Delhi Pollution: આપ નેતા પ્રિયંકા કક્કડે હરિયાણા પર ફોડ્યું આરોપનું ઠીકરૂં

Delhi Pollution: રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ (Delhi Pollution)ને લઈ રાજકીય વાતાવરણ પણ ગરમાઈ રહ્યું છે અને એકબીજા પર આરોપ-પ્રત્યારોપ શરૂ થઈ ગયા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ દિલ્હીના ખરાબ હવામાન માટે હવે હરિયાણાને જવાબદાર ઠેરવ્યું છે.  આમ આદમી પાર્ટીએ સોમવારના રોજ રાજ્યની રાષ્ટ્રીય રાજધાનીથી નજીક આવેલું હોવાનું જણાવી દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ માટે હરિયાણાને જવાબદાર ઠેરવ્યું હતું. આ […]

Share:

Delhi Pollution: રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ (Delhi Pollution)ને લઈ રાજકીય વાતાવરણ પણ ગરમાઈ રહ્યું છે અને એકબીજા પર આરોપ-પ્રત્યારોપ શરૂ થઈ ગયા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ દિલ્હીના ખરાબ હવામાન માટે હવે હરિયાણાને જવાબદાર ઠેરવ્યું છે. 

આમ આદમી પાર્ટીએ સોમવારના રોજ રાજ્યની રાષ્ટ્રીય રાજધાનીથી નજીક આવેલું હોવાનું જણાવી દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ માટે હરિયાણાને જવાબદાર ઠેરવ્યું હતું. આ સાથે જ આપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કડે મનોહર લાલ ખટ્ટરના નેતૃત્વવાળી સરકાર દ્વારા 2014 બાદ પ્રદૂષણ રોકવા કયા પગલાં લેવામાં આવ્યા તેની સમીક્ષાની પણ માગણી કરી હતી. 

Delhi Pollution માટે હરિયાણા જવાબદાર

પ્રિયંકા કક્કડે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, પંજાબ દિલ્હીથી 500 કિમી દૂર છે જ્યારે હરિયાણા માત્ર 100 કિમી જ દૂર આવેલું છે. તેવામાં હરિયાણામાં સળગાવવામાં આવતી પરાળીના કારણે દિલ્હીની એર ક્વોલિટી ખરાબ થઈ છે. 

તેમણે 2014 બાદ ખટ્ટર સરકાર દ્વારા પ્રદૂષણનો સામનો કરવા માટે અપનાવાયેલા ઉપાયોની સમીક્ષા કરવાની પણ માગણી કરી હતી. સાથે જ દિલ્હીમાં વાયુ પ્રદૂષણમાં 31 ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું જણાવ્યું હતું. 

વધુ વાંચો: દિલ્હીમાં હવાની ગુણવત્તા ચોથા દિવસે પણ ‘ખરાબ’ રહી

હરિયાણાની બસો દિલ્હીમાં પ્રદૂષણ કરે છે…

પ્રિયંકા કક્કડે દિલ્હીમાં પ્રદૂષણ (Delhi Pollution) મામલે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આર્થિક સર્વેક્ષણ 2022-23માં કેન્દ્ર સરકારે પણ સ્વીકાર્યું હતું કે, દિલ્હીમાં હવાની ગુણવત્તા છેલ્લા 8 વર્ષોની સરખામણીએ સૌથી સારી રહી. સીએક્યુએમ ડેટા દ્વારા પણ જાણવા મળે છે કે, પંજાબમાં પરાળી સળગાવવાની ઘટનાઓમાં 50-67 ટકાનો ઘટાડો આવ્યો છે. 

પ્રિયંકા કક્કડે જણાવ્યું હતું કે, હરિયાણામાં પ્રદૂષણ ફેલાવનારી બીએસ-3 બસો દિલ્હી આવે છે. હરિયાણામાં લાંબા સમય માટે વીજ કાપ રહે છે જેથી લોકો ડીઝલ જનરેટરનો ઉપયોગ કરે છે અને તેનાથી પણ પ્રદૂષણ ફેલાય છે. તેમણે હરિયાણામાં ડમ્પિંગ ગ્રાઉન્ડ નથી પરંતુ પંજાબમાં 9 ડમ્પિંગ ગ્રાઉન્ડ બનાવાયા હોવાની પણ માહિતી આપી હતી. 

આ પહેલા આમ આદમી પાર્ટીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે શનિવારના રોજ દિલ્હીના પ્રદૂષણ (Delhi Pollution) મામલે સતત પ્રહારો કરી રહેલી ભાજપ પર નિશાન સાધ્યું હતું અને પલટવાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, શુક્રવારના રોજ કનાટ પેલેસના જે સ્મોગ ટાવર મામલે ભાજપના નેતા અલગ-અલગ એંગલના ફોટો લઈ હોબાળો મચાવતા દેખાયા હતા તે સ્મોગ ટાવરને સરકારે જ બંધ કરાવ્યો હતો.

આ સાથે જ ગોપાલ રાયે કેન્દ્ર સરકાર અને ભાજપના નેતૃત્વને ઉદ્દેશીને સવાલ કર્યો હતો કે, શું તેમણે સ્મોગ ટાવર બંધ કરાવવા માટે જ અશ્વિની કુમારને સ્થાપિત પરંપરાઓનું ઉલ્લંઘન કરીને ડીપીસીબીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા? રાજકીય પક્ષોદ્વારા એકબીજા પર આરોપ પ્રત્યારોપ ચાલી રહ્યો છે પરંતુ દિલ્હી પ્રદૂષણનો ઉકેલ આવી રહ્યો નથી.