Delhi Pollution: સ્મોગ ટાવર અંગેના ભાજપના આરોપો મામલે પર્યાવરણ મંત્રીનો પલટવાર

Delhi Pollution: આમ આદમી પાર્ટીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે શનિવારના રોજ દિલ્હીના પ્રદૂષણ (Delhi Pollution) મામલે સતત પ્રહારો કરી રહેલી ભાજપ પર નિશાન સાધ્યું હતું અને પલટવાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, શુક્રવારના રોજ કનાટ પેલેસના જે સ્મોગ ટાવર (Smog Tower) મામલે ભાજપના નેતા અલગ-અલગ એંગલના ફોટો લઈ હોબાળો મચાવતા દેખાયા હતા તે સ્મોગ […]

Share:

Delhi Pollution: આમ આદમી પાર્ટીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે શનિવારના રોજ દિલ્હીના પ્રદૂષણ (Delhi Pollution) મામલે સતત પ્રહારો કરી રહેલી ભાજપ પર નિશાન સાધ્યું હતું અને પલટવાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, શુક્રવારના રોજ કનાટ પેલેસના જે સ્મોગ ટાવર (Smog Tower) મામલે ભાજપના નેતા અલગ-અલગ એંગલના ફોટો લઈ હોબાળો મચાવતા દેખાયા હતા તે સ્મોગ ટાવરને સરકારે જ બંધ કરાવ્યો હતો.

Delhi Pollution માટે ભાજપને જવાબદાર ગણાવ્યું

પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશથી 23 કરોડથી પણ વધારે રૂપિયાના ખર્ચે સ્મોગ ટાવર લગાવવામાં આવ્યા હતા. સ્મોગ ટાવરના સારા-ખરાબ પરિણામો અંગે સ્ટડી ચાલુ હતો અને 2 વર્ષ સુધી આ પ્રકારે અભ્યાસ ચાલવાનો હતો. ત્યારે આ બધા વચ્ચે કેન્દ્ર સરકારે પ્રથમ વખત દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ પદે આઈએસએસ અશ્વિની કુમારની નિયુક્તિ કરી દીધી. અત્યાર સુધી પર્યાવરણ વિભાગના સચિવ જ તેના અધ્યક્ષ ગણાતા હતા. 

વધુ વાંચો: CJIએ વકીલોને કરી અપીલ, કહ્યું- સુપ્રીમ કોર્ટને ‘તારીખ પે તારીખ’ વાળી કોર્ટ ન બનવા દઈએ

અશ્વિની કુમાર પર લગાવ્યો આરોપ

ગોપાલ રાયે જણાવ્યું કે, અશ્વિની કુમારે આવતાની સાથે જ સ્મોગ ટાવર માટે ફાળવવામાં આવેલા 2 કરોડ રૂપિયા રીલિઝ કરવા પર રોક લગાવી દીધી. આ કારણે નિષ્ણાતોની ટીમે તેનો અભ્યાસ બંધ કરી દીધો અને હવે  દિલ્હીના પ્રદૂષણ (Delhi Pollution)ની સમસ્યામાં વધારા બાદ ભાજપના નેતાઓ એ સ્મોગ ટાવરને લઈને જ હોબાળો મચાવી રહ્યા છે. 

આ સાથે જ ગોપાલ રાયે કેન્દ્ર સરકાર અને ભાજપના નેતૃત્વને ઉદ્દેશીને સવાલ કર્યો હતો કે, શું તેમણે સ્મોગ ટાવર બંધ કરાવવા માટે જ અશ્વિની કુમારને સ્થાપિત પરંપરાઓનું ઉલ્લંઘન કરીને ડીપીસીબીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા?

વધુ વાંચો: એક વર્ષ બાદ ઓરેવા કંપનીના મેનેજરને મળ્યા શરતી જામીન

સ્મોગ ટાવર બંધ કરાવવા ભાજપનું ષડયંત્ર

ગોપાલ રાયે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે 13 જાન્યુઆરી 2020ના રોજ 2 સ્મોગ ટાવર (Smog Tower) લગાવવા કહ્યું હતું. પાયલટ પ્રોજેક્ટ તરીકે એક કેન્દ્ર એ લગાવવાનો હતો અને બીજો દિલ્હી સરકારે. ત્યાર બાદ કેબિનેટમાં સ્મોગ ટાવર પ્રોજેક્ટ પર 2 વર્ષ કામ કરવાનો નિર્ણય લેવાયો અને કનોટ પ્લેસમાં અમે સ્મોગ ટાવર લગાવ્યો.

કનોટ પ્લેસનો સ્મોગ ટાવર 2021માં શરૂ થયો અને તેનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો. આઈઆઈટી મુંબઈ અને દિલ્હી તે અભ્યાસમાં જોડાયા અને 1 કિમી ક્ષેત્રમાં તેનો પ્રભાવ જોવામાં આવી રહ્યો હતો. અચાનક કેન્દ્ર સરકારે ડીપીસીબીમાં સ્પેશિયલ ડ્યુટી પર અશ્વિની કુમારને ચેરમેન તરીકે નિયુક્ત કર્યા અને સૌથી પહેલા તેમણએ રિયલ ટાઈમ અપોર્સમેન્ટ સ્ટડી બંધ કરાવી પછી સ્મોગ ટાવરનું પેમેન્ટ પણ અટકાવી દીધું. 

આ સાથે જ તેમણે ઉત્તર પ્રદેશ સરકાર પર પણ નિશાન સાધ્યું હતું અને તેઓ જાણી જોઈને પ્રદૂષિત બસો દિલ્હી મોકલતા હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉપરાંત હરિયાણામાં ફટાકડા પર પ્રતિબંધ નથી મુકાયો તે અંગે પણ ટકોર કરી હતી.