હવે ટ્વિટર અકાઉન્ટ વગર તમે તમારા મનગમતા સેલેબ્સના ટ્વીટ નહીં જોઈ શકો

જો તમારી પાસે ટ્વિટર અકાઉન્ટ નથી તો તમે હવે તમે તમારી મનપસંદ વ્યક્તિની  ટ્વીટ જોઈ શકશો નહીં. અગાઉ ટ્વિટર દ્વારા નોન ટ્વિટર યુઝરને પણ મિનિમમ ટ્વીટ જોવાની મંજૂરી અપાઈ હતી. જો યુઝર કોઈ વાર્તાલાપ ન કરે તો પણ અન્ય યુઝરના ટ્વીટ જોઈ શકતા હતા, પરંતુ હવે હવે ટ્વિટ જોવા માટે તમારી પાસે ટ્વિટર અકાઉન્ટ હોવું […]

Share:

જો તમારી પાસે ટ્વિટર અકાઉન્ટ નથી તો તમે હવે તમે તમારી મનપસંદ વ્યક્તિની  ટ્વીટ જોઈ શકશો નહીં. અગાઉ ટ્વિટર દ્વારા નોન ટ્વિટર યુઝરને પણ મિનિમમ ટ્વીટ જોવાની મંજૂરી અપાઈ હતી. જો યુઝર કોઈ વાર્તાલાપ ન કરે તો પણ અન્ય યુઝરના ટ્વીટ જોઈ શકતા હતા, પરંતુ હવે હવે ટ્વિટ જોવા માટે તમારી પાસે ટ્વિટર અકાઉન્ટ હોવું ફરજિયાત છે. 

નવા સબ્સ્ક્રાઇબર્સ મેળવવાના પ્રયાસનાં ભાગરૂપે, ઈલોન મસ્કે ટ્વિટર સિવાયના યુઝર્સ માટે નવા આદેશની જાહેરાત કરી છે. તેથી જો તમારી પાસે ટ્વિટર પર અકાઉન્ટ નથી, તો સોશિયલ મીડિયા વેબસાઇટ તમારી પહોંચની બહાર થઈ જશે. જો તમે પોતે ટ્વિટર વપરાશકર્તા ન હોવ તો તમે હવે ટ્વીટ જોઈ શકશો નહીં. અગાઉના સેટ-અપમાં ટ્વિટર અકાઉન્ટ સાથે અથવા વગર કોઈપણ ટ્વીટ જોઇ શકે તેવી વ્યવસ્થા હતી જો તેઓ તેમની સાથે વાર્તાલાપ ન કરે અથવા તેમને પસંદ ન કરે, પરંતુ નવો નિયમ યુઝર્સને ફ્રીમાં એક્સેસ નહીં કરવા દે.

ઈલોન મસ્કે ટ્વિટર પર આ અંગે જણાવ્યું કે,  પ્લેટફોર્મ પરથી ડેટાના થર્ડ પાર્ટી સ્ક્રેપિંગની સમસ્યાને ઉકેલવા માટે આ નિર્ણ લેવામાં આવ્યો છે. અતિશય ડેટા સ્ક્રેપિંગ તેના  નિયમિત વાપરનારાની સેવા પર વિપરીત અસર કરે છે. 

અગાઉ પણ  ટ્વિટર દ્વારા અધિકૃતતા વિના ટ્વિટરના ડેટાનો ઉપયોગ કરવા બદલ કંપનીઓની ટીકા કરી હતી. તેણે માઇક્રોસોફ્ટ પર ટ્વિટર ડેટાનો ઉપયોગ કરીને તેની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ગેરકાયદેસર રીતે તાલીમ આપવાનો આરોપ મૂક્યો અને એક સ્ટાર્ટ-અપ તે જ કરે તે અંગે ચિંતા વ્યક્ત કરી.  હાલમાં કરાયેલો આ ફેરફાર વધુ લોકોને ટ્વિટર અકાઉન્ટ બનાવવા માટે પ્રોત્સાહિત કરશે, પરંતુ જો આ ફેરફાર કાયમી બની જાય, તો તે ઇન્ટરનેટ આર્કાઇવ્સને અસર કરી શકે છે જે આપમેળે ટ્વીટ્સ કેપ્ચર અને સેવ કરે છે. જો કે, સર્ચ એન્જિનના નિષ્ણાતોએ જણાવ્યું કે, તેને કારણે ટ્વિટરના રેન્કીંગમાં બદલાવ આવશે. 

આ ફેરફાર શુક્રવારથી અમલી બન્યો છે અને ત્યારપછી ટ્વિટરને વ્યાપક ફરિયાદો મળી રહી છે, જો આ ફરિયાદોને ધ્યાનમાં રાખી મસ્ક તેમનો નિર્ણય બદલે તો  તે પહેલીવારનું નહીં હોય. જેમાં તેઓ જાહેર લોકોની અપેક્ષાને ધ્યાનમાં રાખી પીછેહઠ કરશે.  ગત ડિસેમ્બરમાં, મસ્કે અમુક સોશિયલ મીડિયા સાઇટ્સની લિંક પર પ્રતિબંધ મૂકતો નિયમ અમલમાં મૂક્યો હતો, પરંતુ યુઝર્સની પ્રતિક્રિયાના પરિણામે તે નિર્ણય રદ કરવામાં આવ્યો હતો.

ઓક્ટોબરમાં મસ્કે સીઈઓ તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી, ટ્વિટરમાં ઘણા ફેરફારો થયા છે. અનેક જાહેરાત આપનારાને ગુમાવ્યા પછી, પ્લેટફોર્મે નવી સબ્સ્ક્રિપ્શન સુવિધાઓ રજૂ કર હતી.