દિલ્હી એરપોર્ટ બન્યું વિશ્વનું નવમું સૌથી વ્યસ્ત એરપોર્ટ

દિલ્હી એરપોર્ટને લઈ એક રિપોર્ટ જાહેર કરાયો છે. તાજેતરના સમયમાં ફલાઇટ (એવિયેશન સેક્ટર) દ્વારા મુસાફરી કરતા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. આ કારણે ભારતમાં એરપોર્ટ પરથી ઓપરેટ થતી ફલાઈટ્સની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે  એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) દ્વારા દર વર્ષ દરમિયાન વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદી બહાર પાડવામાં આવે […]

Share:

દિલ્હી એરપોર્ટને લઈ એક રિપોર્ટ જાહેર કરાયો છે. તાજેતરના સમયમાં ફલાઇટ (એવિયેશન સેક્ટર) દ્વારા મુસાફરી કરતા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. આ કારણે ભારતમાં એરપોર્ટ પરથી ઓપરેટ થતી ફલાઈટ્સની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે  એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) દ્વારા દર વર્ષ દરમિયાન વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદી બહાર પાડવામાં આવે છે. જેમાં  ભારતનું દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ વર્ષ 2022ના વર્ષ દરમિયાન વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં નવમા ક્રમે સ્થાન ધરાવે છે. એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) ના ડેટા અનુસાર, દિલ્હી એરપોર્ટે આ સમયગાળા દરમિયાન કુલ 5.94 કરોડ મુસાફરોએ મુલાકાત લીધી હતી. 

એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) એ જણાવ્યું હતું કે 2022 માટે વિશ્વના ટોચના 10 સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદીમાં હાર્ટ્સફિલ્ડ-જેક્સન એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ (ATL, 93.7 મિલિયન મુસાફરો) સાથે ટોચ પર છે. તે પછી ડલ્લાસ ફોર્ટ વર્થ એરપોર્ટ (DFW, 73.4 મિલિયન મુસાફરો, ડેનવર એરપોર્ટ (DEN, 69.3 મિલિયન મુસાફરો), અને શિકાગો ઓ’હર એરપોર્ટ (ORD, 68.3 મિલિયન મુસાફરો) સ્થાન ધરાવે છે.

“જ્યારે પુનઃસ્થાપિત કરાયેલા એરપોર્ટ્સમાં 5મો ક્રમ પ્રાપ્ત કરનાર દુબઈ એરપોર્ટ  (DXB, 66.1 મિલિયન મુસાફરો, +127 ટકા) નો પણ સમાવેશ થાય છે , (IST, 64.3 મિલિયન મુસાફરો, +73.8 ટકા) સાથે ઈસ્તાંબુલ એરપોર્ટ 7મા સ્થાને પહોંચે છે, ત્યારબાદ ૮માં ક્રમાંક પર લંડન હીથ્રો એરપોર્ટ છે, જ્યારે ૯માં સ્થાન પર દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને તે પછી ૧૦માં સ્થાને પેરિસ ચાર્લ્સ ડી ગૌલે એરપોર્ટ છે,” એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ ACIએ  એક રિલીઝમાં જણાવ્યું હતું.

દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે જણાવ્યું હતું કે દિલ્હી એરપોર્ટ દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં એકમાત્ર એરપોર્ટ છે જે ટોચના 10 સૌથી વ્યસ્ત એરપોર્ટમાં સ્થાન ધરાવે છે. માહિતી અનુસાર, ‘દિલ્હી એરપોર્ટ 2019માં 17માં અને 2021માં 13માં સ્થાનેથી આગળ વધ્યું છે. ACI રિપોર્ટ અનુસાર, દિલ્હી એરપોર્ટે 2022માં 5.94 કરોડથી વધુ મુસાફરોએ મુલાકાત લીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સતાવાર એરલાઇન માર્ગદર્શિકા (OAG ), જે વિશ્વભરના પ્રવાસીઓ પર નજર રાખે છે. તે એક મહિનામાં તે એરપોર્ટ પરથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરી કરનારા લોકોની સંખ્યાના આધારે આ રેન્કિંગ નક્કી કરે છે. આ સાથે તે મહિનામાં કે વર્ષમાં કેટલા વિમાનો તે એરપોર્ટ પરથી ઓપરેટ થયા છે તેના પર પણ નજર રાખે છે.