ગુજરાતમાં ડમી ઉમેદવાર કૌભાંડમાં વધુ ચારની ધરપકડ

બોર્ડની પરીક્ષા અને સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષામાં હજારોથી લઈ લાખો રૂપિયા લઈને ડમી ઉમેદવાદ બેસાડવાનાં  કૌભાંડમાં આજે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે  દ્વારા ચાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આથી, આ કૌભાંડ હેઠળ અત્યાર સુધીમાં કુલ 27 વ્યક્તિની ધરપકડ કરાઇ છે અને તેમાં શામેલ લોકોની સંખ્યા 52 થઈ છે. ધરપકડ કરાયેલામાં તળાજા તાલુકાનાં 27 વર્ષીય મહેશ ચૌહાણ, […]

Share:

બોર્ડની પરીક્ષા અને સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષામાં હજારોથી લઈ લાખો રૂપિયા લઈને ડમી ઉમેદવાદ બેસાડવાનાં  કૌભાંડમાં આજે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે  દ્વારા ચાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આથી, આ કૌભાંડ હેઠળ અત્યાર સુધીમાં કુલ 27 વ્યક્તિની ધરપકડ કરાઇ છે અને તેમાં શામેલ લોકોની સંખ્યા 52 થઈ છે. ધરપકડ કરાયેલામાં તળાજા તાલુકાનાં 27 વર્ષીય મહેશ ચૌહાણ, ભાવનગર જિલ્લાનાં 25 વર્ષીય વિજય જાંબુચા,  તળાજાનાં 33 વર્ષીય  રિયાઝ કાલાવાડિયા અને તળાજાના 30 વર્ષીય  પ્રતિપાલસિંહ જયુભા ગોહિલનો સમાવેશ થાય છે. 

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા ધરપકડ કરાયેલ વ્યક્તિઓની પૂછપરછ દરમિયાન નામના ખુલાસા બાદ વધુ ધરપકડ કરવામાં આવી રહી છે. 14 અપ્રિલે ભાવનગર સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે પોલીસ અને શિક્ષણ વિભાગના નેજા હેઠળ 2012 થી ચાલી રહેલા આ કૌભાંડને બહાર પડ્યું હતું. જેમાં,અત્યાર સુધીમાં સરકારી કર્મચારીઓ, શિક્ષકો, જેમણે ડમી ઉમેદવારોને કામે રાખ્યા તેમજ જેમને બીજાને બદલે ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી તેઓને પકડવામાં આવ્યા છે. જેમને સરકારી નોકરી મેળવવી હોય તેવા ઉમેદવારો અને ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં જેમને ડમી જોઈતા હોય તેમની પાસેથી રકમ વસૂલાતી  હતી.

 ડમી ઉમેદવારને એક પરીક્ષા દીઠ રૂ. 25 હજાર આપવામાં આવતા હતા જ્યારે આ કૌભાંડના માસ્ટર માઇન્ડ ગણાતા શરદ પાણોત, પ્રકાશ એલિયાસ, પી કે દવે,  બળદેવ રાઠોડ અને પ્રદીપ બારિયા રૂ. 5 લાખથી લઈને  રૂ. 12 લાખ સુધીની રકમ વસુલતા હતા. 

ભાવનગરના ડમી કૌભાંડમાં યુવરાજસિંહની મુશ્કેલી સતત વધી રહી છે. પહેલા કાનભા બાદ હવે શિવુભા પાસેથી પણ લાખોની રોકડ જપ્ત કરાઈ છે.

પોલીસ દ્વારા જણાવાયું કે, 2012 થી આ કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે આ લોકોએ અત્યાર સુધીમાં કેટલી રકમ વસૂલી હશે. આ અંગે તેમની તપાસ દરમ્યાન તેમના બેન્ક ખાતાની વિગતો મેળવાઈ રહી છે. જેથી તેમણે ક્યાં રોકાણ કર્યું છે તેની માહિતી મેળવી શકાય. એકવાર અમે તેમના સ્ટેટમેન્ટની પુરાવા સાથે તપાસ બાદ પુષ્ટિ કરીશું ત્યારબાદ તેઓની મિલ્કતોને ટાંચમાં લેવાનું ચાલુ કરાશે તેમ આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. 

યુવરાજ સિંહના સાળા પાસેથી રૂ. 25.5 લાખ મેળવાયા છે. શિવુભાએ રકમ તેના મિત્ર પાસે છુપાવી હતી. સંજય જેઠવા નામના મિત્રને ત્યાંથી રૂ. 25 લાખ મેળવાયા છે. 

આ કૌભાંડની ગંભીરતાને લઈણે આઈ જી ગૌતમ પરમારની અધ્યક્ષતામાં એક સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરાયું છે. જેઓ આ કેસમાં તપાસ કરી વધુને વધુ આરોપીઓની ધરપકડ કરી રહ્યા છે અને હાલમાં ધરપકડ કરાયેલા ચાર વ્યક્તિઓની પણ સઘન પૂછપરછ કરાઇ રહી છે.