Domestic Violence Awareness: તમારી સાથેના દુર્વ્યવહારને રેડ ફ્લેગ સમજી એક વખત વિચારજો જરૂર

Domestic Violence Awareness: કોઈ પણ સંબંધની શરૂઆતમાં એ કહેવું અશક્ય બની રહે છે કે, સમય જતા તે સંબંધ કેવું સ્વરૂપ ધારણ કરશે. ઘણી વખત સંબંધની શરૂઆતમાં સામેનું પાત્ર બિલકુલ આપણે ઈચ્છ્યું હોય એવું જ અને સંપૂર્ણ લાગતું હોય છે પરંતુ સમય જતાં તેના દ્વારા કરવામાં આવતો દુર્વ્યવહાર (Abuse) જીવનને નીરસ કરી દે છે અને અનેક […]

Share:

Domestic Violence Awareness: કોઈ પણ સંબંધની શરૂઆતમાં એ કહેવું અશક્ય બની રહે છે કે, સમય જતા તે સંબંધ કેવું સ્વરૂપ ધારણ કરશે. ઘણી વખત સંબંધની શરૂઆતમાં સામેનું પાત્ર બિલકુલ આપણે ઈચ્છ્યું હોય એવું જ અને સંપૂર્ણ લાગતું હોય છે પરંતુ સમય જતાં તેના દ્વારા કરવામાં આવતો દુર્વ્યવહાર (Abuse) જીવનને નીરસ કરી દે છે અને અનેક મુશ્કેલીઓનું કારણ બને છે. ઘરેલું હિંસા માટે જાગૃતિ (Domestic Violence Awareness) વ્યાપે તે હેતુથી ઓક્ટોબર મહિનો નેશનલ ડોમેસ્ટિક વાયોલન્સ અવેરનેસ મંથ તરીકે ઉજવાય છે. 

ઓનલાઈન ડેટિંગ અને નેટવર્કિંગ એપ બમ્બલ દ્વારા નેશનલ ડોમેસ્ટિક વાયોલન્સ હોટલાઈન (યુએસ)ના સહયોગથી સંબંધોમાં દુર્વ્યવહારના સંભવિત રેડ ફ્લેગ ચિહ્નિત કરવા માટે અહેવાલ તૈયાર કર્યો છે. 

વધુ વાંચો: હૃદય રોગ સંબંધિત આ 5 માન્યતાઓને દૂર કરો 

Domestic Violence Awareness માટે ધ્યાનમાં રાખો આ બાબતો

કોઈ વ્યક્તિ સાથેના તમે સંબંધમાં થોડો સમય વિતાવો ત્યારે શરૂઆતમાં બધું બરાબર લાગે છે પરંતુ સમય જતા ઘણી વખત સામેનું પાત્ર બીજા લોકોની સામે તમારી ભદ્દી મજાક કરવાનું શરૂ કરે છે જેમાં અન્ય લોકોને તો મજા આવે છે પરંતુ તમે ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ જતા હોવ છો. 

તમે ઘણી વખત તમને એ દુર્વ્યવહાર (Abuse) પસંદ ન આવ્યો હોવાની ફરિયાદ પણ કરી દો છો પરંતુ તેમ છતાં તેમના વર્તનમાં કોઈ સુધારો નથી. તમને મિત્રો, પરિવારજનો સહિત અનેક સારા સંબંધોથી દૂર કરીને માત્ર તેમના પર નિર્ભર કરવાની વૃત્તિને પણ એક પ્રકારે ઘરેલુ હિંસા જ કહી શકાય. 

શરૂમાં નાની નાની બાબતે રોકટોક કરીને ધીમે ધીમે તમને કંટ્રોલ કરવાની વૃત્તિ જોવા મળે છે જેમાં મહત્વની બાબતોમાં તમને સાથ નથી આપવામાં આવતો. આ પ્રકારનો દુર્વ્યવહાર (Abuse) સમય જતા તમારી મહત્વના નિર્ણયો લેવાની શક્તિને નષ્ટ કરી દે છે.  

વધુ વાંચો: પૌષ્ટિક આહાર સંબંધિત આ દિવસ ઉજવવાની ફરજ કેમ પડી જાણો

Domestic Violence Awareness માટે તમારે તમારી સાથેના અહીં દર્શાવેલા વર્તનોની યાદીને એક વખત જોઈ લેવી જોઈએ. 

– તમારી સામે એવી રીતે જોવામાં આવે અથવા તમારા સાથે એવું વર્તન કરવામાં આવે જેથી તમને ડર લાગે. 

– તમે કોના સાથે વાત કરો છો, ક્યાં જાઓ છો, શું કરો છો દરેક બાબત પર નિયંત્રણ મુકવામાં આવે.

– જો તમે નોકરિયાત હોવ કે કમાતા હોવ તો તમારા પૈસા પર અધિકાર જમાવવામાં આવે અને તમને પૈસા આપવા ઈનકાર કરવામાં આવે. 

– તમને તમારા માટે યોગ્ય લાગતા નિર્ણયો લેવાથી અટકાવવામાં આવે. 

– તમારા મગજમાં તમે એક ખરાબ માતા-પિતા છો તેવું ઠસાવવા પ્રયત્ન કરવામાં આવે અથવા તમારા બાળકને નુકસાન પહોંચાડવાની કે લઈ જવાની ધમકી આપવામાં આવે. 

– તમારી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવે અને તમારા પાલતુ પ્રાણીઓને મારી નાખવાની ધમકી આપવામાં આવે.

– તમને થપ્પડ મારવામાં આવે, ગૂંગળાવી દે અથવા તો ધક્કા મારે.