Delhi Pollutionને કારણે સરકારે 9થી 18 નવેમ્બર સુધી શાળાઓમાં શિયાળુ વેકેશનની જાહેરાત કરી

Delhi Pollution: દિલ્હીમાં પ્રદૂષણ (Delhi Pollution)ના સ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે. પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે 9 થી 18 નવેમ્બર સુધી શાળાઓમાં શિયાળાની રજાઓ જાહેર કરી છે. દિલ્હી સરકારે આ વર્ષે એક મહિના પહેલા શાળાઓમાં શિયાળુ વેકેશનની જાહેરાત કરી છે. અગાઉ સરકારે હવાની નબળી ગુણવત્તાને કારણે 3 નવેમ્બરથી 10 નવેમ્બર સુધી રજાઓ જાહેર કરી […]

Share:

Delhi Pollution: દિલ્હીમાં પ્રદૂષણ (Delhi Pollution)ના સ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે. પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે 9 થી 18 નવેમ્બર સુધી શાળાઓમાં શિયાળાની રજાઓ જાહેર કરી છે. દિલ્હી સરકારે આ વર્ષે એક મહિના પહેલા શાળાઓમાં શિયાળુ વેકેશનની જાહેરાત કરી છે. અગાઉ સરકારે હવાની નબળી ગુણવત્તાને કારણે 3 નવેમ્બરથી 10 નવેમ્બર સુધી રજાઓ જાહેર કરી હતી.

Delhi Pollutionને કારણે AQI 900ને વટાવી ગયો

દિલ્હી સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, દિલ્હીમાં AQI 900ને વટાવી ગયો છે, જે ગંભીર શ્રેણીમાં છે. તેને જોતા દિલ્હીની તમામ શાળાઓને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં ગંભીર પ્રદૂષણ (Delhi Pollution) વચ્ચે, દિલ્હી સરકારે 9 થી 18 નવેમ્બર સુધી શાળાઓમાં શિયાળુ વેકેશનની રજા જાહેરાત કરી છે.

દિલ્હીની શાળાઓમાં શિયાળુ વેકેશન સામાન્ય રીતે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં જાહેર કરવામાં આવે છે. આ વખતે પ્રદૂષણનું સ્તર ઘણું વધારે છે. આવી સ્થિતિમાં દિલ્હી સરકારે ટૂંક સમયમાં શાળાઓમાં શિયાળુ વેકેશનની જાહેરાત કરી છે. સરકારના આદેશ અનુસાર, દિલ્હીની તમામ શાળાઓ 18 નવેમ્બર 2023 સુધી બંધ રહેશે.

વધુ વાંચો: આનંદ વિહારનો AQI 999એ પહોંચ્યો, સ્થિતિ હજુ ગંભીર થવાની શક્યતા

દિલ્હીમાં પ્રદૂષણ (Delhi Pollution)ને કારણે દિલ્હીની તમામ શાળાઓને ઔપચારિક આદેશ જારી કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પ્રદૂષણને કારણે ધોરણ 10 અને 12 સિવાય તમામ સ્કૂલોના તમામ ક્લાસ ઓનલાઈન ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં પ્રદૂષણના કારણે જે સ્કૂલ બંધ કરવી પડી છે તેના કારણે ક્યાંક બાળકોના અભ્યાસને નુકશાન ન થાય તે માટે આ રજાઓને શિયાળુ વેકેશન સાથે એડજસ્ટ કરવામાં આવી રહી છે. 

 થોડા દિવસો પહેલા દિલ્હી સચિવાલયમાં સીએમ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં ધોરણ 11 સુધીની તમામ શાળાઓને 10 નવેમ્બર સુધી બંધ રાખવાની સૂચના આપવામાં આવી હતી.

ગયા વર્ષની વાત કરીએ તો દિલ્હીની સરકારી શાળાઓમાં શિયાળુ વેકેશન 1 જાન્યુઆરી 2023થી 15 જાન્યુઆરી 2023 સુધી જાહેર કરવામાં આવ્યું હતું. તે જ સમયે, 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે 2 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી, 2023 દરમિયાન ઉપચારાત્મક વર્ગો ચલાવવામાં આવ્યા હતા.

વધુ વાંચો: દિલ્હી બાદ Mumbai Pollutionના સ્તરમાં થયો વધારો, AQI 300ને પાર પહોંચ્યો

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, ગઈકાલે સવારે 7 વાગ્યે પંજાબી બાગમાં AQI 460, બવાનામાં 462, આનંદ વિહારમાં 452 અને રોહિણીમાં 451 નોંધાયો હતો. આનંદ વિહારમાં 7 નવેમ્બરે રાત્રે 10 વાગ્યે AQI 999 પર પહોંચી ગયો હતો.

સુપ્રિમ કોર્ટે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનને પરાળ સળગાવવાની ઘટનાઓને તાત્કાલિક રોકવાનો નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ સંજય કિશન કૌલે કહ્યું કે દિલ્હીમાં પ્રદૂષણ (Delhi Pollution)ને લઈને અમારી ધીરજ ખૂટી રહી છે. દિલ્હીને વર્ષમાં આ તબક્કામાંથી પસાર થવાની મંજૂરી આપી શકાતી નથી.