Delhi Pollution: આનંદ વિહારનો AQI 999એ પહોંચ્યો, સ્થિતિ હજુ ગંભીર થવાની શક્યતા

Delhi Pollution: દિલ્હી-એનસીઆરના લોકો ઝેરી હવા શ્વાસમાં લેવા માટે મજબૂર બન્યા છે. હવાની ગુણવત્તામાં થોડો સુધારો નોંધાયો છે પરંતુ તેનાથી લોકોને કોઈ રાહત નથી મળી. બુધવારે અનેક વિસ્તારોનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 400થી વધુ નોંધાયો હતો. દિલ્હી પ્રદૂષણ (Delhi Pollution)ને લઈ મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.  Delhi Pollutionની ગંભીર સ્થિતિ […]

Share:

Delhi Pollution: દિલ્હી-એનસીઆરના લોકો ઝેરી હવા શ્વાસમાં લેવા માટે મજબૂર બન્યા છે. હવાની ગુણવત્તામાં થોડો સુધારો નોંધાયો છે પરંતુ તેનાથી લોકોને કોઈ રાહત નથી મળી. બુધવારે અનેક વિસ્તારોનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 400થી વધુ નોંધાયો હતો. દિલ્હી પ્રદૂષણ (Delhi Pollution)ને લઈ મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 

Delhi Pollutionની ગંભીર સ્થિતિ

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના અહેવાલ પ્રમાણે દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ જ ગંભીર શ્રેણીમાં છે. બુધવારે સવારે દિલ્હીના આનંદ વિહાર વિસ્તારનો AQI 452 નોંધાયો હતો. તે સિવાય આરકે પુરમમાં 433, પંજાબી બાગમાં 460 અને ITOમાં 413 એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો હતો. 

ચિંતાજનક રીતે આનંદ વિહારનો AQI રાત્રિના સમયે 999 પર પહોંચી ગયો હતો, જે ખતરનાક સ્તર ગણાય છે. જોકે બુધવારે સવારે તે ઘટીને 452 પર આવી ગયો હતો. દિલ્હીમાં પ્રદૂષણ માપવાનું મશીન 3 અંકો સુધીની સંખ્યા બતાવે છે. તેમાં ચાર આંકડાની સંખ્યા દેખાતી જ નથી. 

વધુ વાંચો: Delhi Pollution પર સુપ્રીમ કોર્ટ કડક થઇ, ઓડ-ઇવનને અવૈજ્ઞાનિક ફોર્મ્યુલા તરીકે બતાવી

હજુ વિકટ પરિસ્થિતિની શક્યતા

તેનો અર્થ એવો પણ થાય છે કે જો કોઈ જગ્યાએ પ્રદૂષણ 999 પોઈન્ટથી વધુ હોય તો તે ખબર જ નહીં પડે અને પ્રદૂષણ માપવાનું યંત્ર 999 પર જ અટકી ગયું હશે. સતત 5 દિવસ સુધી હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં રહ્યા બાદ મંગળવારે સવારે પ્રદૂષણના સ્તરમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ હવાની ગુણવત્તાનો સૂચકાંક (AQI) ખૂબ જ નબળી શ્રેણીમાં નોંધાયો હતો. 

CPCBના ડેટા અનુસાર દિલ્હીનો 24-કલાકનો સરેરાશ AQI મંગળવારે 395 હતો, જે સોમવારે 421 હતો. દિલ્હી-એનસીઆર માટે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ અનુસાર બુધવારે હવાની ગુણવત્તા વધુ બગડવાની અને ગંભીર શ્રેણીમાં પહોંચવાની સંભાવના છે.

દિલ્હી પ્રદૂષણ (Delhi Pollution)ની ચિંતા વચ્ચે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસોમાં દિલ્હી-એનસીઆરમાં વરસાદની અપેક્ષા છે. તેના લીધે વાયુ પ્રદૂષણની સ્થિતિમાં સુધારો આવી શકે છે. હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર દિલ્હી-એનસીઆરની હવાની ગુણવત્તા દર્શાવતો સૂચકાંક આગામી 2 દિવસ માટે ગંભીર શ્રેણીમાં રહેશે. ત્યારપછી ઉત્તર-પશ્ચિમ તરફથી આવતા પવનોની ઝડપ વધશે જેના લીધે વાયુ પ્રદૂષણમાં થોડી રાહત મળવાની આશા છે.

વધુ વાંચો: Delhi Pollution: આપ નેતા પ્રિયંકા કક્કડે હરિયાણા પર ફોડ્યું આરોપનું ઠીકરૂં

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ કૌલે રાજ્ય સરકારોને પરાળી સળગાવવા મામલે કડક આદેશ આપ્યા હતા. ખંડપીઠે કહ્યું હતું કે અહીં પરાળી સળગાવવાનું તાત્કાલિક બંધ કરવું જોઈએ. હવે ધીરજ ખૂટી છે. જો અમે પગલાં લઈશું તો અમારું બુલડોઝર અટકશે નહીં.

સર્વોચ્ચ અદાલતે દિલ્હી સરકારને એ સુનિશ્ચિત કરવા પણ આદેશ આપ્યો છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના ઘન કચરાને ખુલ્લામાં ન બાળે, કારણ કે દિલ્હીને દર વર્ષે પ્રદૂષણ સાથે સંઘર્ષ કરવા માટે ન છોડી શકાય.