ચેસ વર્લ્ડ કપની અંતિમ બાજી હારીને પણ છવાઈ જનારા પ્રજ્ઞાનંદની પ્રેરણાદાયી કહાની

ચેસ વર્લ્ડ કપમાં વિશ્વના નંબર વન ખેલાડી મૈગ્નસ કાર્લસને ભારતના 18 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદને હરાવીને કરોડો ભારતીયોનું દિલ તોડ્યું છે. કાર્લસને ફાઈનલમાં ભારતના યુવા ખેલાડી પ્રજ્ઞાનંદને 1.5-0.5થી હરાવ્યો હતો. જોકે પ્રજ્ઞાનંદે કાર્લસનને જોરદાર ટક્કર આપી હતી. રમેશબાબુ પ્રજ્ઞાનંદે FIDE ચેસ વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ગુરૂવારે વિશ્વના નંબર 1 ખેલાડી મૈગ્નસ કાર્લસન સાથેની રમત સમાપ્ત […]

Share:

ચેસ વર્લ્ડ કપમાં વિશ્વના નંબર વન ખેલાડી મૈગ્નસ કાર્લસને ભારતના 18 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદને હરાવીને કરોડો ભારતીયોનું દિલ તોડ્યું છે. કાર્લસને ફાઈનલમાં ભારતના યુવા ખેલાડી પ્રજ્ઞાનંદને 1.5-0.5થી હરાવ્યો હતો. જોકે પ્રજ્ઞાનંદે કાર્લસનને જોરદાર ટક્કર આપી હતી.

રમેશબાબુ પ્રજ્ઞાનંદે FIDE ચેસ વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ગુરૂવારે વિશ્વના નંબર 1 ખેલાડી મૈગ્નસ કાર્લસન સાથેની રમત સમાપ્ત થયા પછી પોતાના પરિવારજનો સાથે ફોનમાં વાત કરી હતી. ફોનમાં 18 વર્ષીય રમેશબાબુ પ્રજ્ઞાનંદના અવાજમાંથી સ્પષ્ટ નિરાશા ઝળકી રહી હતી. જોકે ચેન્નાઈથી ફોનમાં સામે વાત કરી રહેલા તેના બહેન અને પિતાએ તે ઘણું લાંબુ રમ્યો તેનો આનંદ દર્શાવીને જર્મનીમાં યોજાનારી આગામી ચેમ્પિયનશિપ વિશે યાદ અપાવી તેનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. 

પ્રજ્ઞાનંદની બહેન પણ પ્રોફેશનલ ચેસ પ્લેયર

તાજેતરના સમયમાં સૌથી વધુ જોવાયેલા ચેસ પ્લેયરના પરિવારમાં, ખોટી ચાલ વિજયી વ્યક્તિઓ જેટલી જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે એક આજીવન પાઠ બની રહે છે ચેસમાં પણ અને જીવનમાં પણ. પ્રજ્ઞાનંદની બહેન આર વૈશાલી પોતે પણ એક પ્રોફેશનલ પ્લેયર છે. વૈશાલીની આખો દિવસ ટીવીમાં કાર્ટૂન જોવાની લત છોડાવવા માટે તેના માતા-પિતાએ તેને ચેસ તરફ વાળી હતી. આમ તેણે પોતાના નાના ભાઈને પણ ચેસની ચાલો શીખવી દીધી હતી. તે સમયે પ્રજ્ઞાનંદની ઉંમર માત્ર 2.5 વર્ષની હતી. ત્યારથી આજ સુધીના કુલ 15 વર્ષોમાં પ્રાગ ખૂબ લાંબો રસ્તો કાપીને આગળ વધ્યા છે. 

પ્રજ્ઞાનંદ હાર-જીતને માથા પર નથી લેતો

વૈશાલીએ જણાવ્યું હતું કે, “તે આટલો આગળ આવ્યો તેનો અમને ખૂબ જ ગર્વ છે. આ એક નોક આઉટ ઈવેન્ટ છે અને કંઈ પણ બની શકે છે. આ ખૂબ અણધારી રમત છે. અંતિમ મેચમાં પણ તે ખૂબ સારી રીતે ફાઈટ આપી રહ્યો હતો. પ્રાગ માટે રમતના પરિણામો મહત્વ ધરાવે છે પણ તેના મન પર તેનું પ્રભુત્વ નથી આવી જતું. તે ખૂબ શાંત છે અને હાર-જીતને માથા પર નથી ચઢવા દેતો. તેને ચેસ રમવાનો શોખ છે પણ પરિણામોને તે મન પર નથી લેતો.” 

પિતા રમેશબાબુ માટે, ચેસની ગૂંચવણો કરતાં ખોરાક અને ઊંઘની ચિંતા વધુ મહત્વની છે. તેમણે જણાવ્યું હતું કે, “હું ક્યારેય મારા પુત્રને રમતને લગતી કોઈપણ બાબતમાં સલાહ આપતો નથી. હું તેને સારો ખોરાક લેવાની અને આરામ કરવાની સલાહ આપું છું.” 

પ્રજ્ઞાનંદ વર્ષ 2018માં માત્ર 12 વર્ષની ઉંમરે જ ગ્રાન્ડમાસ્ટર બની ગયો હતો. તે ભારતનો સૌથી યુવાન ગ્રાન્ડમાસ્ટર બન્યો હતો. આ મામલે તેણે વિશ્વનાથ આનંદને પણ પાછળ છોડી દીધા હતા. પ્રજ્ઞાનંદના પિતા રમેશબાબુ બેંકમાં કામ કરે છે અને પોલિયો થવા છતાં તેમણે હિંમત ન હારી અને બાળકોનું સારી રીતે પાલન-પોષણ કર્યું છે.