BYJU’sના CEO રવિન્દ્રનની ઓફિસ પર EDના દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શનિવારે ‘થિંક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડ’ના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બાયજુ રવીન્દ્રનની ત્રણ પ્રોપર્ટી પર દરોડા પાડ્યા હતા. બાયજુ રવીન્દ્રન BYJUના નામથી Ed-Tech કંપની ચલાવે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સર્ચ કરાયેલી પ્રોપર્ટીમાં કંપનીના સીઈઓ બાયજુ રવિન્દ્રનનું નિવાસસ્થાન અને બાયજુની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડની ઓફિસનો સમાવેશ થાય છે. તપાસ એજન્સીએ […]

Share:

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શનિવારે ‘થિંક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડ’ના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બાયજુ રવીન્દ્રનની ત્રણ પ્રોપર્ટી પર દરોડા પાડ્યા હતા. બાયજુ રવીન્દ્રન BYJUના નામથી Ed-Tech કંપની ચલાવે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સર્ચ કરાયેલી પ્રોપર્ટીમાં કંપનીના સીઈઓ બાયજુ રવિન્દ્રનનું નિવાસસ્થાન અને બાયજુની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડની ઓફિસનો સમાવેશ થાય છે.

તપાસ એજન્સીએ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટની (FEMA) જોગવાઈઓ હેઠળ શોધ હાથ ધરી હતી, જેમાં વિવિધ ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ડેટા જપ્ત કર્યા હતા.

ED એ જણાવ્યું હતું કે ખાનગી લોકો દ્વારા મળેલી વિવિધ ફરિયાદોના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત EDના જણાવ્યા મુજબ તેમના ઉપર આરોપ હતો કે રવિન્દ્રન બાયજુને કેટલાક સમન્સ જારી કરવામાં આવ્યા હતા પરંતુ તે ED સમક્ષ ક્યારેય હાજર થયા ન હતા. આ અંગે સમાચાર એજન્સી પીટીઆઈએ અહેવાલ આપ્યો હતો. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, કંપનીએ 2011 થી 2023ની વચ્ચે ₹28,000 કરોડનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મેળવ્યું હતું. તેને FDIના નામે આ સમયગાળા દરમિયાન લગભગ ₹9,754 કરોડ વિવિધ વિદેશી અધિકારક્ષેત્રોને મોકલ્યા હતા.

ED મુજબ, થિંક એન્ડ લર્ન પ્રાઇવેટ લિમિટેડે વિદેશી અધિકારક્ષેત્રમાં મોકલેલા નાણાં સહિત જાહેરાત અને માર્કેટિંગ ખર્ચના નામે આશરે ₹944 કરોડનું બુકિંગ કર્યું હતું. જો કે, કંપનીએ નાણાકીય વર્ષ 2020-21થી તેના નાણાકીય હિસાબ તૈયાર કર્યા નથી અને એકાઉન્ટ્સનું ઓડિટ કરાવ્યું નથી. આથી, કંપની દ્વારા આપવામાં આવેલા આંકડાઓની ખરાઈ અંગે બેંકો પાસેથી ઉલટતપાસ કરવામાં આવી રહી છે, તેવું એજન્સીએ ઉમેર્યું હતું.

દરોડા સમયની પૂછપરછના જવાબમાં, BYJUની કાનૂની ટીમના પ્રવક્તાએ કહ્યું, “બેંગ્લોરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓની તાજેતરની મુલાકાત FEMA હેઠળની નિયમિત તપાસ સાથે સંબંધિત હતી.” પ્રવક્તાએ વધુમાં ઉમેર્યું હતું કે “અમે તંત્ર સાથે સંપૂર્ણ પારદર્શક છીએ અને તેઓએ માંગેલ તમામ માહિતી તેમને પૂરી પાડી છે. અમે તંત્ર સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું જેથી તેઓને જરૂરી તમામ માહિતી મળી રહે અને અમને વિશ્વાસ છે કે આ મામલો સમયસર અને સંતોષકારક રીતે ઉકેલાઈ જશે”.

“અમે અહીં ભારપૂર્વક જણાવવા માંગીએ છીએ કે આ BYJU’sનો હંમેશનો વ્યવસાય છે. અમે ભારત અને સમગ્ર વિશ્વમાં અમારા ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાની શૈક્ષણિક સેવાઓ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છીએ”, તેવું પ્રવક્તાએ ઉમેર્યું.

ઑક્ટોબર 2022માં, BYJU’s એ તેની નાણાકીય સ્થિતિ સુધારવા અને વ્યવસાયમાં નફો મેળવવા તરફ આગળ વધવા તેના 5 ટકા કર્મચારીઓની છટણી કરી હતી.