ચૂંટણી પંચે સચિન તેંડુલકરને બનાવ્યા નેશનલ આઈકન, 2024ની ચૂંટણીમાં સંભાળશે ખાસ જવાબદારી

પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરને ભારતીય ચૂંટણી પંચે પોતાના નેશનલ આઈકન બનાવ્યા છે. આગામી વર્ષે ભારતની લોકસભા ચૂંટણી યોજાવાની છે. તેને અનુલક્ષીને સચિન તેંડુલકરને ભારતીય ચૂંટણી પંચના નેશનલ આઈકન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારા અને સ્પોર્ટ્સ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં પોતાના નામનો ડંકો વગાડનારા સચિન તેંડુલકરને એક નવી જવાબદારી મળી […]

Share:

પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરને ભારતીય ચૂંટણી પંચે પોતાના નેશનલ આઈકન બનાવ્યા છે. આગામી વર્ષે ભારતની લોકસભા ચૂંટણી યોજાવાની છે. તેને અનુલક્ષીને સચિન તેંડુલકરને ભારતીય ચૂંટણી પંચના નેશનલ આઈકન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારા અને સ્પોર્ટ્સ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં પોતાના નામનો ડંકો વગાડનારા સચિન તેંડુલકરને એક નવી જવાબદારી મળી છે. ચૂંટણી પંચ તેમને લોકસભા ચૂંટણી માટે પોતાના નેશનલ આઈકન તરીકે સાઈન કરશે. સચિન તેંડુલકર 2024ની લોકસભા ચૂંટણીમાં લોકોને મહત્તમ મતદાન કરવા માટે જાગૃત કરશે. 

રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે સચિન તેંડુલકર

મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમાર અને ચૂંટણી અધિકારી અનૂપ ચંદ્ર પાંડે તથા અરૂણ ગોયલના પ્રતિનિધિત્વવાળા ચૂંટણી પંચ અને સચિન તેંડુલકર વચ્ચે એક MOU થશે. તેના આધાર પર ક્રિકેટર ચૂંટણી પંચના પ્રયત્નોને પ્રોત્સાહન આપવાનું કામ કરશે. સચિન તેંડુલકર મતદાતાઓમાં વધુ મતદાન માટે જાગૃતિ ફેલાવશે. ઉપરાંત સચિન તેંડુલકર મતદાતાઓને 1-1 મતના મૂલ્ય અને તેના મહત્વ અંગે પણ શિક્ષિત કરશે. 

ચૂંટણી પંચનું નિવેદન

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર દેશના યુવાનો પર ખૂબ સારો પ્રભાવ ધરાવે છે. તેનો આધાર લઈને 2024ની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધારી શકાશે. આ ભાગીદારીની મદદથી ચૂંટણી પંચ નાગરિકો, ખાસ કરીને યુવાનો અને શહેરી વસ્તી તથા ચૂંટણી પ્રક્રિયા વચ્ચેની ખાઈને ઓળંગવાનો પ્રયત્ન કરશે. આમ, શહેરી લોકો અને યુવાનોના મનમાંથી મતદાન પ્રત્યેની ઉદાસીનતા દૂર કરવામાં મદદ મળશે. 

સચિન તેંડુલકર પહેલા કઈ હસ્તિઓને આ સિદ્ધિ મળી?

ચૂંટણી પંચ વિવિધ ક્ષેત્રની પ્રસિદ્ધ ભારતીય હસ્તિઓ સાથે ભાગીદારી કરે છે અને તેમને મતદારોને ચૂંટણીમાં ભાગ લેવા માટે પ્રેરિત કરવા પોતાના રાષ્ટ્રીય પ્રતીક તરીકે નોમિનેટ કરે છે. ગત વર્ષે ચૂંટણી પંચે અભિનેતા પંકજ ત્રિપાઠીને પોતાના નેશનલ આઈકન બનાવ્યા હતા. 2019ની ગત લોકસભા ચૂંટણીમાં પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન એમ એસ ધોની, બોલિવુડ અભિનેતા આમિર ખાન અને ઓલંપિક પદક વિજેતા મેરી કૉમ જેવા દિગ્ગજોને પોતાના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સાઈન કર્યા હતા. 

સચિન તેંડુલકરનો સંસદનો રેકોર્ડ ખરાબ

સચિન તેંડુલકરે ક્રિકેટના મેદાનમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે પરંતુ 2012થી 2018ના વર્ષ દરમિયાન રાજ્યસભાના મનોનીત સદસ્ય તરીકે તેમના પ્રદર્શનને લઈ લોકોએ અનેક સવાલો કર્યા હતા. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન સદનમાં માત્ર 8 ટકા હાજરી નોંધાવી હતી. તેમણે કોઈ પણ સંસદીય ચર્ચામાં ભાગ નહોતો લીધો અને પોતાના 6 વર્ષના કાર્યકાળ દરમિયાન માત્ર 22 સવાલ કર્યા હતા. 

જોકે તેમણે એમપીએલએડી ફંડનો ખૂબ સારી રીતે ઉપયોગ કર્યો હતો. તેમણે સંસદીય આદર્શ ગ્રામ યોજના અંતર્ગત આંધ્ર પ્રદેશના એક ગામને પણ દત્તક લીધું હતું.