બરેલીમાં 2 વર્ષનાં બાળકની જીભની સારવારને બદલે સુન્નત કરવાનો કિસ્સો સામે આવ્યો 

ઉત્તર પ્રદેશનાં બરેલીમાં એક ડોક્ટરની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. આ ડોક્ટરે એક બે વર્ષીય બાળકીની જીભની સર્જરી કરવાને બદલે તેનું સુન્નતનું ઓપરેશન કર્યું હતું.  બાળકીને હડકવાની સારવાર માટે તેનો પરિવાર હોસ્પિટલ લઈને ગયો હતો. એમ.  ખાન હોસ્પિટલમાં તેની સારવાર માટે જીભનાં ઓપરેશનનું સૂચન કર્યું હતું. સર્જરી પછી બાળકીનાં પરિવાર દ્વારા તેની જીભનાં ઓપરેશનને બદલે […]

Share:

ઉત્તર પ્રદેશનાં બરેલીમાં એક ડોક્ટરની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. આ ડોક્ટરે એક બે વર્ષીય બાળકીની જીભની સર્જરી કરવાને બદલે તેનું સુન્નતનું ઓપરેશન કર્યું હતું. 

બાળકીને હડકવાની સારવાર માટે તેનો પરિવાર હોસ્પિટલ લઈને ગયો હતો. એમ.  ખાન હોસ્પિટલમાં તેની સારવાર માટે જીભનાં ઓપરેશનનું સૂચન કર્યું હતું. સર્જરી પછી બાળકીનાં પરિવાર દ્વારા તેની જીભનાં ઓપરેશનને બદલે બાળકીની સુન્નત કરાઈ હોવાનું જણાવ્યું હતું, તેમ બરેલીના ચીફ મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું. 

ઉત્તર પ્રદેશનાં નાયબ મુખ્યપ્રધાન બ્રજેશ પાઠકે, જેઓ આરોગ્ય વિભાગ પણ સંભાળી રહ્યા છે તેમણે આ સમગ્ર ઘટનાની તપાસ માટે આરોગ્ય વિભાગની એક ટીમને આ હોસ્પિટલમાં મોકલી છે. જો આરોપો સાચા સાબિત થશે તો કડક કાર્યવાહી હાથ ધરાશે તેમ તેમણે જણાવ્યું છે. 

આ અંગે જાણકારી આપતા બ્રજેશ પાઠકે જણાવ્યું કે, પરિવાર દ્વારા કરાયેલા આરોપો સાચા સાબિત હશે તો દોષિત ડૉક્ટર અને હોસ્પિટલ મેનેજમેન્ટ સામે FIR નોંધવામાં આવશે અને તે હોસ્પિટલની નોંધણી તાત્કાલિક અસરથી રદ કરવામાં આવશે. તેઓએ સમિતિને કામગીરીનો સંપૂર્ણ અહેવાલ તાકીદે રજૂ કરવાનો પણ  CMOને આદેશ આપ્યો છે. તેમણે ઉમેર્યું કે, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ હોસ્પિટલને પણ સીલ કરાશે. 

રવિવારે બરેલીના જિલ્લા મેજિસ્ટ્રેટ શિવકાન્ત ત્રિવેદીએ જણાવ્યું કે, ચીફ મેડિકલ ઓફિસર દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની ટીમ દ્વારા તૈયાર કરેલો રિપોર્ટ આવ્યા બાદ જ હોસ્પિટલ મેનેજમેન્ટ સામે પગલાં લેવાશે. કાર્યવાહી કરવા માટે સમિતિના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે એવું તેમણે જણાવ્યું હતું. 

આ ઘટના શુક્રવારે બની હતી અને તે જ દિવસે સમિતિની રચના કરાઈ હતી.

ડૉક્ટર બલબીર સિંહ કે જેઓ ચીફ મેડિકલ ઓફિસર છે તેમણે જણાવ્યું કે, બાળકના હડકવાની સારવાર માટે તે પરિવાર હોસ્પિટલ લઈ ગયો હતો જ્યાં તેણે જીભની સર્જરી કરવાની રહેશે તેમ જણાવતા તેમણે તે માટે મંજૂરી આપી હતી. જો કે, સર્જરી થયા બાદ પરિવારે એવો આક્ષેપ કર્યો છે કે, બાળકની જીભ પર સર્જરી કરવાને બદલે તેની સુન્નત કરી છે. 

આ બનાવને લઈને હોસ્પિટલ સામે લોકોનો આક્રોશ વધી રહ્યો છે અને હિન્દુ જમણેરી સંગઠનોનાં સભ્યો દ્વારા હોસ્પિટલ સામે સૂત્રોચ્ચાર કરાયા હતા. 

આંદોલન વધુ આગળ ન વધે અને હિંસા ન ભડકે તે વાતનું ધ્યાન રાખીને હોસ્પિટલની બહાર પોલીસને તૈનાત કરવામાં આવી છે.