defamation case: ગુજરાતીઓને ઠગ કહેવા મામલે તેજસ્વી યાદવને 4 નવેમ્બરે હાજર રહેવા સમન

defamation case: અમદાવાદની મેટ્રો કોર્ટે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ (Tejashwi Yadav)ને પ્રાઈવેટ ચેનલના ટેલિકાસ્ટમાં ગુજરાતીઓને ઠગ કહેવા અંગેના બદનક્ષી કેસ (defamation case) મામલે આગામી 4 નવેમ્બરના રોજ હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યા છે.  13મી ઓક્ટોબરના રોજ કોર્ટની કાર્યવાહી દરમિયાન સમગ્ર રાજ્યમાંથી ઉપસ્થિત રહેલા 15 જેટલા સાક્ષીઓની ચકાસણી કરાઈ હતી. અમદાવાદ મેટ્રો કોર્ટે (Ahmedabad Metro […]

Share:

defamation case: અમદાવાદની મેટ્રો કોર્ટે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ (Tejashwi Yadav)ને પ્રાઈવેટ ચેનલના ટેલિકાસ્ટમાં ગુજરાતીઓને ઠગ કહેવા અંગેના બદનક્ષી કેસ (defamation case) મામલે આગામી 4 નવેમ્બરના રોજ હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યા છે. 

13મી ઓક્ટોબરના રોજ કોર્ટની કાર્યવાહી દરમિયાન સમગ્ર રાજ્યમાંથી ઉપસ્થિત રહેલા 15 જેટલા સાક્ષીઓની ચકાસણી કરાઈ હતી. અમદાવાદ મેટ્રો કોર્ટે (Ahmedabad Metro Court) સાક્ષીઓને સાંભળ્યા બાદ પ્રાથમિક દૃષ્ટિએ ગુનો બનતો હોવાનું સ્વીકાર્યું હતું. 

defamation caseમાં હાજરીમાં મુક્તિ ગ્રાહ્ય

અમદાવાદના રહેવાસી હરેશ મહેતાએ મેટ્રો કોર્ટમાં રાષ્ટ્રીય જનતા દળના (RJD) નેતા તેજસ્વી યાદવ વિરુદ્ધ આઈપીસીની કલમ 499, 500 હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. બદનક્ષી કેસ (defamation case) મામલે 13મી ઓક્ટોબરના રોજ કોર્ટની કાર્યવાહીમાં તેજસ્વી યાદવ તરફથી તેમના વકીલ સોમનાથ વત્સ હાજર રહ્યા હતા. 

સોમનાથ વત્સના અસીલે સમન્સ સંદર્ભે તે દિવસ પૂરતી હાજરીમાં મુક્તિ માગી હતી જેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી અને 4 નવેમ્બરના રોજ પ્લી-રેકોર્ડ કરવા જણાવ્યું હતું. 

તેજસ્વી યાદવ સમન્સને ઉપલી અદાલતમાં પડકારે તેવી શક્યતા

તેજસ્વી યાદવ (Tejashwi Yadav) હવે 4 નવેમ્બરના રોજ મેટ્રો કોર્ટમાં ઉપસ્થિત રહીને પ્લી-રેકોર્ડ કરાવે અથવા મેટ્રો કોર્ટનાં સમન્સને અરવિંદ કેજરીવાલની જેમ ઉપરની અદાલતમાં પડકારે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે મેટ્રો કોર્ટે અરવિંદ કેજરીવાલને ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં સમન્સ પાઠવ્યા હતા જેને કેજરીવાલે સિટી સિવિલ કોર્ટમા પડકાર્યા હતા. તે કેસમાંપણ સોમનાથ વત્સ જ તેમના વકીલ હતા.

વધુ વાંચો: ગુજરાતીઓને ઠગ કહેવા મામલે તેજસ્વી યાદવને અમદાવાદ મેટ્રો કોર્ટનું સમન્સ મળ્યું જ નહીં, અરજદારે ફરી મોકલ્યું સમન્સ

બદનક્ષી કેસનો ઘટનાક્રમ

તેજસ્વી યાદવને બદનક્ષીના કેસમાં સૌથી પહેલા 28મી ઓગષ્ટના રોજ સમન્સ પાઠવીને 22મી સપ્ટેમ્બરના રોજ હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું. જોકે કોઈ કારણોસર તેજસ્વી યાદવ સુધી સમન્સ પહોંચ્યું જ ન હતું. અરજદારને જાણવા મળ્યું હતું કે, કોર્ટમાંથી સમન્સ ઈસ્યુ થયા બાદ બિહારમાં તેજસ્વી યાદવ સુધી પહોંચ્યું જ નથી. ત્યાર બાદ કોર્ટે તે પ્રાઈવેટ ફરિયાદ હોવાથી અરજદારે જ સમન્સ મોકલવું પડશે તેમ જણાવ્યું હતું. 

વધુ વાંચો: બિહારમાં પત્રકાર વિમલ યાદવની ઘરની બહાર બોલાવીને હત્યા, પોલીસે 4 શકમંદની ધરપકડ કરી

Tejashwi Yadav શું બોલ્યા હતા?

તેજસ્વી યાદવ વિરૂદ્ધની ફરિયાદમાં એવી રજૂઆત કરાઈ હતી કે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ એક જવાબદાર વ્યક્તિ છે. તેમણે થોડા સમય પહેલાં મીડિયા સમક્ષ નિવેદન કર્યું હતું કે ‘જો ભી દો ઠગ હૈના, ઠગ કો અનુમતી જો હૈ, આજ દેશ કી હાલાત મેં દેખા જાયે તો સિર્ફ ગુજરાતી હી ઠગ હો સકતે હૈ, હો શકે ઠગ કો માફ કિયા જાયેગા, એલ.આઈ.સી. કા રૂપિયા, બેંક કા રૂપિયા દે દો ફીર વો લોગ લે કે ભાગ જાયેંગે, તો કૌન જિમ્મેવાર હોગા.’

અમદાવાદ મેટ્રો કોર્ટમાં તેજસ્વી યાદવ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરનારા હરેશ મહેતા ઓલ ઈન્ડિયા એન્ટી કરપ્શન એન્ડ ક્રાઈમ પ્રિવેન્શન કાઉન્સિલ સંસ્થાના ઉપપ્રમુખ છે.