મોદી સરકારના અનેક પ્રયત્નો છતાં અદાણી ગ્રુપ અંગેનું સત્ય બહાર આવશે જઃ જયરામ રમેશ

કોંગ્રેસે ‘ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ’ (OCCRP) દ્વારા અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા આરોપો મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. આ સાથે જ કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી વચ્ચેની કથિત સાંઠગાંઠ સામે પણ સવાલો કર્યા હતા. જયરામ રમેશે કહ્યું હતું કે, મોદી સરકારના શ્રેષ્ઠ […]

Share:

કોંગ્રેસે ‘ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ’ (OCCRP) દ્વારા અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા આરોપો મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. આ સાથે જ કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી વચ્ચેની કથિત સાંઠગાંઠ સામે પણ સવાલો કર્યા હતા. જયરામ રમેશે કહ્યું હતું કે, મોદી સરકારના શ્રેષ્ઠ પ્રયત્નો છતાં પણ સત્ય હંમેશા ઢંકાયેલુ નહીં રહે. આ સાથે જ તેમણે ફરી એક વખત સમગ્ર મુદ્દે સંસદીય તપાસની માગણી કરી હતી. 

અદાણી ગ્રુપના 2 સહયોગીઓ સામે આક્ષેપ

કોંગ્રેસ દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે, અદાણી ગ્રુપે સેબીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને શેલ કંપનીઓના માધ્યમથી ભ્રષ્ટાચાર કર્યો છે. નોંધનીય છે કે, OCCRP એ અદાણી ગ્રુપને ટાર્ગેટ કરીને કંપનીના 2 વ્યાવસાયિક સહયોગીઓએ વિદેશી શાખાઓ દ્વારા અનેક વર્ષો સુધી અદાણીના શેરની લે-વેચ કરીને નફો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. 

આ સાથે જ જયરામ રમેશે વડાપ્રધાન મોદી પોતાના ભ્રષ્ટ મિત્રો અને તેમના દુષ્કૃત્યોને છાવરવા માટે તપાસ એજન્સીઓનો ઉપયોગ કરવાના બદલે તેને વિપક્ષને ડરાવવાના રાજકીય સાધન તરીકે વાપરી રહ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. 

સંસદના વિશેષ સત્ર મુદ્દે પણ પ્રહાર

કોંગ્રેસે સરકાર દ્વારા સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું તે અંગે એવો આરોપ લગાવ્યો હતો કે, અદાણી ગ્રુપ સામેના નવા ખુલાસા અને વિપક્ષની બેઠક અંગેના સમાચારોનું પ્રબંધન કરવા માટે વિશેષ સત્રની જાહેરાત કરવામાં આવી છે. તેમણે સંસદના વિશેષ સત્ર દરમિયાન પણ અદાણી ગ્રુપ મામલે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) દ્વારા તપાસની માગણી સદનની અંદર અને બહાર ચાલુ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું. 

વડાપ્રધાન મોદી અને અદાણી વચ્ચે સંબંધ

કોંગ્રેસી સાંસદ જયરામ રમેશે ગુરૂવારના રોજ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, “28મી જાન્યુઆરીથી 28મી માર્ચ દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ વડાપ્રધાનને અદાણી ગ્રુપ મુદ્દે 100 સવાલો કર્યાલ છે. અમને ખબર નથી કે અદાણીની શેલ કંપનીઓના 20,000 કરોડ રૂપિયાનું માલિક કોણ છે. રાહુલ ગાંધીએ લોકસભામાં અદાણી મુદ્દે વાત કરી અને તેમને સંસદ માટે અયોગ્ય ઘોષિત કરી દેવામાં આવ્યા. આ અદાણીનો નહીં પણ ‘મોદાની’નો મુદ્દો છે. અસલી મુદ્દો વડાપ્રધાન મોદી અને અદાણી વચ્ચેના સંબંધનો છે.”

જયરામ રમેશે G20ની 9મી સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીએ બ્લેક મની અને શેલ કંપનીઓ મુદ્દે જે નિવેદન આપ્યું હતું તે યાદ કર્યુ હતું. અને આગામી સપ્તાહે યોજાનારી G20ની 18મી સમિટ પહેલા દેશ-વિદેશના સમાચારપત્રોમાં વડાપ્રધાન મોદીના વ્હાલા દોસ્તે કરેલા શેલ કંપનીઓના ઉપયોગ અને સેબીના નિયમોના ઉલ્લંઘનના સમાચાર છવાયા હોવાનું જણાવ્યું હતું.