર્યો હતો. તેમના માટે આ રીતે મોર્ફ્ડ ફોટો બની શકે તે સમજી શકવું જ અઘરૂં થઈ પડ્યું હતું. 

સોનાલીએ દક્ષિણની અભિનેત્રી રશ્મિકા મંદાનાના ડીપ ફેક વીડિયો કેસ (Deep Fake Video Case) મામલે જણાવ્યું કે, તે ખૂબ જ ભયજનક વાત છે અને તેના સામે પગલા લેવાવા જોઈએ. તેણે આ પ્રકારની ઘટનામાં ત્વરિત કાર્યવાહીની પણ માગણી કરી હતી. સોનાલીએ જણાવ્યું હતું કે, એક છોકરી તરીકે અને એક માણસ તરીકે તેને અસુરક્ષા અનુભવાઈ રહી છે કારણ કે, ઓનલાઈન હોય તે દરેક વસ્તુ સાથે કંઈ પણ બની શકે છે. સોશિયલ મીડિયા, ગૂગલ અને ફોનમાં આપણી ઘણી જિંદગી સમેટાયેલી છે ત્યારે આ ચિંતાજનક વાત કહી શકાય. 

નાગા ચૈતન્ય અને મૃણાલ ઠાકુર જેવા અન્ય ઘણા સેલેબ્સે પણ રશ્મિકાના ડીપ ફેક વીડિયો કેસ પછી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. 

વધુ વાંચો: Deep Fake Video Case: રશ્મિકા મંદાનાનો વીડિયો વાયરલ થયા બાદ એક્શનમાં આવી સરકાર

રશ્મિકા મંદાનાના કેસ બાદ સરકાર એક્શનમાં

અભિનેત્રી રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયોએ સોશિયલ મીડિયાની સાથે સાથે સરકારને પણ હલબલાવી દીધી છે. એક્શનમાં આવેલી સરકારે એડવાઈઝરી જારી કરીને સોશિયલ મીડિયા કંપનીઓને કડક સૂચના આપી છે. અભિનેત્રીએ પોતે પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા બનાવટી વીડિયો અંગે ચિંતા વ્યક્ત કરી છે. તે સિવાય અન્ય બોલિવુડ સેલિબ્રિટી દ્વારા પણ આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. 

ડીપફેક વીડિયો કેસ (Deep Fake Video Case)ની ગંભીરતા સામે આવ્યા બાદ ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે સોશિયલ મીડિયા કંપનીઓ માટે એડવાઈઝરી જારી કરીને વર્તમાન એડવાઈઝરીની યાદ અપાવી છે. આવુ કરવા પર 3 વર્ષ સુધીની કેદ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.