તહેવારોમાં Digital Scamથી બચવા ધ્યાનમાં રાખો આ 4 ટિપ્સ

Digital Scam: તહેવારોના ગાળામાં નાણાકીય છેતરપિંડીના કિસ્સા વધી જતા હોય છે. ત્યારે ઓનલાઈન ખરીદી (Online Shopping) કરતા સમયે આપણે સૌએ ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. તમારા ખૂબ જ મહેનતથી કમાયેલા રૂપિયાને સુરક્ષિત રાખવા માટે તમારે અહીં દર્શાવેલા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. ખાસ કરીને ઓનલાઈન માધ્યમો દ્વારા લોન લેતી વખતે ડિજિટલ છેતરપિંડી (Digital Scam)થી બચવા […]

Share:

Digital Scam: તહેવારોના ગાળામાં નાણાકીય છેતરપિંડીના કિસ્સા વધી જતા હોય છે. ત્યારે ઓનલાઈન ખરીદી (Online Shopping) કરતા સમયે આપણે સૌએ ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. તમારા ખૂબ જ મહેનતથી કમાયેલા રૂપિયાને સુરક્ષિત રાખવા માટે તમારે અહીં દર્શાવેલા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. ખાસ કરીને ઓનલાઈન માધ્યમો દ્વારા લોન લેતી વખતે ડિજિટલ છેતરપિંડી (Digital Scam)થી બચવા આ માહિતી ઉપયોગી બની રહેશે. 

વધુ વાંચો: ચંદીગઢના નવીન ગુપ્તાએ નોકરીની ઓફરમાં ₹6 લાખ ગુમાવ્યા

1. Digital Scamથી બચવા જાગ્રત રહો

નાણાકીય નિર્ણયો વિશે સાવચેત રહો અને માત્ર પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી જ ઓનલાઈન ખરીદી કરો. ભારતના સૌથી મોટા ગોલ્ડ લોન એગ્રીગેટર પ્લેટફોર્મ સાહીબંધુના સહ-સ્થાપક અને સીઓઓ અનુજ અરોરાએ જણાવ્યું હતું કે, “ધિરાણ લેતી વખતે જાગ્રત બનો અને ધિરાણકર્તાના લાઈસન્સ વગેરે અંગે સંપૂર્ણ સંશોધન કરીને જ આગળ વધો.”

2. વિશેષ ઓફર્સથી સાવધ રહો

તહેવારોની સિઝનમાં વિવિધ નાણાકીય ઉત્પાદનો માટે વિશેષ ઓફર્સ અને ડિસ્કાઉન્ટ્સ રજૂ કરવામાં આવતા હોય છે. કુહૂના માર્કેટિંગ હેડ અપૂર્વ કૌશિકે જણાવ્યું હતું કે, તહેવારો દરમિયાન ભારતમાં પરીક્ષાઓ અને એમબીએ માટે પ્રવેશનો સમય ચાલતો હોય છે અને વિદેશમાં પાનખરનો ગાળો હોય છે. 

અપૂર્વ કૌશિકે જણાવ્યું હતું કે, નાણાકીય ઉત્પાદનો માટે વિશેષ ઓફર્સ અને ડિસ્કાઉન્ટ્સ શક્ય હોય છે પરંતુ ડિજિટલ એજ્યુકેશન લેન્ડિંગ પ્રોડક્ટ્સમાં ક્રેડિટ કાર્ડ કે વ્યક્તિગત લોનની ઓફર્સથી વિપરિત ખાસ કિંમતો કે ડિસ્કાઉન્ટ્સ ઓફર નથી થઈ શકતા. 

માટે જો કોઈ ખાસ ઓફર્સ સાથેનો કોલ કે ઈ-મેઈલ મળે તો વિદ્યાર્થીઓએ અને તેમના માતા-પિતાએ ડિજિટલ છેતરપિંડી (Digital Scam)થી બચવા સાવધ બની જવું જોઈએ. આવા સંજોગોમાં ધિરાણકર્તાઓની સત્તાવાર વેબસાઈટ પર તપાસ કરી કૌભાંડના પીડિત ન બનવું હિતાવહ છે. 

વધુ વાંચો: બાયોમેટ્રિક ડેટાને લોક કરીને તમારી માહિતીને સ્કેમર્સથી સુરક્ષિત રાખો

3. પાસવર્ડ મજબૂત રાખો

બેન્કિંગ અને લોન પ્લેટફોર્મ સહિતના તમારા ઓનલાઈન એકાઉન્ટ માટે મજબૂત અને અનન્ય પાસવર્ડ બનાવીને આ તહેવારોની મોસમમાં આર્થિક રીતે મજબૂત રહો અને તેને નિયમિતપણે અપડેટ કરતા રહો.

Easiloanના સ્થાપક અને CEO પ્રમોદ કથુરિયાએ જણાવ્યું હતું કે, “માલવેર અને ફિશિંગના પ્રયાસો સામે રક્ષણ મેળવવા માટે તમારા મોબાઈલ અને PC પર એન્ટીવાયરસ સોફ્ટવેર ઈન્સ્ટોલ કરો અને તેને નિયમિતપણે અપડેટ કરતા રહો.”

4. ફિશિંગથી સાવધ રહો

જો તમને લોન કે નાણાકીય વ્યવહારો સાથે સંબંધિત કોઈ શંકાસ્પદ લિંક્સ કે મેસેજ મળે તો સાઈબર ક્રાઈમ વિભાગ સહિતના યોગ્ય અધિકારીને તેની જાણ કરો. 

અહીં દર્શાવેલી ટિપ્સને ધ્યાનમાં રાખીને તમે ધિરાણ માટેના ડિજિટલ કૌભાંડનો ભોગ બનવાથી બચી શકશો અને સુરક્ષિત રીતે તહેવારોનો આનંદ માણી શકશો. આ સિવાય ઓનલાઈન ખરીદી (Online Shopping) કરતા સમયે વિશ્વસનીયતા, રેટિંગ્સ વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને જ આગળ વધવું જોઈએ.