વિદેશમંત્રી એસ. જયશંકરે મોઝામ્બિકમાં “મેડ ઇન ઈન્ડિયા ટ્રેન” ની સવારી કરી 

ભારતના વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર દેશ અને વિદેશમાં ભારતની એક સબળ છબી બનાવવામાં એક બહુ મજબૂત ભૂમિકા ભજવનાર સાબિત થયા છે. વિદેશ-નીતિમાં મહત્વપૂર્ણ પગલાઓ લેવામાં જાણીતા વિદેશમંત્રીએ તાજેતરમાં જ મોઝામ્બિક દેશની મુલાકાત લીધી હતી.  મોઝામ્બિકની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે  ‘મેડ ઈન ઈન્ડિયા’ ટ્રેનમાં સવારીની મોજ માણી હતી. વિદેશ પ્રધાન ત્રણ દિવસનાં મોઝામ્બિકનાં […]

Share:

ભારતના વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર દેશ અને વિદેશમાં ભારતની એક સબળ છબી બનાવવામાં એક બહુ મજબૂત ભૂમિકા ભજવનાર સાબિત થયા છે. વિદેશ-નીતિમાં મહત્વપૂર્ણ પગલાઓ લેવામાં જાણીતા વિદેશમંત્રીએ તાજેતરમાં જ મોઝામ્બિક દેશની મુલાકાત લીધી હતી. 

મોઝામ્બિકની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે  ‘મેડ ઈન ઈન્ડિયા’ ટ્રેનમાં સવારીની મોજ માણી હતી. વિદેશ પ્રધાન ત્રણ દિવસનાં મોઝામ્બિકનાં પ્રવાસે છે જે દરમ્યાન તેમણે ત્યાનાં પરિવહન પ્રધાન સાથે ‘ગ્રેટ ગ્રીન’  અંતર્ગત મોઝામ્બિકમાં ટ્રેનનાં નેટવર્કમાં, ઇલેક્ટ્રિક મોબિલિટી અને જળમાર્ગોનાં  જોડાણ જેવા વિષયો પર ચર્ચા કરી હતી.  

વિદેશ પ્રધાન જયશંકર ગુરુવારે મોઝામ્બિકની રાજધાની પહોંચ્યા હતા. જયશંકર ભારતમાંથી મોઝામ્બિકની મુલાકાત લેનાર પ્રથમ વિદેશપ્રધાન છે.  જયશંકર દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા માટે આફ્રિકન દેશની સંસદના પ્રમુખને મળ્યા હતા.

વિદેશ પ્રધાને ગુરુવારે તેમણે કરેલી એક ટ્વિટમાં જણાવ્યું કે તેમણે મોઝામ્બિકન ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન પ્રધાન અને મોઝામ્બિકન પોર્ટ એન્ડ રેલ ઓથોરિટી મેટ્યુસ મેગાલા સાથે ગ્રેટ ગ્રીન ટ્રાન્સપોર્ટ વિષયે ચર્ચા કરી. જેમાં તેઓએ  ટ્રેન નેટવર્ક, ઇલેક્ટ્રિક મોબિલિટી અને જલપરિવહાઁ  વિસ્તરણ વિશે વાત કરી. ભારત આ સંબંધમાં વિશ્વસનીય ભાગીદાર છે,” 

તેણે ભારતમાં ઉત્પાદિત ટ્રેનમાં  માપુટોથી મચાવા સુધીની ટ્રેનની સવારી પણ કરી જેમાં તેમની સાથે મોઝામ્બિકન ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર મેટ્યુસ મગાલા જોડાયા હતા. તેમણે પ્રવાસમાં તેમની સાથે જોડાયેલા CMD RITES રાહુલ મિથલની પણ પ્રશંશા કરી હતી. 

વિદેશ પ્રધાન યુગાંડાથી  માપુટો પહોંચ્યા હતા જ્યાં તેમણે ત્યાંનાં પ્રેસિડન્ટ યોવૃ મુસેવેની સહિત અન્ય નેતાઓ સાથે વાત કરી હતી. જેમાં તેમણે વેપાર માળખાકીય સુવિધાઓ તેમજ ઉર્જા અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં સહકારની શક્યતા અંગે ચર્ચા કરી હતી. તેમણે આ સાથે ત્યાંનાં શ્રી વિશ્વંભર મંદિરની પણ મુલાકાત લીધી હતી અને અહી વસતા ભારતીયોને મળ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે હિન્દી, અંગ્રેજી, તમિલ, રશિયન, જાપાનીઝ અને હંગેરિયન 6 ભાષાઓમાં નિપુણ, ડૉ. એસ. જયશંકર આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પીએચડી અને એમફિલની ડિગ્રી ધરાવે છે. માત્ર 24 વર્ષની ઉંમરે IFS બનેલા જયશંકરને રશિયન અને મધ્ય એશિયાની રાજનીતિ પર ખૂબ સારી પકડ માનવામાં આવે છે. ખાસ કરીને તેનું રશિયા અને અમેરિકામાં ખૂબ સારું નેટવર્ક માનવામાં આવે છે.

તેઓ 30 મી 2019 થી ભારતનાં વિદેશપ્રધાન છે અને ભારતીય જાણતા પક્ષના અધ્યક્ષ છે. તેઓ 5 જુલાઇ 2019થી રાજ્યસભામાં સાંસદ છે અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે જાન્યુઆરી 2015 થી જાન્યુઆરી 2018 સુધી વિદેશ સચિવ તરીકે સેવા આપી હતી.