ED raids: રાજસ્થાનમાં જલ જીવન મિશન પ્રોજેક્ટમાં મહેશ જોશીની ઓફિસમાં EDએ દરોડા પાડયા

ED raids: રાજસ્થાનમાં થોડા દિવસોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ત્યારે જલ જીવન મિશન પ્રોજેક્ટ (Jal Jeevan Mission project)માં કથિત ભ્રષ્ટાચારની તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મંત્રી મહેશ જોશીની ઓફિસમાં દરોડા (ED raids) પાડવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટમાં ટેન્ડર માટે ખોટા અનુભવ પ્રમાણપત્રો અને દસ્તાવેજો રજૂ કર્યા હતા.   આ મામલાની જાણકારી ધરાવતા લોકોએ જણાવ્યું કે […]

Share:

ED raids: રાજસ્થાનમાં થોડા દિવસોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ત્યારે જલ જીવન મિશન પ્રોજેક્ટ (Jal Jeevan Mission project)માં કથિત ભ્રષ્ટાચારની તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મંત્રી મહેશ જોશીની ઓફિસમાં દરોડા (ED raids) પાડવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટમાં ટેન્ડર માટે ખોટા અનુભવ પ્રમાણપત્રો અને દસ્તાવેજો રજૂ કર્યા હતા.  

આ મામલાની જાણકારી ધરાવતા લોકોએ જણાવ્યું કે EDએ જયપુરમાં રાજ્ય સચિવાલયમાં મહેશ જોશીની ઓફિસમાંથી દસ્તાવેજો અને ફાઈલો જપ્ત કરી છે. જયપુરમાં પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ વિભાગના અધિકારી સુબોધ અગ્રવાલના ઘરે પણ EDએ દરોડા (ED raids) પાડયા હતા.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કેન્દ્રીય એજન્સીઓ પર ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના ઈશારે કામ કરવાનો આરોપ મૂક્યો છે.

ભાજપના સાંસદ કિરોડી લાલ મીણાએ રાજસ્થાનમાં જલ જીવન મિશન પ્રોજેક્ટ (Jal Jeevan Mission project)માં ₹ 20,000 કરોડના કૌભાંડનો આક્ષેપ કર્યો છે અને મહેશ જોશી તેમાં સામેલ હોવાનો દાવો કર્યો છે. કરોડી લાલ મીણાએ દાવો કર્યો હતો કે કોન્ટ્રાક્ટરોએ પ્રોજેક્ટ માટે ટેન્ડર માટે ખોટા અનુભવ પ્રમાણપત્રો અને દસ્તાવેજો રજૂ કર્યા હતા. સપ્ટેમ્બરમાં, કરોડી લાલ મીણાએ દાવો કર્યો હતો કે તેઓ તેમના દાવાઓને સમર્થન આપવા માટે EDને દસ્તાવેજો ઉપલબ્ધ કરવાય હતા.

વધુ વાંચો: CM Arvind Kejriwal આજે ED સમક્ષ હાજર નહીં થાય

ED raids આવકાર્ય છે: મહેશ જોશી

મહેશ જોશીએ કહ્યું કે ED દ્વારા દરોડા (ED raids) પાડવાનું આવકાર્ય છે પરંતુ તેણે નિર્દોષ લોકોને નિશાન બનાવવું જોઈએ નહીં. તેમણે કહ્યું, “ED પાસે દરોડા પાડવાનો અધિકાર છે. મને કોઈ વાંધો નથી. તેઓ તમામ દસ્તાવેજો અને ફાઈલો લઈ શકે છે. જો તેઓ મને પ્રશ્ન કરવા આવશે તો હું જવાબ આપીશ. તેઓએ તેમનું કાર્ય નિષ્પક્ષપણે કરવું જોઈએ અને દોષિત ઠરે તેની સામે કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ તેઓએ કોઈ નિર્દોષને હેરાન ન કરવા જોઈએ.” મહેશ જોશીએ કહ્યું કે કરોડી લાલ મીણાએ જે ટેન્ડરો ટાંક્યા છે તે રદ કરવામાં આવ્યા છે. તેથી તેમના આરોપો પાયાવિહોણા છે.”

EDએ ગુરુવારે કથિત પેપર લીક કેસના સંબંધમાં રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ ગોવિંદ સિંહ દોટાસરાના ઘરે દરોડા પાડ્યા (ED raids) હતા અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના કથિત ઉલ્લંઘન માટે અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને નોટિસ જારી કરી હતી.

વધુ વાંચો: સચિન પાયલટે EDની રેડની ટાઈમિંગને લઈ સાધ્યું ભાજપ પર નિશાન

વિરોધ પક્ષો ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર ચૂંટણી પહેલા દરોડા, સમન્સ અને ધરપકડ દ્વારા તેમના નેતાઓને વારંવાર નિશાન બનાવવાનો આરોપ લગાવી રહ્યા છે. સંઘીય એજન્સીઓ અને કેન્દ્ર સરકારે વારંવાર આ આરોપોને નકારી કાઢ્યા છે.

કોંગ્રેસે આ વર્ષની શરૂઆતમાં છત્તીસગઢમાં EDના દરોડાઓ (ED raids)ને પ્રી-પોલ સર્વેક્ષણોના પરિણામ તરીકે ગણાવ્યા હતા જેમાં ભાજપ માટે મોટા પરાજયની આગાહી કરવામાં આવી હતી.