Deepotsav 2023: નવા વર્લ્ડ રેકોર્ડ માટે અયોધ્યા સજ્જ, 21 લાખ દીવડાથી ઝગમગી ઉઠશે રામનગરી

Deepotsav 2023: ઉત્તર પ્રદેશની યોગી સરકાર ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં સાતમા દીપોત્સવ દરમિયાન 21 લાખ દીવડા પ્રગટાવીને ફરી એક વાર નવો વિક્રમ સ્થાપવાની તૈયારીઓ કરી રહી છે. આ વખતનો દીપોત્સવ (Deepotsav 2023) ઐતિહાસિક હોવાની સાથે જ વિશ્વ સ્તરે નવો રેકોર્ડ પણ સ્થાપશે.  આ સાથે જ રામમંદિર નિર્માણ સમિતિ દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવ બાદ લોકો […]

Share:

Deepotsav 2023: ઉત્તર પ્રદેશની યોગી સરકાર ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં સાતમા દીપોત્સવ દરમિયાન 21 લાખ દીવડા પ્રગટાવીને ફરી એક વાર નવો વિક્રમ સ્થાપવાની તૈયારીઓ કરી રહી છે. આ વખતનો દીપોત્સવ (Deepotsav 2023) ઐતિહાસિક હોવાની સાથે જ વિશ્વ સ્તરે નવો રેકોર્ડ પણ સ્થાપશે. 

આ સાથે જ રામમંદિર નિર્માણ સમિતિ દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવ બાદ લોકો ઘરેબેઠા આ દીપોત્સવમાં જોડાય તેવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે. સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાના પત્ર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Deepotsav 2023 માટે અયોધ્યા સુસજ્જ

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તર પ્રદેશની યોગી સરકાર અયોધ્યામાં ભવ્ય અને ઐતિહાસિક દીપોત્સવની ઉજવણી માટે તૈયાર છે. તેના અંતર્ગત ‘રામ કી પૈડી’ સહીત સમગ્ર રામનગરીમાં 21 લાખ દીવા પ્રગટાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 

વર્ષ 2017થી દર વર્ષે દીપોત્સવની ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ત્યારે અયોધ્યાના 7મા દીપોત્સવ (Deepotsav 2023)માં યોગી સરકાર 21 લાખ દીવડા પ્રગટાવીને દર વર્ષની જેમ જ નવો વિક્રમ સર્જવાની તૈયારી કરી રહી છે.

વધુ વાંચો: Mumbai Pollution ને ટાળવા બોમ્બે હાઈકોર્ટનો આદેશ- હવે રાત્રે 8-10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે

પર્યટન મંત્રીનું નિવેદન

યુપી સરકાર દિવાળીના આ પ્રસંગને ભવ્ય બનાવવા માટે કોઈ કસર નથી છોડી રહી. આ સંદર્ભમાં વારાણસી પહોંચેલા ઉત્તર પ્રદેશના પર્યટન મંત્રી જયવીર સિંહે કાર્યક્રમ વિશે મહત્વની વાત કરી હતી. જયવીર સિંહે જણાવ્યું હતું કે, આપણે આપણા જ રેકોર્ડ તોડવા માટે જાણીતા છીએ અને આ વખતે પણ અયોધ્યામાં દીપોત્સવની ઉજવણી ખૂબ જ ભવ્ય અને શાનદાર હશે. 

આ ઉજવણી 2017થી સતત ચાલી રહી છે. પાછલી વખતે અમે 17 લાખથી વધુ દીવા પ્રગટાવ્યા હતા અને આ વખતે અમારો જ રેકોર્ડ તોડીને અમે ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં 21 લાખથી વધુ દીવા પ્રગટાવીશું.

વધુ વાંચો: Aditya-L1 મિશનને મળી પહેલી મોટી સફળતા, સોલાર ફ્લેયર્સની પ્રથમ હાઈ એનર્જી એક્સ-રે તસવીર લીધી

લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ યોજાશે

પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું કે, 2017માં સરકાર બન્યા બાદ અયોધ્યા શહેરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો તરીકે લેસર શો અને લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવે છે અને આગામી વર્ષોમાં પણ આ આયોજન ચાલુ રહેશે. તેના દ્વારા લોકોને આપણા સાંસ્કૃતિક વારસાની સીધી ઝલક મળે છે અને આ હંમેશા ચાલુ રાખવામાં આવશે. 22મી જાન્યુઆરીએ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવશે અને તેની તૈયારીઓ પણ જોરશોરથી કરવામાં આવી રહી છે.

આ વર્ષે અયોધ્યાનો દીપોત્સવ (Deepotsav 2023) ખૂબ જ ખાસ બનવાનો છે. ઘણા વર્ષોના સંઘર્ષ બાદ આખરે રામલલ્લાનું ભવ્ય મંદિર પૂર્ણ થઈ રહ્યું છે. માટે આ વર્ષે અયોધ્યાનો દીપોત્સવ પણ ઘણો અલગ રહેવાનો છે. આ વર્ષે દીપોત્સવ 11 નવેમ્બર (શનિવાર)ના રોજ યોજાશે, પરંતુ તેની તૈયારીઓ 8 નવેમ્બરથી શરૂ કરી દેવાઈ હતી.