‘યે દોસ્તી’ ગીત ગાઈ ઈજીપ્તની મહિલાએ PM મોદીને પ્રભાવિત કર્યા

PM મોદી ઈજિપ્તની બે દિવસની મુલાકાતે છે અને ત્યાં તેમનું ભવ્ય રીતે સ્વાગત થયું હતું. ભારતીય સમુદાયના લોકો તેમના સ્વાગત માટે કૈરોની હોટલમાં ભેગા થયા હતા. જ્યાં ઈજીપ્તની મહિલાએ શોલે ફિલ્મનું ગીત ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે ’ ગાઈને તેમને ભાવવિભોર કરી દીધા હતા. નરેન્દ્ર મોદીએ તેમને ધ્યાનથી સાંભળ્યા હતા અને તેની ‘વાહ’ કહીને પ્રશંસા […]

Share:

PM મોદી ઈજિપ્તની બે દિવસની મુલાકાતે છે અને ત્યાં તેમનું ભવ્ય રીતે સ્વાગત થયું હતું. ભારતીય સમુદાયના લોકો તેમના સ્વાગત માટે કૈરોની હોટલમાં ભેગા થયા હતા. જ્યાં ઈજીપ્તની મહિલાએ શોલે ફિલ્મનું ગીત ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે ’ ગાઈને તેમને ભાવવિભોર કરી દીધા હતા. નરેન્દ્ર મોદીએ તેમને ધ્યાનથી સાંભળ્યા હતા અને તેની ‘વાહ’ કહીને પ્રશંસા પણ કરી હતી. ત્યારબાદ સમગ્ર સમુદાયે તેમને  તાળી પાડીને વધાવી લીધા હતા. ભારતીય સમુદાયે ત્યાં ભારતીય ધ્વજ પણ લહેરાવ્યો હતો તેમજ ‘મોદી મોદી’ના નારા પણ લગાવ્યા હતા. આ મહિલાને અમિતાભ બચ્ચન દ્વારા અભિનીત ગીત ગાતી વખતે એક વિડિયોમાં મઢી લેવામાં આવી હતી. 

ભારતીય સમુદાય ખૂબ ઉત્સાહપૂર્વક કૈરોની હોટલ રિટ્ઝ કાર્લટન ખાતે PM મોદીના તેમના સ્વાગત માટે એકત્ર થયા હતા. તેમણે મોદીનું સ્વાગત કરી તેમના નામના નારા  લગાવ્યા હતા તથા વંદે માતરમના નારા લગાવ્યા હતા. તેમણે આ સમયે ભારતીય ધ્વજ પણ લહેરાવ્યો હતો. ભીડમાં બાળકો પણ શામેલ હતા જેમનું નરેન્દ્ર મોદીએ  અભિવાદન કર્યું હતું. ત્યાંના ભારતીયોએ ભારતીય ગીતો ગાઈને અને સાંસ્કૃતિક પ્રદર્શન કરીને મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સ્વાગત માટે ઉભેલા ભારતીય સમુદાયના સભ્યો સાથે વાતચીત કરી હતી 

મોદીની ઈજિપ્ત મુલાકાત ખાસ શા માટે છે? 

ભારતના પ્રજાસતાક દિનની ઉજવણી સમયે મુખ્ય મહેમાન રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીના આમંત્રણને માન આપીને મોદી ઈજિપ્ત પહોંચ્યા હતા. 

1997 પછી 26 વર્ષમાં ભારતીય વડાપ્રધાન દ્વારા ઈજીપ્તની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. આ મુલાકાત દરમિયાન, મોદી ઇજિપ્તના વડાપ્રધાન મુસ્તફા મેડબૌલી   સાથે અને રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી દ્વિપક્ષીય વટાઘાટો કરશે. આ ઉપરાંત, તેઓ ત્યાંની ઐતિહાસિક મસ્જિદ અલ-હકીમની મુલાકાત લેશે. જે 16મી ફાતિમિદ ખલીફા, અલ-હકીમ બાય – અમ્ર – અલ્લાહ (985- 1021)ના નામ પર રાખવામાં આવી છે.

અહી, વડાપ્રધાન હેલિયોપોલીસ શાહિદ સ્મારક પર જશે અને પ્રથમ વિશ્વયુધ્ધ દરમિયાન ઇજીપ્ત માટે લડનાર બહાદુર ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે. 

પીએમ મોદી ઈજિપ્તના પ્રવાસના ભાગરૂપે, ઈજિપ્તના આદરણીય ગ્રાન્ડ મુફ્તી, ડૉ. શવાકી ઈબ્રાહીમ અબ્દેલ કરીમ આલમને મળશે અને તેઓ આ સાથે જ ઈજિપ્તના  વિચારશીલ નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. 

ઈજિપ્તના બે દિવસના પ્રવાસ દરમિયાન ત્યાંના વડાપ્રધાને નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.