દિલ્હી મેટ્રોમાં મહિલાએ પુરુષને માર માર્યો, વીડિયો વાઈરલ

ઘણા સમયથી દિલ્હી મેટ્રો મુસાફરો વચ્ચે કોઈને કોઈ કારણે નજીવા મતભેદ અને તકરાર સાથે સંકળાયેલી ઘટનાની સાક્ષી બની રહી છે. તે પછી ટ્રેનમાં બેસવાની જગ્યા બાબતે હોય કે પછી ઝારાની ટીશર્ટ જેવી સામાન્ય બાબતોનો વિવાદ હોય.અન્ય ઝાર ટીશર્ટ પરનો વિવાદ હોય. લોકો કોઈને કોઈ બાબતે એકબીજા સાથે બોલાચાલી કરતાં હોય છે. હાલમાં જ એક મહિલા […]

Share:

ઘણા સમયથી દિલ્હી મેટ્રો મુસાફરો વચ્ચે કોઈને કોઈ કારણે નજીવા મતભેદ અને તકરાર સાથે સંકળાયેલી ઘટનાની સાક્ષી બની રહી છે. તે પછી ટ્રેનમાં બેસવાની જગ્યા બાબતે હોય કે પછી ઝારાની ટીશર્ટ જેવી સામાન્ય બાબતોનો વિવાદ હોય.અન્ય ઝાર ટીશર્ટ પરનો વિવાદ હોય. લોકો કોઈને કોઈ બાબતે એકબીજા સાથે બોલાચાલી કરતાં હોય છે.

હાલમાં જ એક મહિલા મેટ્રોમાં એક મુસાફર સાથે ઊંચા અવાજે ઝઘડતીજોવા મળી હતી.  આ ઘટનાનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાઈરલ થયો છે. જો કે ત્યાં હાજર જોનારા કેટલાંક લોકો એવું અનુમાન કરે છે કે તેઓ એકબીજાના પરિચિત હતા અને અજાણ નહોતા. જોકે નવાઈની વાત એ છે કે મેટ્રોમાં સવાલ અન્ય મુસાફરોએ તેમને શાંત કરવાનો પણ પ્રયાસ ન કર્યો. તેના બદલે કોઈ શૉ ચાલતો હોય તેમ બંનેને જોતા રહ્યા.  

આ વીડિયો gharkekalesh નામના ટ્વિટર યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો છે જેમાં ચેક્સવાળો શર્ટ પહેરેલી એક મહિલા તેની બાજુમાં ઉભેલા માણસ સાથે ઝઘડો શરૂ કરે છે. ત્યારબાદ ગુસ્સે થઈને મહિલા સામે ઊભેલા પુરુષને થપ્પડ મારે છે. જોકે આ ઝઘડા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. મહિલા કોઈ અંગત બાબતમાં પોતાની નારાજગી વ્યક્ત કરતી હોય તેવું લાગે છે. મારામારી જોઈને પણ મુસાફરો તેમને શાંત કરવા દખલગીરી ન કરી તેને બદલે આ ઘટનાની સંપૂર્ણરીતે અવગણના કરી.

ઓનલાઈન યુઝર્સે આ અંગેના વીડિયો પર તરત જ,  તેમની પ્રતિક્રિયાઓ શેર કરવાનું શરૂ કર્યું, જેમાં એક યુઝરે ટિપ્પણી કરી કે, આ અંગત બાબત જેવું લાગે છે; કદાચ તેઓ એકબીજાને ઓળખે છે, રેન્ડમ લોકો નહીં, ભાઈ. 

કેટલાક લોકોએ વિસંગતતાને પણ બતાવી કે જાણે ભૂમિકાઓ ઉલટાવી દેવામાં આવી હોય અને તે મહિલાને થપ્પડ મારવામાં આવી હોત, તો લોકો તરફથી સખત પ્રતિસાદ મળ્યો હોત. “જો તે વ્યક્તિએ તેને થપ્પડ મારી હોત, તો સમગ્ર જનતાએ પ્રતિક્રિયા આપી હોત,” અન્ય એક યુઝરે કમેન્ટ કરી

વીડિયોમાં રહેલા પેસેન્જનો સ્ક્રીનશોર્ટ શેર કરી અન્ય એક યુઝરે જણાવ્યું કે, ‘આ હું છું.’ જ્યારે ઘટના બની ત્યારે તે તેના મોબાઇલમાં વ્યસ્ત હતો. 

તાજેતરમાં જ દિલ્હી મેટ્રોમાં 2 પુરુષો વચ્ચે મારમારીનો વીડિયો વાઈરલ થયો હતો. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) તરફથી નિવેદન બહાર પાડીને મુસાફરોને તેમની મુસાફરી દરમિયાન જવાબદાર વર્તન દર્શાવવા વિનંતી કરી. ડીએમઆરસીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “અમે વિનંતી કરીએ છીએ કે મેટ્રોમાં મુસાફરી કરતી વખતે મુસાફરો જવાબદારીપૂર્વક વર્તન કરે.”