ED raids in Rajasthan: સચિન પાયલટે ટાઈમિંગને લઈ સાધ્યું ભાજપ પર નિશાન

ED raids in Rajasthan: રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રાજસ્થાનમાં દરોડો (ED raids in Rajasthan) પાડીને ચર્ચા જગાવી છે. રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરાના જયપુર અને સીકરના નિવાસસ્થાનો તેમજ કથિત રીતે તેમની સાથે જોડાયેલા કોચિંગ સેન્ટર પર દરોડા પાડયા હતા. ત્યારે આ મામલે રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ અને કોંગ્રેસી નેતા સચિન પાયલટ […]

Share:

ED raids in Rajasthan: રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રાજસ્થાનમાં દરોડો (ED raids in Rajasthan) પાડીને ચર્ચા જગાવી છે. રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરાના જયપુર અને સીકરના નિવાસસ્થાનો તેમજ કથિત રીતે તેમની સાથે જોડાયેલા કોચિંગ સેન્ટર પર દરોડા પાડયા હતા. ત્યારે આ મામલે રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ અને કોંગ્રેસી નેતા સચિન પાયલટ (Sachin Pilot)ની પ્રતિક્રિયા સામે આવી છે. 

ED raids in Rajasthan

રાજસ્થાનમાં પેપર લીક કેસમાં સંડોવણીના આરોપો અંતર્ગત ગુરૂવારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરા સામે દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે સચિન પાયલટે આ કાર્યવાહીને લઈને કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ રાજકીય રીતે નબળું પડશે એટલે તપાસ એજન્સીઓનો દુરૂપયોગ કરશે. 

વધુ વાંચો: રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષના નિવાસસ્થાન અને કોચિંગ સેન્ટર પર EDએ દરોડા પાડયા

સચિન પાયલટનો ભાજપ પર આક્ષેપ 

કોંગ્રેસી નેતા સચિન પાયલટે ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે, “આજે રાજસ્થાનમાં તપાસ એજન્સીઓએ જે કાર્યવાહી કરી છે તેનું ટાઈમિંગ ખૂબ શંકાસ્પદ છે. દેશ અને પ્રદેશ તેને ખૂબ ગંભીરતાથી જુએ છે.” વધુમાં જણાવ્યું હતું કે, જે રીતે રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરાના ઘરે નોટિસ વગર દરોડો પાડવામાં આવ્યો છે તે એ વાતનો સંકેત છે કે, ભાજપ રાજકીય રીતે નબળું પડશે તો તપાસ એજન્સીઓનો દુરૂપયોગ કરશે અને લોકોમાં ડર પેદા કરશે. અમે આનો વિરોધ કરીએ છીએ.

EDની કાર્યવાહી બાદ રાજકારણ ગરમાયુ

રાજસ્થાનમાં ઈડીના દરોડા (ED raids in Rajasthan) બાદ સમગ્ર કાર્યવાહી મામલે રાજકીય ગરમાવો વ્યાપ્યો છે. કોન્ગ્રેસના નેતાઓ દ્વારા સતત કેન્દ્ર સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે અને કેન્દ્રની ભાજપ સરકાર પર કેન્દ્રીય એજન્સીઓના દુરૂપયોગનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. 

સચિન પાયલટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વિટમાં લખ્યું હતું કે, “રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરાના ત્યાં EDના દરોડાની હું આકરા શબ્દોમાં ટીકા કરૂં છું. મુખ્યમંત્રી અશોક ગેહલોતજીના પુત્ર વૈભવ ગેહલોતને પણ EDનું સમન મળ્યું છે. ભાજપ આ પ્રકારના કાવતરાથી કોંગ્રેસના નેતાઓને ડરાવી નહીં શકે. પ્રદેશ કોંગ્રેસના તમામ નેતાઓ અને કાર્યકરો એકજૂથ બનીને સાથે ઉભા છે.”

વધુ વાંચો: 22મી જાન્યુઆરીએ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠામાં વડાપ્રધાન મોદી રહેશે હાજર

રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષના ત્યાં EDના દરોડા અને મુખ્યમંત્રી અશોક ગેહલોતના દીકરા વૈભવ ગેહલોતને સમન મળ્યું તેના સમય, ઉદ્દેશ્ય અને નિયતને શંકાસ્પદ ગણાવીને તપાસ એજન્સીની સંપૂર્ણ કાર્યવાહી રાજકારણથી પ્રેરિત હોવાનું જણાવ્યું હતું. 

આ સાથે જ કોંગ્રેસી નેતાએ એવો પણ દાવો કર્યો હતો કે, વિધાનસભા ચૂંટણીના અમુક દિવસો પહેલા ઈડીની કાર્યવાહી એ વાતનું પ્રમાણ છે કે, ભાજપ નબળી પડી ગઈ છે અને તેને પોતાની હાર દેખાઈ રહી છે.