દિલ્હીના રોહિણી વિસ્તારમાં એક ટ્રાન્સજેન્ડરની હત્યા

દિલ્હીમાં ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે અને તેમાં દિલ્હીના રોહિણી વિસ્તારમાં એક ટ્રાન્સજેન્ડરની હત્યાનો મામલો સામે આવ્યો છે. આ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલે કાયદો અને વ્યવસ્થા અંગે LGની ટીકા કરી હતી.  આ અંગે મળતી માહિતી પ્રમાણે એક 25 વર્ષીય ટ્રાન્સજેન્ડર સવારે ચાર વાગ્યાની આસપાસ રોહિણી વિસ્તારના જાપાનીઝ પાર્કમાં શરીરમાં છરાનાં ઘા કરાયેલી હાલતમાં મળી […]

Share:

દિલ્હીમાં ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે અને તેમાં દિલ્હીના રોહિણી વિસ્તારમાં એક ટ્રાન્સજેન્ડરની હત્યાનો મામલો સામે આવ્યો છે. આ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલે કાયદો અને વ્યવસ્થા અંગે LGની ટીકા કરી હતી. 

આ અંગે મળતી માહિતી પ્રમાણે એક 25 વર્ષીય ટ્રાન્સજેન્ડર સવારે ચાર વાગ્યાની આસપાસ રોહિણી વિસ્તારના જાપાનીઝ પાર્કમાં શરીરમાં છરાનાં ઘા કરાયેલી હાલતમાં મળી આવ્યો હતો. જેનું મૃત્યુ થઈ ગયું હતું અને તેના શરીરમાં છરાના છ ઘા જણાય છે. જેનું પોસ્ટમોર્ટમ કરાશે.

આ બનાવ અંગે પ્રતિક્રિયા આપતા અરવિંદ કેજરીવાલે દિલ્હી પોલીસ પર સરકારને નિયંત્રણ પરત કરવાની માંગને ફરીથી દોહરાવી હતી. 

તેમણે આ સમયે તેમની સરકારને દિલ્હી પોલીસના નિયંત્રણની કામગીરી સોંપવી જોઈએ તેવું તેમની હિન્દીમાં કરેલી ટ્વિટમાં જણાવતા ઉમેર્યું કે, LG સાહેબ અને અમિત શાહ કઈ કરી શકતા નથી.

તેમણે એમ પણ જણાવ્યું કે, તેમની પાસે દિલ્હીનાં લોકોને સુરક્ષા આપવા માટે કોઈ સમય, કોઈ ઈરાદો અને કોઈ યોજના નથી. આખરે, લોકો ક્યાં સુધી સહન કરશે?  જ્યારે તમે જવાબદાર અને ઉત્તરદાયી નથી તો તમારી પાસે સત્તા પણ ના હોઈ શકે. 

પોલીસના જણાવ્યા અનુસાર સવારે 4 વાગ્યાની આસપાસ મૃતદેહ હોવાનું નોંધાયું હતું. અને તેના શરીરમાં છાતીમાં છરાના ઘા છે અને પોસ્ટમોર્ટમ તપાસથી સ્પષ્ટ થશે કે પીડિતાને એક વખત અથવા ઘણી વખત છરી મારવામાં આવી હતી.

આ બનાવની વિગતો આપતા એક અધિકારીએ જણાવ્યું કે, આ મામલે તપાસ હાથ ધરાઈ છે અને ફોરેન્સિક નિષ્ણાંતોએ સ્થળની તપાસ કરાવતા જાણવા મળે છે કે, હત્યાનો આ બનાવ અન્ય વિસ્તારમાં બન્યો હતો. અને બાદમાં મૃતદેહને જાપાનીઝ પાર્કની નજીક ફેંકી દેવામાં આવ્યો હતો. 

વધુમાં પ્રાપ્ત માહિતી પ્રમાણે આ હત્યાના બનાવનો કેસ પ્રશાંત વિહાર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કેટલાક શકમંદોની ઓળખ કરવામાં આવી છે અને આરોપીઓને પકડવા માટે ટીમો બનાવવામાં આવી છે. 

જો કે, આ બનાવને પગલે મુખ્યમંત્રી કેજરીવાલને કેન્દ્ર સરકાર પર નિશાન સાધવનો  એક વધુ મોકો મળી ગયો હતો. અગાઉ વિરોઘી પક્ષોની બેઠક સમયે પણ રાહુલ ગાંધી સમક્ષ દિલ્હી પોલીસ નિયંત્રણ મુદ્દે પોતાનો વિરોધ દર્શાવવા જણાવ્યું હતું.