Dussehra 2023: જાણો આ તહેવારથી શીખવા મળતા 6 નાણાકીય પાઠ વિશે

Dussehra 2023: નવરાત્રી બાદ દશેરા 2023 (Dussehra 2023)ની ઉજવણીને લઈ લોકોમાં ખૂબ રોમાંચ જોવા મળ્યો હતો. દશેરાએ નવા સાહસોની શરૂઆત, નવા વાહનની ખરીદી, સોનાની ખરીદી કે રોકાણ વગેરે શુભ ગણાય છે. તે સાથે જ આ તહેવાર કેટલાક નાણાકીય પાઠ (Financial Lessons) પણ શીખવે છે.  વધુ વાંચો: આ 12 Mutual Fundsએ છેલ્લા 3 વર્ષમાં આલ્ફા રિટર્ન […]

Share:

Dussehra 2023: નવરાત્રી બાદ દશેરા 2023 (Dussehra 2023)ની ઉજવણીને લઈ લોકોમાં ખૂબ રોમાંચ જોવા મળ્યો હતો. દશેરાએ નવા સાહસોની શરૂઆત, નવા વાહનની ખરીદી, સોનાની ખરીદી કે રોકાણ વગેરે શુભ ગણાય છે. તે સાથે જ આ તહેવાર કેટલાક નાણાકીય પાઠ (Financial Lessons) પણ શીખવે છે. 

વધુ વાંચો: આ 12 Mutual Fundsએ છેલ્લા 3 વર્ષમાં આલ્ફા રિટર્ન આપ્યું

1. જુઠ્ઠાણા સામે સત્યની જીત

દશેરા પર્વ બુરાઈ સામે સારપની જીતનું પ્રતીક છે. ફાઈનાન્સની ભાષામાં, સ્ટેબલ સ્ટોક્સ અને ઈન્ડાઈસીઝમાં નાણાંનું રોકાણ કરવું એ સારપ કહી શકાય. ઘણી વખત કેટલાક રોકાણકારો ઝડપથી પૈસા કમાવવા માટે નબળી રીતે સંચાલિત કંપનીઓમાં કે પછી NFTs જેવા અત્યંત અસ્થિર નાણાકીય સાધનોમાં રોકાણ કરવા લલચાતા હોય છે. 

ત્યારે દશેરા 2023 (Dussehra 2023) આપણને ઝડપી વળતર સામે સ્થિરતા પસંદ કરવાનો પાઠ શીખવે છે. 

2. વ્યૂહરચના અને આયોજન

ભગવાન શ્રી રામે યોગ્ય વ્યૂહરચના અને આયોજનના કારણે રાવણ પર વિજય મેળવ્યો હતો. આડેધડ યોજનાઓ અયોધ્યાના રાજા રામને મળેલા ફળથી વિપરિત નિષ્ફળ સાબિત થઈને નુકસાનરૂપ બની શકે છે. 

માટે જ રોકાણની દુનિયામાં સૌથી પહેલા આયોજન, વ્યૂહરચના તૈયાર કરવી જરૂરી છે માટે વેલ રાઉન્ડેડ પોર્ટફોલિયો તૈયાર કરવો અગત્યનો બની જાય છે. 

3. ઘમંડનો અંત

શક્તિશાળી રાવણને મળેલો પરાજય એ અન્ય કારણોની સાથે જ તેના ઘમંડને પણ આભારી છે. મની મેનેજમેન્ટ પણ આવું જ છે. રોકાણકારે હોંશિયાર હોવાની સાથે જ નમ્ર બની રહેવું જોઈએ કારણ કે, ઘમંડમાં આવીને લીધેલા નિર્ણય નુકસાનનું કારણ બને છે. 

વધુ વાંચો: mutual fundમાં રોકાણ કરતાં પહેલાં આ 5 મુખ્ય પરિબળો જાણો

4. દૃઢતા અને ધીરજ

ભગવાન શ્રી રામ અને તેમના સહયોગીઓને લંકા પર વિજય મેળવવા માટે લાંબા ગાળાના આયોજન અને ધીરજની જરૂર પડી હતી. યુદ્ધ જીતવામાં ઘણો સમય લાગ્યો હતો. એ જ રીતે મની મેનેજમેન્ટ પણ ધીરજ અને દૃઢતાની રમત છે. વોરેન બફેટે પણ કહેલું છે કે, સંપત્તિના સર્જનમાં સમય લાગે છે. 

5. યોગ્ય મિશ્રણ

લંકા સામે વિજય મેળવનારી સેનામાં ભગવાન હનુમાનની આગેવાનીમાં અસંખ્ય વાંદરાઓએ પણ ફાળો આપ્યો હતો. ભગવાન રામ અને તેમના નાના ભાઈ લક્ષ્મણનેને ભારતથી લંકા જવા માટે પુલ તૈયાર કરવામાં અનેક લોકોના સહયોગની જરૂર પડી હતી. આમ ટીમની ભાવનાએ જ આ વિજય સરળ બનાવ્યો હતો.

તેનાપરથી મળતા નાણાકીય પાઠ (Financial Lessons) મુજબ એક સારા પોર્ટફોલિયોમાં માર્કેટ કેપ, બોન્ડ અને રોકડના શેરોનું યોગ્ય મિશ્રણ હોવું જોઈએ જેથી એકમાં નુકસાન થાય તેની ભરપાઈ બીજામાં થયેલા લાભથી થઈ શકે. 

6. નાનો પણ રાઈનો દાણો

ભગવાન રામ પાસે પૂરતી સેના નહોતી પરંતુ રાવણ અતિ શક્તિશાળી હતો તેમ છતાં તે હારી ગયો. એ જ રીતે જે શેર હાલ ખાસ મહત્વ ન ધરાવતા હોય તે ભવિષ્યમાં જોરદાર વળતર પણ આપી શકે છે અને ખૂબ વિશ્વસનીય લાગતા શેર ભવિષ્યમાં ડૂબાડી પણ શકે છે.