ભારે વરસાદને કારણે દિલ્હીમાં પૂરની સ્થિતિ સર્જાઈ

પાછલા થોડાક દિવસોથી દિલ્હી ભારે વરસાદની વિનાશક અસરથી ઝઝૂમી રહ્યું છે, જેના પરિણામે શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. યમુના નદી, જે દિલ્હીના વચ્ચેથી પસાર થાય છે, તે ભયજનક સપાટી પર વહી રહી છે, જેનાથી પૂરની સ્થિતિ વધુ વકરી છે.  હરિયાણાના હથની કુંડ બેરેજમાંથી પાણી છોડવાને કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે, જેના કારણે યમુના નદીમાં […]

Share:

પાછલા થોડાક દિવસોથી દિલ્હી ભારે વરસાદની વિનાશક અસરથી ઝઝૂમી રહ્યું છે, જેના પરિણામે શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. યમુના નદી, જે દિલ્હીના વચ્ચેથી પસાર થાય છે, તે ભયજનક સપાટી પર વહી રહી છે, જેનાથી પૂરની સ્થિતિ વધુ વકરી છે. 

હરિયાણાના હથની કુંડ બેરેજમાંથી પાણી છોડવાને કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે, જેના કારણે યમુના નદીમાં પાણીના સ્તરમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં દિલ્હીમાં વધારે વરસાદની આગાહી કરી છે. દિલ્હીના રસ્તાઓ જળમાર્ગમાં પરિવર્તિત થતા અધિકરીઓએ બચાવની કામગીરી શરૂ કરી હતી. તેમણે માત્ર માણસોને જ નહીં પણ શ્વાન અને પશુઓને પણ બચાવ્યા. જ્યાં પાણી છાતીના સ્તર સુધી વધી ગયું હતું ત્યાં બોટ દ્વારા લોકોને બચાવવામાં આવી રહ્યા હતા.નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી છે કે જો વધુ વરસાદ પડે તો આ પાણી ઓવરફ્લો થઈ શકે છે અને દિલ્હીની બહાર નીકળવામાં વધુ સમય લાગી શકે છે, જેનાથી પરિસ્થિતિ વધુ ખરાબ બનશે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ત્યાં રહેતા લોકોને ખાવા-પીવાની ચીજવસ્તુઓ માટે હાલાકી ભોગવવી પડી હતી. પરિસ્થિતિ વધુ ગંભીર બને તો તેને નિયંત્રિત કરવા માટે, બે ટાસ્ક ફોર્સ મેરઠથી દિલ્હી મોકલવામાં આવી છે તેમજ તેને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. દિલ્હીમાંથી પસાર થતી યમુના નદી આજે સવારે 207.68 મીટરની ઊંચાઈએ પહોંચી હતી, જે આ સપ્તાહની શરૂઆતમાં તેની 208.66 મીટરની ટોચ કરતાં થોડી ઓછી હતી. આ 1978માં 207.49 મીટરના અગાઉના રેકોર્ડને વટાવી જાય છે. પાણીના સ્તરમાં થોડો ઘટાડો થયો હોવા છતાં, દિલ્હીના અસંખ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.

ગઈકાલે, આર્મી અને NDRFની ટીમને બોલાવવામાં આવી હતી કારણ કે મધ્ય દિલ્હીમાં ITO અને રાજઘાટ સહિતના મુખ્ય વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. પાણી ભરાવાથી હનુમાન મંદિર રોડ, યમુના બજાર, ગીતા કોલોની અને સિવિલ લાઈન્સને પણ અસર થઈ હતી. વધુમાં, પૂરના પાણી સુપ્રીમ કોર્ટ અને નિગમ બોધ ઘાટ સહિત અનેક સ્મશાનગૃહો સુધી પહોંચ્યા હતા.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પરિસ્થિતિ અંગે વધુ વિગત આપતાં જણાવ્યું હતું કે પૂરના પાણીના નિકાલ માટે યમુના બેરેજના પાંચ દરવાજા ખોલવાના પ્રયત્નો કરવવામાં આવી રહ્યા છે. તેમણે ITO બેરેજ ખાતે પ્રથમ જામ થયેલ ગેટ ખુલવાની પુષ્ટિ કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે તમામ પાંચ દરવાજા ટૂંક સમયમાં ખોલવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો વરસાદ વધારે થશે, તો પરિસ્થિતિ સામાન્ય થવામાં વધુ સમય લાગશે.