Dussehra 2023: જાણો વિજયાદશમીના મુહૂર્ત અને તેના સાથે સંકળાયેલી દંતકથાઓ વિશે

જયાદશમીનો તહેવાર ઉજવાશે. દ્રિક પંચાંગ પ્રમાણે આ દિવસે બપોરે 1:58 કલાકે વિજય મુહૂર્તનો પ્રારંભ થશે અને 2:43 કલાકે તે સમાપ્ત થશે. બપોરની પૂજા માટેનો સમય 1:13 વાગ્યાથી 3:28 વાગ્યા સુધીનો છે.  જોકે 23મી ઓક્ટોબરના સાંજે 5:44 વાગ્યાથી જ દશમી તિથિનો આરંભ થઈ જશે અને તે 24મી ઓક્ટોબરે બપોરે 3:14 કલાકે સમાપ્ત થશે. 22મી ઓક્ટોબરે સાંજે […]

Share:

જયાદશમીનો તહેવાર ઉજવાશે. દ્રિક પંચાંગ પ્રમાણે આ દિવસે બપોરે 1:58 કલાકે વિજય મુહૂર્તનો પ્રારંભ થશે અને 2:43 કલાકે તે સમાપ્ત થશે. બપોરની પૂજા માટેનો સમય 1:13 વાગ્યાથી 3:28 વાગ્યા સુધીનો છે. 

જોકે 23મી ઓક્ટોબરના સાંજે 5:44 વાગ્યાથી જ દશમી તિથિનો આરંભ થઈ જશે અને તે 24મી ઓક્ટોબરે બપોરે 3:14 કલાકે સમાપ્ત થશે. 22મી ઓક્ટોબરે સાંજે 6:44 વાગ્યાથી શ્રવણ નક્ષત્ર શરૂ થશે અને તે 23મી ઓક્ટોબરે સાંજે 5:14 વાગ્યા સુધી ચાલશે. 

વધુ વાંચો: જાણો આ વર્ષે કઈ 6 રાશિના લોકો પર રહેશે માતા દુર્ગાની વિશેષ કૃપા

Vijayadashamiની દંતકથાઓ

હિન્દુ ચંદ્ર કેલેન્ડર પ્રમાણે દશેરા (Dussehra 2023)નો તહેવાર અશ્વિન મહિનામાં શુક્લ પક્ષની દશમીના રોજ આવે છે અને મહા નવમીના એક દિવસ પછી અથવા તો શારદીય નવરાત્રીના અંત બાદ ઉજવાય છે. વિજયાદશમીએ અનિષ્ટ પર ઈષ્ટની જીતનું પ્રતીક છે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર આ દિવસે ભગવાન શ્રી રામે લંકાના રાક્ષસ રાજા રાવણને હરાવ્યો હતો. 

અન્ય એક દંતકથા પ્રમાણે 9 દિવસ સુધી ચાલેલા ભયંકર યુદ્ધ બાદ આ દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો. આ દિવસે લોકો સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે. ઉપરાંત વિજયાદશમીના દિવસે દેશના કેટલાક ભાગોમાં શમીના વૃક્ષની પૂજા કરવાનું ખૂબ મહત્વ છે કારણ કે એવું માનવામાં આવે છે કે અર્જુને તેના વનવાસ દરમિયાન શમીના ઝાડની અંદર પોતાના શસ્ત્રો છુપાવ્યા હતા.

વધુ વાંચો: માતા કાલરાત્રિના પ્રસાદ માટે બનાવો ગોળની 2 સરળ મીઠાઈ

દશેરા પછી દિવાળીનો તહેવાર

એક રીતે દશેરાનો તહેવાર એ દિવાળીના પર્વની ઉજવણીના આરંભ સમાન પણ ગણાય છે. દશેરા એ પ્રકાશના પર્વના 20 દિવસ પહેલા ઉજવાય છે. દશેરાએ રાવણ સામે વિજય બાદ દિવાળીના દિવસે ભગવાન રામ, માતા સીતા અને ભગવાન લક્ષ્મણ અયોધ્યા પરત ફર્યા હતા.