Mumbai Pollution ને ટાળવા બોમ્બે હાઈકોર્ટનો આદેશ- હવે રાત્રે 8-10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે

Mumbai Pollution: દિવાળી પર ફટાકડા ફોડવા અંગે બોમ્બે હાઈકોર્ટે મુંબઈમાં વધતા પ્રદૂષણ (Mumbai Pollution)ને ધ્યનમાં રાખીને ફટાકડા ફોડવા પર અગાઉના આદેશમાં ફેરફાર કર્યો છે. હાઈકોર્ટના નવા આદેશ મુજબ ફટાકડા હવે માત્ર રાત્રે 8 થી 10 વાગ્યાની વચ્ચે જ ફોડવાની મંજૂરી આપવામાં આવશે. અગાઉ સાંજે 7 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી હતી.  […]

Share:

Mumbai Pollution: દિવાળી પર ફટાકડા ફોડવા અંગે બોમ્બે હાઈકોર્ટે મુંબઈમાં વધતા પ્રદૂષણ (Mumbai Pollution)ને ધ્યનમાં રાખીને ફટાકડા ફોડવા પર અગાઉના આદેશમાં ફેરફાર કર્યો છે. હાઈકોર્ટના નવા આદેશ મુજબ ફટાકડા હવે માત્ર રાત્રે 8 થી 10 વાગ્યાની વચ્ચે જ ફોડવાની મંજૂરી આપવામાં આવશે. અગાઉ સાંજે 7 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી હતી. 

Mumbai Pollutionને ધ્યાનમાં રાખીને કોર્ટે ફટાકડા ફોડવાના સમયમાં ઘટાડો કર્યો 

મુખ્ય ન્યાયાધીશ ડે. કે. ઉપાધ્યાયે શુક્રવારની સુનાવણીમાં કોર્ટે નોંધ કરી હતી કે મુંબઈમાં ફટાકડા ફોડવામાં ઘટાડો થયો છે. આપણે મુંબઈમાં દિલ્હી જેવી પ્રદૂષણ (Mumbai Pollution)ની સ્થિતિ નથી ઊભી કરવી. આપણે મુંબઈકર જ રહેવું છે. 

બેેન્ચે જણાવ્યું હતું કે શહેરમાં અમુક વિસ્તારોમાં હવાની ગુણવત્તાનો આંક હજી નબળો છે. આપણે ઈમરજન્સીની સ્થિતિમાં છીએ. ઘણા પ્રયાસો કર્યા પણ હજી કંઈક વધુ પ્રયાસની જરૂર છે. કોર્ટે જણાવ્યું હતું કે પોતે અગાઉના આદેશમા સુધારો કરી રહી છે અને હવે ફટાકડાની સમયમર્યાદા આઠથી દસ વાગ્યા સુધીની કરવામાં આવે છે.

કોર્ટે જણાવ્યું હતું કે પ્રદૂષણ (Mumbai Pollution)ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેરમાં કાટમાળનું પરિવહન કરતા વાહનોના શહેરમાં પ્રવેશ પર બંધી લાદતો આદેશ આપવામાં આવ્યો હતો અને બાંધકામની સામગ્રી  લઈ જતા વાહનો સંપૂર્ણ રીતે કવર થયેલા હોય તો પરવાનગી આપી હતી. આ બધા નિર્દેશો 19 નવેમ્બર સુધી લાગુ રહેશે. 19 નવેમ્બર બાદ સંબંધીત પાલિકાએ હવાના ગુણવત્તા આંકને ધ્યાનમાં લીધા બાદ કાટમાળના વાહન અંગે નિર્ણય લેવાનો રહેશે. 

વધુ વાંચો: આનંદ વિહારનો AQI 999એ પહોંચ્યો, સ્થિતિ હજુ ગંભીર થવાની શક્યતા

મુંબઈમાં પ્રદૂષણ (Mumbai Pollution)ના સ્રોત પણ નક્કી કરવા જરૂરી છે આને માટેે નિષ્ણાતો દ્વારા અભ્યાસની જરૃર છે. હવામાં માત્ર ધૂળ હોય છે કે અન્ય રસાયણ હોય હોય છે એવો કોઈ અભ્યાસ થયો છ? કારણ કે ઘણી હોસ્પિટલો શ્વાસોચ્છ્વાસની બીમારીવાળા દર્દીઓથી ઊભરાઈ રહી છે. કોર્ટે વધુ સુનાવણી 11 ડિસેમ્બરે રાખી છે. કોર્ટે નોંધ કરી હતી કે વાયુ પ્રદૂષણની સમસ્યા ફરી ઊભી થઈ શકે છે. તેનું કારણ તપાસવા અને અસર ઓછી કરવા નિષ્ણાતો દ્વારા અભ્યાસની જરૂર છે. 

એડવોકેટ જનરલ બિરેન્દ્ર સરાફે કોર્ટને જણાવ્યું હતું કેે મુખ્યમંત્રીની કચેરીના સ્તરથી લઈને સરકાર ગંભીર પ્રયાસ કરી રહી છે અને હવાની ગુણવત્તાનો આંક સંતોષકારક સ્તરે પહોંચ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે આ તો શહેરના કેટલાંક વિસ્તારોમાં પડેલા વરસાદનું પરિણામ છે. વરસાદનો આભાર માનો. કોર્ટે સરકાર અને પાલિકાના પ્રયાસની પણ પ્રશંસા કરી હતી. 

વધુ વાંચો: Delhi Pollutionને કારણે સરકારે 9થી 18 નવેમ્બર સુધી શાળાઓમાં શિયાળુ વેકેશનની જાહેરાત કરી

છ નવેમ્બરે હાઈકોર્ટે પર્યાવરણ અને વાયુ પ્રદૂષણ પરના નિષ્ણાતની કમિટી રચી હતી. કોર્ટે જણાવ્યું હતું કે તમામ મહાપાલિકાઓ તેમનો રોજિંદો અહેવાલ આપશે અને સમિતિ સાપ્તાહિક અહેવાલ કોર્ટને આપશે.