Delhi-NCR pollution: AQI 450ને પાર, સરકારે શાળાઓ 2 દિવસ બંધ રાખવા આદેશ આપ્યો

Delhi-NCR pollution: દેશની રાજધાની દિલ્હી-NCRમાં પ્રદૂષણ (Delhi-NCR pollution)નું સ્તર વધી રહ્યું છે. GRAPનો તબક્કો III દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં લાગુ કરવામાં આવ્યો છે કારણ કે દિલ્હીના કેટલાક ભાગો તેમજ નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં AQI વધીને 450ને પાર પહોંચ્યો છે. દિલ્હીમાં શાળાઓ 2 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે કારણ કે હવાની ગુણવત્તા ‘ગંભીર’ ઝોનમાં […]

Share:

Delhi-NCR pollution: દેશની રાજધાની દિલ્હી-NCRમાં પ્રદૂષણ (Delhi-NCR pollution)નું સ્તર વધી રહ્યું છે. GRAPનો તબક્કો III દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં લાગુ કરવામાં આવ્યો છે કારણ કે દિલ્હીના કેટલાક ભાગો તેમજ નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં AQI વધીને 450ને પાર પહોંચ્યો છે. દિલ્હીમાં શાળાઓ 2 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે કારણ કે હવાની ગુણવત્તા ‘ગંભીર’ ઝોનમાં આવી ગઈ છે.

આજે સવારે 7 વાગ્યા સુધી દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં AQI 400થી વધુ નોંધવામાં આવ્યો હતો. દિલ્હીમાં પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખીને GRAP-III લાગુ કરવામાં આવ્યો છે. GRAP-III હેઠળ, દિલ્હી-NCRમાં બિન-જરૂરી બાંધકામ, પથ્થર તોડવા અને ખાણકામને રોકવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે. 

દિલ્હી-NCRમાં પ્રદૂષણ (Delhi-NCR pollution)ને કારણે હોસ્પિટલોમાં અસ્થમા, સીઓપીડી, ફેફસાના ચેપ અને બ્રોન્કાઈટિસથી પીડિત દર્દીઓની સંખ્યા દરરોજ વધી રહી છે. દિલ્હી-NCRની પ્રદૂષિત હવાના કારણે ચારમાંથી 3 પરિવાર બીમારી, ગળામાં ઈન્ફેક્શન, ઉધરસ અને આંખોમાં બળતરાની ફરિયાદોથી પીડિત છે. 

વધુ વાંચો: CM Arvind Kejriwalને EDએ દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં સમન્સ પાઠવ્યા

દિલ્હી-NCRમાં વધી રહેલું પ્રદૂષણ ઘણું ખતરનાક છે. પ્રદૂષણને કારણે હૃદયરોગ અને શ્વાસ સંબંધી રોગોના દર્દીઓને ભારે જોખમ છે. આવી સ્થિતિમાં લોકોને ધૂળ અને ધુમાડાના સંપર્કમાં આવવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. 

કમીશન ફોર એર ક્વોલિટી એન્ડ મેનેજમેન્ટે એક્શન પ્લાનનો ત્રીજો તબક્કો લાગુ કરવાનો નિર્દેશ જારી કર્યો હતો. આ સિવાય CAQMએ દિલ્હી સરકાર અને NCRના અન્ય શહેરમાં વહીવટી તંત્રને સલાહ આપવામાં આવી છે કે, થોડા દિવસો માટે સ્કૂલ બંધ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવામાં આવે.

આ બાદ દિલ્હી સરકારે આદેશ બહાર પાડયો કે રાજ્યમાં આવતા બે દિવસ સુધી ધોરણ પાંચ સુધીના બાળકો સ્કૂલ નહી જાય, તેમજ આ આદેશ તમામ સરકારી અને પ્રાથમિક સ્કૂલોને માનવું પડશે. કેજરીવાલ સરકારે વધતા પ્રદૂષણ મામલે મહત્વનો નિર્ણય લીધો છે.

ગુરુવારે દિલ્હીના 16 વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 400ને પાર કરી ગયો હતો. મુંડકામાં સૌથી વધુ AQI 453 નોંધાયો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે આગામી બે દિવસ સુધી દિલ્હી-NCRને પ્રદૂષણ (Delhi-NCR pollution)ના નબળા સ્તરથી રાહત મળવાની અપેક્ષા નથી. હવામાન પરિસ્થિતિઓ અને હરિયાણા-પંજાબમાં પ્રદ સળગાવવાના કારણે સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. આવી સ્થિતિમાં શ્વાસના દર્દીઓએ ખાસ કરીને સાવચેત રહેવું પડશે. 

Delhi-NCR pollutionને કારણે આંખોનું ધ્યાન રાખવું જરૂરી બન્યું 

દિલ્હી-NCRમાં વધતા પ્રદૂષણ (Delhi-NCR pollution)થી આંખોમાં ડ્રાઈનેસની સમસ્યા વધી શકે છે. પ્રદૂષણની સાથે ઝેરી તત્વો, કાર્બન મોનોક્સાઇડ અને પરાળના ધુમાડાથી આંખોની સમસ્યા વધી શકે છે. આવી સ્થિતિમાં આંખોમાં પાણી આવવું, આંખો લાલ થવી, એલર્જી વધવી જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે. તેથી આંખોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.